15 વર્ષ નાની અભિનેત્રીના પ્રેમમાં પડ્યો કરોડપતિ એક્ટર? મૌન તોડતાં કહ્યું - હું છવાઈ રહ્યો છું...
Image: Facebook
Shalin Bhanot: રિયાલિટી શો બિગ બોસ 18 ના વીકેન્ડ કા વાર એપિસોડમાં સલમાન ખાને ઈશા સિંહને એક્સ્પોઝ કરી. ઘરના લોકો અને ચાહકોએ જણાવ્યું કે ઈશાએ આખરે શિલ્પા શિરોડકરને શું કન્ફેસ કર્યું હતું. ઈશાએ એક વાતચીત દરમિયાન શિલ્પાને જણાવ્યું હતું કે બહાર તે કોઈને ડેટ કરી રહી છે અને તે તેનો બોયફ્રેન્ડ છે. વાતવાતમાં સલમાને ઈશાના BFનું નામ લીધું જે હતું શાલીન ભનોટ.
શાલીનના થોડા વર્ષો પહેલા દલજીત કૌર સાથે તલાક થયા હતા. તેનો 1 પુત્ર છે. જેનો ઉછેર દલજીત એકલા હાથે કરી રહી છે. જે એક્ટ્રેસે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું. ઈશા અને શાલીનની મિત્રતા અને સંબંધ પર ઘરના લોકો વાતચીત કરી રહ્યાં છે. ચાહકો પણ વહેતી ગંગામાં હાથ ધોઈ રહ્યાં છે. પૂછી રહ્યાં છે કે શું બંને હકીકતમાં સાથે છે.
આ પણ વાંચો: વરુણ ધવનની બેબી જ્હોન ફલોપ, અનેક થિયેટરમાંથી ઉતારી લેવાઈ
હવે શાલીને પોતાના અને ઈશાના સંબંધ પર પ્રતિક્રિયા આપી છે. મુંબઈમાં શાલીન સ્પોટ થયો. આ દરમિયાન પેપરાજીએ તેને પૂછ્યું કે શું તે અને ઈશા સાથે છે. પહેલા તો શાલીને સવાલને ઈગ્નોર કર્યો પછી વારંવાર એ બોલવા લાગ્યો કે ભાઈ શું કહી રહ્યા છો. શું પૂછી રહ્યા છો. એટલામાં વાતને ફેરવીને કહ્યું- હું છવાઈ રહ્યો છું. સલમાન ભાઈએ મારું નામ લીધું છે. એટલામાં તો શાલીન કાનને હાથ લગાવે છે અને માફી માગતા પ્રતિક્રિયા આપે છે. પછી એક નાની ચાહકને મળવા જતો રહે છે. કુલ મળીને શાલીને સવાલનો જવાબ આપવાનું ઈગ્નોર કરી દીધું છે.