મુંબઈની બિલ્ડિંગમાં અડધી રાતે લાગી આગ, માંડ માંડ બચ્યો સિંગર શાનનો પરિવાર
Image: Facebook
Fire in Mumbai Building: મુંબઈમાં મંગળવારે સવારે એક બહુમાળી રહેણાંક બિલ્ડિંગના એક એપાર્ટમેન્ટમાં આગ લાગી ગઈ. જાણકારી અનુસાર આ બિલ્ડિંગમાં ફેમસ સિંગર શાનનો પણ એપાર્ટમેન્ટ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર જ્યારે આગે એપાર્ટમેન્ટના એક ફ્લેટને પોતાની ચપેટમાં લઈ લીધો તો માહિતી મળતાં જ ફાયર વિભાગની ટીમે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી અને ઘણી ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે મોકલવામાં આવી.
ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો
ફાયર કર્મચારીઓએ મહેનતથી આગ પર કાબૂ મેળવી લીધો છે. આ ઘટનામાં કોઈની જાનહાનિની હાલ માહિતી સામે આવી નથી. સાથે જ આગ લાગવાના કારણોની પણ અત્યાર સુધી જાણકારી મળી નથી.
આ પણ વાંચો: અલ્લુ અર્જુન સામે કોંગ્રેસ નેતાએ નોંધાવી ફરિયાદ, 'પુષ્પા-2'ના આ સીન સામે વાંધો
વીડિયો સામે આવ્યો
આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કાળા ધૂમાડાના ગોટેગોટાને જોઈ શકાય છે. જેમાં બિલ્ડિંગની નીચે મોટી સંખ્યામાં ફાયર વિભાગની ગાડીઓ પણ નજર આવી રહી છે.
શાન અને તેનો પરિવાર છે સુરક્ષિત
રિપોર્ટ અનુસાર ઘટના સમયે શાન પોતાના પરિવારની સાથે તે બિલ્ડિંગમાં જ હતો પરંતુ તે તમામ સુરક્ષિત જણાવી રહ્યાં છે. આ જાણકારી સામે આવતાં જ સિંગરના ચાહકોએ રાહતનો શ્વાસ લીધો. આ આગ સાતમા માળે લાગી હતી જ્યારે ગાયક 11 માં માળ પર રહે છે. હાલ ઘટનાનું કારણ સ્પષ્ટ રીતે સામે આવ્યું નથી પરંતુ એવી અટકળો લગાવાઈ રહી છે કે શોટ સર્કિટના કારણે આ આગ લાગી હશે.
ઘણા સ્ટાર્સ માટે ગાઈ ચૂક્યો છે ગીતો
શાન બોલિવૂડનો ફેમસ સિંગર છે. તે પોતાના મખમલી અવાજ માટે જાણીતો છે. શરૂઆતી કરિયરમાં તે જાહેરાતો માટે જિંગલ્સ ગાતો હતો. તે બાદ તેણે ફિલ્મોમાં પણ ગાવાનું શરૂ કરી દીધું. અત્યાર સુધી તે શાહરુખ, રણબીર કપૂર, આમિર ખાન જેવા ઘણા સુપરસ્ટાર્સ માટે ગીત ગાઈ ચૂક્યો છે. સિંગિંગની સાથે અભિનયમાં પણ તે પોતાની કિસ્મત અજમાવી ચૂક્યો છે.