VIDEO : દાદા સાહેબ ફાળકે એવોર્ડ લેતા સમયે ઈમોશનલ થયા વહીદા રહેમાન, તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠ્યો હોલ

નેશનલ ફિલ્મ એવોર્ડસમાં દિગ્ગજ એક્ટ્રસ વહીદા રહેમાનને દાદા સાહેબ ફાળકે લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે.

Updated: Oct 17th, 2023


Google NewsGoogle News
VIDEO : દાદા સાહેબ ફાળકે એવોર્ડ લેતા સમયે ઈમોશનલ થયા વહીદા રહેમાન, તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠ્યો હોલ 1 - image
Image Twitter 

તા. 17 ઓક્ટોબર 2023, મંગળવાર 

69th National Film Awards: નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં દિગ્ગજ એક્ટર વહીદા રહેમાનને દાદા સાહેબ ફાળકે લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. ભારતના રાષ્ટ્રાપતિ દ્રોપદી મુર્મુના હસ્તે તેમને સન્માનિત કરવામાં આવ્યા. આ દરમ્યાન વહીદા રહેમાનની આંખોમાં આંસુ જોવા મળ્યા હતા. તેમજ હોલમાં હાજર દરેક લોકોએ ઊભા થઈને એક્ટ્રસને સન્માન આપ્યું હતું અને તાળીઓના ગડગડાહટથી તેમનું અભિવાદન કર્યુ હતું.

આજે હું જે મુકામ પર ઉભી છું, તે મારી પ્યારી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કારણે જ છું :વહીદા રહેમાન

એવોર્ડ લીધા પછી વહીદા રહેમાને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ, કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર અને અને જુરી મેંબર્સનો આભાર વ્યક્ત કર્યો હતો. તે બાદ વહીદાએ કહ્યુ કે, મને વધુ સન્માન મેહસુસ થઈ રહ્યુ છે. પરંતુ આજે જે મુકામ પર હું ઉભી છું, તે મારી પ્યારી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કારણે જ છું. મને કિસ્મતથી ખૂબ સારા ટોપના ડાયરેક્ટર્સ, પ્રોડ્યુસર્સ, ફિલ્મ મેકર્સ, ટેક્નીશિયંસ, રાઈટર્સ, ડાયલોગ રાઈટર્સ અને મ્યુઝિક ડાયરેક્ટર્સ સહિત દરેકનો ખૂબ જ સહયોગ મળ્યો છે. મને દરેક લોકોએ ખૂબ જ પ્રેમ આપ્યો છે. 

ફિલ્મ ઈન્ટસ્ટ્રી સાથે શેર કર્યો એવોર્ડ

વહીદા રહેમાને વધુ વાત કરતા કહ્યું, છેલ્લે વાળ, કોસ્ટ્યુમ ડિઝાઈનર અને મેકઅપ આર્ટિસ્ટનો પણ સહયોગ રહેલો છે. એટલા માટે એવોર્ડમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દરેક ડિપાર્ટમેન્ટ સાથે શેર કરવા ઈચ્છું છું, કારણ શરુઆતના દિવસોમાં મને ખુબ પ્રેમ આપ્યો છે સપોર્ટ કર્યો છે. કોઈ પણ એકલો વ્યક્તિ ફિલ્મ નથી બનાવી શકતો,  તે દરેકને બધાની જરુર પડતી હોય છે. 



Google NewsGoogle News