હું VIP નથી? એરપોર્ટના રિઝર્વ લાઉન્ઝમાં નીના ગુપ્તાને ન મળી એન્ટ્રી, એકટ્રેસનું છલક્યુ દર્દ

Updated: Oct 5th, 2023


Google NewsGoogle News
હું VIP નથી? એરપોર્ટના રિઝર્વ લાઉન્ઝમાં નીના ગુપ્તાને ન મળી એન્ટ્રી, એકટ્રેસનું છલક્યુ દર્દ 1 - image


નવી મુંબઇ,તા. 5 ઓક્ટોબર 2023, ગુરુવાર 

બોલિવૂડમાં વર્ષોથી પોતાના દમદાર અભિનયથી લોકોના દિલો પર રાજ કરતી અભિનેત્રી નીના ગુપ્તા સાથે તાજેતરમાં બરેલી એરપોર્ટ પર કંઈક એવું બન્યું હતું, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. નીના ગુપ્તા 64 વર્ષની ઉંમરે પણ સ્ક્રીન પર ઘણી એક્ટિવ છે. 

નીના તાજેતરમાં બરેલીમાં હતા. જો કે, એરપોર્ટ પર રાહ જોતી વખતે તેમને રિઝર્વ લોન્જમાં એન્ટ્રી લેતી વખતે અટકાવવામાં આવ્યા હતા. આ ઘટના સંદર્ભે એક વીડિયો શેર કરીને નીનાએ લોકોનું ધ્યાન આ બાબત તરફ દોર્યું હતુ. વીડિયોમાં નીના હુપ્તા એરપોર્ટ ઓથોરિટી પર પોતાનો ગુસ્સો નીકાળી રહ્યાં છે. 

વીડિયોમાં શું કહ્યું? 

એરપોર્ટ પરથી એક વીડિયો જાહેર કરતા નીના ગુપ્તાએ કહ્યું કે, 'હું બરેલી એરપોર્ટ પરથી બોલી રહી છું. આ લો રિઝર્વ લોન્જ છે, જ્યાં હું એકવાર જઈને બેઠી હતી પણ આજે મને અંદર એન્ટ્રી આપવામાં આવી નહીં. મને લાગ્યું કે આ આરક્ષિત લાઉન્જ VIP લોકો માટે છે. મને લાગતું હતું કે, હું VIP છું, પરંતુ હું હજી VIP બની નથી. VIP બનવા માટે તમારે ઘણી મહેનત કરવી પડશે. ઠીક છે, હું VIP બનવા માટે સખત મહેનત કરીશ. તમારો ખૂબ ખૂબ આભાર.'

નીના ગુપ્તાના વીડિયોથી સ્પષ્ટ છે કે, તેને બરેલી એરપોર્ટના રિઝર્વ્ડ લોન્જમાં બેસવા દેવામાં આવ્યા નહી. જોકે, તે પહેલા પણ તે લાઉન્જમાં આવી ચૂકી છે. પીઢ અભિનેત્રીનો આ વીડિયો સામે આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. ચાહકો નીનાનું સમર્થન કરી રહ્યા છે અને એરપોર્ટ ઓથોરિટી સામે તેમની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. 

એક યુઝરે લખ્યું છે કે, - તમે અમારા બધા માટે VIP છો. અન્ય એક યુઝરે લખ્યું છે કે, એરપોર્ટ ઓથોરિટીએ કલાકાર સાથે આવો વ્યવહાર ન કરવો જોઈએ. 


Google NewsGoogle News