શકિરાના વતનમાં તેનું 21 ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમા સ્થાપિત
- શકિરાએ ફોટા શેર કરીને ખુશી વ્યક્ત કરી
- શકિરાના સિગ્નેચર બેલી ડાન્સ પોઝમાં પ્રતિમાઃ જોકે, નેમ પ્લેટમાં સ્પેલિંગમાં ભૂલ
મુંબઇ : શકિરાનાં હોમ ટાઉન બેરેંક્વિલામાં તેની ૨૧ ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમા મુકવામાં આવી છે. આ પ્રતિમાનું અનાવરણ તેના માતાપિતાએ જ કર્યું હતું. આ પ્રતિમાની તસવીરો શેર કરતાં શકિરા ગદગદ થઈ ગઈ હતી.
૪૬ વરસની શકીના આ પ્રતિમા બૈંરેક્વિલામાં નદીના કિનારે આવેલા એક પાર્કમાં મુકવામાં આવી છે. શકીરના આ ૬.૫૦ મીટર લાંબી પ્રતિમાં કાંસાથી બનાવામાં આવી છે. પ્રતિમામાં શકીરાના લહેરાતા સ્કર્ટને એલ્યૂમીનિયમથી તૈયાર કરવામાં આવ્યું છે. કહેવાય છે કે, તેના સ્કર્ટનો આ અંદાજ સમુદ્ર અને નદીની લહેરોનો પ્રતીક છે. શકિરાના સિગ્નેચર બેલી ડાન્સ પોઝમાં આ પ્રતિમા સ્થાપવામાં આવી છે.
શકિરાના વિશ્વભરના ચાહકોએ આ પ્રતિમા માટે આનંદ વ્યક્ત કર્યો હતો અને તેને અભિનંદન આપ્યાં હતાં. જોકે, પ્રતિમા નીચેની નેમ પ્લેટમાં શકિરાના નામમાં ભૂલ જણાતાં ચાહકોએ તેના વિશે આક્રોશ પણ વ્યક્ત કર્ય ોહતો અને સ્થાનિક સત્તાધીશો આ ભૂલ સુધારી લેશે તેવી આશા વ્યક્ત કરી હતી.