પ્રિયંકા ચોપરા અને સોફી ટર્નરના સંબંધમાં કડવાશના સંકેત

Updated: Oct 15th, 2023


Google NewsGoogle News
પ્રિયંકા ચોપરા અને સોફી ટર્નરના સંબંધમાં કડવાશના સંકેત 1 - image


- સોશયલ મીડિયા પર એકબીજાને અનફોલો કર્યા

મુંબઇ : પ્રિયંકા ચોપરાના સાસરિયામાં હાલ ક્લેશ ચાલીરહ્યો છે. તેના જેઠ-જેઠાણી જો જોનાસ અને સોફી ટર્નર છૂટાછેડા લીધા છે. બન્નેનો સંતાનોની કસ્ટડીનો પણ વિવાદ ચાલીરહ્યો હતો.તેવામાં પ્રિયંકા અને જેઠાણીના સંબંધોમાં પણ કડવાશઆવીગઇ છે. બન્નેએ એકબીજાને સોશયલ મીડિયા પર અનફોલો કરીદીધા છે. 

એક સમય હતો જ્યારે પ્રિયંકા અને સોફી ટર્નર વચ્ચે સારા અને મૌત્રીસભર સંબંધો હતા. બન્ન દેરાણી-જેઠાણી કોઇ પણ ઇન્ટરવ્યુમાં એકબીજાના વખાણ કરતી સાંભળવા મળતી હતી. જો-સોફી અને નિક-પ્રિયંકા એક સાથે લંડન પણ શિફ્ટ થવાની તૈયારીમાં હતા. પરંતુ આ પહેલા જ જો અને સૌફીના છૂટાછેડા થઇ ગયા. જોકે પ્રિયંકાએ પોતાના જેઠ-જેઠાણીના છૂટાછેડા પર કોઇ કોમેન્ટ કરી નથી. 

જો જોનાસ અને સૌફીએ ૨૦૨૦માં લાસ વેગાસમાં લગ્ન કર્યા હતા. તેમને એક ત્રણ વરસની  અને ૧૫ મહિનાની પુત્રી છે. આ યુગલ સપ્ટેમ્બરમાં જ અલગ થઇ ગયું હતું. તેમણે આપસી સમતિથી છુટાછેડા લેવાનો નિર્ણય લીધો અને કાયમી માટે અલગ થઇ ગયા છે. 


Google NewsGoogle News