Get The App

ઉષા ઊથ્થુપ પર બનશે બાયોપિક

Updated: Dec 23rd, 2022


Google News
Google News
ઉષા ઊથ્થુપ પર બનશે બાયોપિક 1 - image
IMAGE: Instagram



વર્લ્ડ ફેમસ ઉષા ઊથ્થુપ પોતાની આગવી શૈલીમાં ગાયકી માટે પ્રખ્યાત છે. તે દાયકાઓથી સંગીતની દુનિયા સાથે જોડાયેલી છે. તેણે બોલિવૂડ માટે ઘણા યાદગાર ગીતો ગાયા છે. તે એક એવું વ્યક્તિત્વ છે કે જેના પર ફિલ્મ નિર્માતાઓ બાયોપિક બનાવી શકે છે અને દર્શકોએ વિદ્યા બાલનને તેની ભૂમિકા ભજવવા માટે સૌથી વધુ યોગ્ય માની રહ્યાં છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉષાના જીવન પર બાયોપિક બનાવવાશે અને જ્યારે તેને પૂછવામાં આવ્યું કે સ્ક્રીન પર તેની ભૂમિકા કોણ ભજવી શકે છે, ત્યારે ભીડમાં રહેલા દરેક વ્યક્તિએ વિદ્યા બાલનનું નામ લીધું કારણ કે તેની પ્રતિભા અને કુશળતાને ધ્યાનમાં રાખીને, તે કોઈપણ ભૂમિકાને સરળતા અને  સંપૂર્ણતા સાથે નિભાવી શકે છે. વિદ્યા બાલનનું નામ જોઈને ઉષા રોમાંચિત થઈ ગઈ, કારણ કે તે પણ ઈચ્છે છે કે જો તેના પર કોઈ બાયોપિક બને તો વિદ્યા બાલન તેનો રોલ કરે. આ પહેલા વિદ્યા બાલને 'ધ ડર્ટી પિક્ચર'માં દર્શકોને પ્રભાવિત કર્યા હતા, જે તેની કારકિર્દીનો ટર્નિંગ પોઈન્ટ માનવામાં આવે છે. તેણે શકુંતલા દેવીનું પાત્ર પણ સિલ્વર સ્ક્રીન પર ખૂબ જ સારી રીતે ભજવ્યું હતું. સત્ય ઘટનાઓ પર આધારિત 'મિશન મંગલ'માં પણ વિદ્યા બાલને મહત્વની ભૂમિકા ભજવી હતી. વિદ્યા બાલનનું નામ જોઈને ઉષા રોમાંચિત થઈ ગઈ, કારણ કે તે પણ ઈચ્છે છે કે જો તેના પર કોઈ બાયોપિક બને તો વિદ્યા બાલન તેનો રોલ કરે.

Tags :