દીપિકાને લેડી સિંઘમ તરીકે રજૂ કરતી ફૂલ ફલેજ્ડ ફિલ્મ આવશે
- સિંઘમ અગેઈનમાં માત્ર કેમિયો કર્યો હતોે
- સિંઘમ અગેઈનનું દીપિકાનું પાત્ર લંબાવાશે, સ્ક્રિપ્ટ ફાઈનલ થઈ ગઈ
મુંબઇ : રોહિત શેટ્ટીની 'સિંઘમ અગેઇન ' માં દીપિકાએ લેડી સિંઘમના રોલમાં કેમિયો કર્યો હતો. પરંતુ, હવે આ પાત્રને જ વિસ્તારીને એક ફૂલ ફલેજ્ડ ફિલ્મ બનાવાશે.
રોહિત શેટ્ટીએ એક વાતચીત દરમિયાન જણાવ્યું હતુ ંકે, હું જે સ્ક્રિપ્ટની રાહ જોઇ રહ્યો હતો તે હવે મને મળી ગઇ છે. મારે હવે દીપિકાના પાત્રનો વિસ્તાર કરવો છે અને એ થશે જ. અમે હાલ સ્ટોરીને વધારે ડેવલપ કરી રહ્યા છીએ.
તે હવે એક લેડી કોપ યુનિવર્સ પણ ઊભું કરવા ઈચ્છે છે. દરમિયાન, 'સિંઘમ અગેઇન'માં જોકે, દીપિકાની ભૂમિકાની ટીકા થઈ છે. ચાહકોએ નિરાશા વ્યક્ત કરતાં કહ્યું છે કે દીપિકાએ બહુ ઓવરએક્ટિંગ કરી છે અને તે બહુ ઈરીટેટ કરે છે. તેમને દીપિકા પાસેથી એક ટફ લેડી કોપ જેવા રોલની અપેક્ષા હતી.
પરંતુ દીપિકાએ કોમેડી કરવાનો પ્રયાસ કર્યો છે અને તેમાં તે જરાયે ઈમ્પ્રેસ કરતી નથી.