45 કરોડમાં બનેલી ફિલ્મની કમાણી માત્ર એક લાખ રુપિયા

Updated: Nov 8th, 2023


Google NewsGoogle News
45 કરોડમાં  બનેલી ફિલ્મની કમાણી માત્ર  એક લાખ રુપિયા 1 - image


- અર્જુન- ભૂમિની  ધી લેડી કિલર ફલોપમાં ટોપ

- મૂળ સ્ક્રિપ્ટ કરતાં અધૂરી ફિલ્મ બનાવીને રિલીઝ કરી દેવામાં આવી હોવાની કબૂલાત

મુંબઇ : અર્જુન કપૂર તથા ભૂમિ પેડનેકરની થ્રીલર ફિલ્મ 'ધી લેડી કિલર'ના નામે એક અનોખો રેકોર્ડ સર્જાયો છે. કુલ ૪૫ કરોડ રુપિયામાં બનેલી કહેવાતી આ ફિલ્મની બોક્સ ઓફિસ પર કમાણી માંડ એક લાખ રુપિયા થઈ છે. આ ફિલ્મ મૂળ સ્ક્રિપ્ટ કરતાં અડધીપડધી બનાવીને જ રીલીઝ કરી દેવામાં આવી હોવાની કબૂલાત પણ કરવામાં આવી છે. 

કહેવાય છે કે આ ફિલ્મના ડાયરેક્ટર  અજય બહેલ તથા કલાકારો અર્જુન કપૂર અને ભૂમિ પેડનેકર વચ્ચે ગંભીર મતભેદો સર્જાયા હતા. આથી, આ ફિલ્મ અડધી જ બનાવીને છોડી દેવામાં આવી હતી. એક દિવસ અચાનક તેનું ટ્રેલર રીલીઝ થયું હતું  અને તેના થોડા દિવસોમાં જ ફિલ્મ થિયેટરમાં રીલીઝ કરી દેવામાં આવી હતી. 

આ ફિલ્મ માટે ખુદ અર્જુન અને ભૂમિએ પણ કોઈ પ્રચાર કર્યો ન હતો. ફિલ્મ આખા દેશમાં માંડ ૧૨થી ૧૫ થિયેટરમાં રીલીઝ થઈ હોવાનું કહેવાય છે. પહેલા દિવસે તેને જોવા માટે પૂરા ૩૦૦ પ્રેક્ષકો પણ ન હતા મળ્યા અને તેનું પહેલા દિવસનું કલેક્શન ૩૮ હજાર રુપિયા થયું હતું. 

ઓટીટી પ્લેટફોર્મને વેચવા માટ ેએક ઔપચારિકતા રુપે જ અધૂરી ફિલ્મ ઉતાવળે થિયેટરમાં રીલીઝ કરી દેવાઈ હોવાનું કહેવાય છે. 

અજય બહેલે સ્ક્રિપ્ટના કેટલાય ભાગોનું શૂટિંગ જ નહીં થયું હોવાનું કબૂલ્યું છે. જોકે, તેણે પોતાના તથા કલાકારો વચ્ચેના મતભેદોની વાત નકારી છે.


Google NewsGoogle News