અક્ષય કુમારનું ભાગ્ય બદલશે જાણીતી અભિનેત્રી! 25 વર્ષ બાદ સાથે કરશે હોરર કોમેડી ફિલ્મ
Image: Facebook
Bhooth Bangla: પ્રિયદર્શનની 'ભૂત બંગલા' ને લઈને ચાહકો ખૂબ ઉત્સાહિત છે. પહેલા અક્ષય કુમાર અને પ્રિયદર્શનના લાંબા સમય બાદ થયેલા મેળાપે લોકોનું ધ્યાન ખેંચ્યું અને હવે તેની શાનદાર કાસ્ટ લોકોને આશ્ચર્યચકિત કરી રહી છે. લોકોનો ઉત્સાહ સતત વધતો જઈ રહ્યો છે. આ ફિલ્મ મોસ્ટ અવેટેડ હોરર કોમેડી ફિલ્મોમાંની એક છે અને આમાં જોવા માટે ઘણા રસપ્રદ પાસાઓ હશે. ફિલ્મની કાસ્ટ આને વધુ ખાસ બનાવવાની છે. પહેલા અક્ષય કુમાર અને પ્રિયદર્શનની જોડીને પરેશ રાવલનો સાથ મળ્યો. સેટથી સામે આવેલી ફોટો ખૂબ ચર્ચામાં રહી અને હવે આ ટીમને એક હસીનાનો સાથ મળી ગયો છે. હવે લાગી રહ્યું છે કે અક્ષય કુમારનું ભાગ્ય બદલાઈ જશે.
ફરી સાથે નજર આવશે જોડી
25 વર્ષ બાદ અક્ષય કુમાર અને તબ્બૂ એક સાથે મોડા પડદે નજર આવશે. હેરા ફેરી બાદ અક્ષય કુમાર અને તબ્બૂની આ પહેલી ફિલ્મ હશે. એક્ટ્રેસ, અક્ષય માટે એક વખત ફરી લેડી લક સાબિત થઈ શકે છે. બોલિવૂડના આ બે દિગ્ગજ જેમણે પોતાની શ્રેષ્ઠ અદાકારીથી દર્શકોના દિલોમાં સ્થાન બનાવ્યું છે. આટલા વર્ષો બાદ બંને ફરીથી એક સાથે નજર આવશે, જે દર્શકોની વચ્ચે એક ખાસ ઉત્સાહ પેદા કરી રહ્યું છે. અક્ષય અને તબ્બૂએ પહેલા પણ હેરાફેરી સિવાય તૂ ચોર મે સિપાહી જેવી ક્લાસિક ફિલ્મોમાં એક સાથે કામ કર્યું છે. આટલા વર્ષો બાદ તેમને ફરીથી એક સાથે જોવા ચાહકો માટે એક શ્રેષ્ઠ અનુભવ હશે.
અક્ષય ગળે મળ્યો
મેકર્સે પોતાના સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે, જેમાં અક્ષય કુમાર અને તબ્બૂ જયપુરના સેટ પર એકબીજાને ગળે મળતાં નજર આવી રહ્યાં છે. આ તસવીર તેમની વચ્ચેની ખાસ મિત્રતા અને કેમેરા સામેની કેમેસ્ટ્રીને દર્શાવે છે. જે ચાહકોની વચ્ચે એક નવી ઉત્સુકતાનું કારણ બની રહી છે. તેણે આગળ કેપ્શનમાં લખ્યુ છે, 'અમુક બાબતો સમયની સાથે સારી કરીને આઈકોનિક બની જાય છે.' ફિલ્મનું શૂટિંગ જયપુરમાં થઈ રહ્યું છે.
આ પણ વાંચો: નોકરાણીની બૂમો સાંભળીને દોડ્યો સૈફ અલી, જેહના રૂમમાં ઘૂસ્યો હતો શખસ: પોલીસ
ફિલ્મ સાથે જોડાયેલી જાણકારી
પ્રિયદર્શનના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ 'ભૂત બંગલા' ને શોભા કપૂર, એકતા આર કપૂર અને અક્ષય કુમારના પ્રોડક્શન હાઉસ 'કેપ ઓફ ગુડ ફિલ્મ્સ' ના બેનર હેઠળ પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે. ફિલ્મના કો-પ્રોડ્યુસર્સ ફારા શેખ અને વેદાંત બાલી છે અને આ બાલાજી ટેલીફિલ્મ્સના બેનર હેઠળ પ્રોડ્યુસ કરવામાં આવી છે. આની કહાની આકાશ એ કૌશિકે લખી છે, જ્યારે સ્ક્રીનપ્લે રોહન શંકર, અબિલાશ નાયર અને પ્રિયદર્શને તૈયાર કરી છે. ફિલ્મના ડાયલોગ્સ રોહન શંકરે લખ્યા છે. ભૂત બંગલા 2 એપ્રિલ 2026 એ થિયેટર્સમાં રિલીઝ થવા માટે તૈયાર છે.