600 કરોડની કલ્કી 2898 એડીમાં 16 મોટા કલાકારો

Updated: Jun 8th, 2024


Google NewsGoogle News
600 કરોડની કલ્કી 2898 એડીમાં 16 મોટા કલાકારો 1 - image


- ફિલ્મનું બજેટ 600 કરોડે પહોંચ્યું

- વિજય દેવરકોંડા, દુલકિર સલમાન, મૃણાલ ઠાકુર અને શોભના જેવા કલાકારોનો કેમિયો

મુંબઇ : અભિનેતા પ્રભાસની આગામી ફિલ્મ 'કલ્કિ ૨૮૯૮ એડી' માં પ્રભાસ સાથે દીપિકા પદુકોણ, અમિતાભ જેવા બોલીવૂડના ટોચના કલાકારો પણ કામ કરી રહ્યા છે. ફિલ્માં જેમનું નામ બહુ જાણીતું હોય તેવા ૧૬ કલાકારો છે અને તેમાંથી ચાર કલાકારો તો કેમિયો  કરી રહ્યા છે. 

ફિલ્મમાં કેમિયો કરતા જોવા મળનનારા  ટોચના સિતારાઓમાં વિજયદેવરકોંડા, દુલકર સલમાન, મૃણાલ ઠાકુર અને શોભના જેવા નામ સામેલ છે. ઉપરાંત  ફિલ્મમાં કમલ હાસન, દિશા પટાણી, બ્રહ્માનંદ, કીર્તિ સુરેશ સહિતના કલાકારોનો પણ કાફલો છે. 

અનેક કલાકારાની હાજરી ે તથા સાઈફાઈ થીમ   ધરાવતી ફિલ્મમાં વીએફએક્સ તથા કમ્યુટર ગ્રાફિક્સના ઉપયોગના કારણે  ફિલ્મનું બજેટ ૬૦૦ કરોડને આંબી ગયુ ંછે.લાંબા સમયથી મોટા પાયે સફળતા ઝંખી રહેલા પ્રભાસ માટે આ બહુ મહત્વની ફિલ્મ છે. આ મહિનાના અંતે આ ફિલ્મ રીલિઝ થવાની છે. 


Google NewsGoogle News