યશ -કિયારાની ટોક્સિકમાં 50 થી 70ના દાયકાની રીટ્રો થીમ
- તે સમયના ડ્રગ કારોબારની વાર્તા હશે
- ટોક્સિકમાં નયનતારા, હુમા કુરેશી તથા શ્રુતિ હાસન પણ મહત્વની ભૂમિકામાં હશે
મુંબઇ : યશની આગામી ફિલ્મ 'ટોક્સિક'માં રીટ્રો થીમ હશે. તેમાં ૧૯૫૦થી ૧૯૭૦ના દાયકાના ડ્રગના કારોબારની વાર્તા દર્શાવાશે એમ જાણવા મળ્યું છે.
આ ફિલ્મના યશના સહકલાકારોમાં નયનતારા, કિયારા અડવાણી, હુમા કુરેશી અને શ્રુતિ હાસનનો પણ સમાવેશ થાય છે. નયનતારાવાળો રોલ અગાઉ કરીના કપૂર કરવાની હતી. જોેકે, છેલ્લી ઘડીએ તેના સ્થાને નયનતારા ગોઠવાઈ ગઈ હતી. યશ અને નયનતારા આ ફિલ્મમાં ભાઈ બહેનના રોલમાં હશે ેએમ કહેવાય છે.
ફિલ્મનું બેગ્લુરુમાં એક શિડયૂલ પૂર્ણ થઈ ચૂક્યું છે. હવે પછીનું શિડયૂલ યુકેમાં છે. યુકેમાં કેટલાક મહિનાઓ સુધી શૂટિંગ ચાલશે તેવો દાવો થાય છે.
યશને 'કેજીએફ' સીરિઝથી હિંદી દર્શકોમાં પણ ભારે લોકપ્રિયતા મળી છે. તે પછી આ ફિલ્મની પાન ઈન્ડિયા સફળતા પર તેનો મોટો મદાર છે. આ ઉપરાંત તે રણબીર કપૂર અને સાઈ પલ્લવીની 'રામાયણ' ફિલ્મમાં પણ રાવણની ભૂમિકામાં હશે એમ કહેવાય છે.