કાંતારા ચેપ્ટર વનના વોર સીન માટે 500 ફાઈટર્સ તૈયાર કરાયા
- ભારતીય સિનેમાનું યાદગાર વોર દ્રશ્ય હશે તેવો દાવો
- ઋષભ શેટ્ટીએ હોર્સ રાઇડિંગ, તલવારબાજી અને કલારીપાયટ્ટુની તાલીમ લીધી
મુંબઇ : ઋષભ શેટ્ટીની 'કાંતારા ચેપ્ટર વન'ના વોર સીન માટે ૫૦૦ ફાઈટર્સ તૈયાર કરાયા હોવાનો દાવો થઈ રહ્યો છે. ફિલ્મમાં એક એપિક વોર સીન હશે. દાવા અનુસાર ભારતીય સિનેમાનો આ સૌથી યાદગાર વોર સીન બનશે. તેના માટે ખુદ ઋષભ શેટ્ટીએ હોર્સ રાઈડિંગ, તલવાર બાજી અને કલારીપાયટ્ટુની તાલીમ મેળવી છે.
આ ફિલ્મના પહેલા પાર્ટને ઝાઝો રિસપોન્સ મળ્યો હોવાથી હવે બીજા ભાગ માટે લોકોની અપેક્ષાઓ વધી ગઈ છે. ફિલ્મની ટીમ પણ બાબતે સભાન છે. આથી તેઓ આ પ્રીકવલ માટે પૂરતી તૈયારી કરી રહ્યા છે.
ઋષભ શેટ્ટી હાલ આ ફિલ્મનું શૂટિંગ કરીરહ્યો છે. ફિલ્મ આ વરસે જ થિયેટરોમાં રીલિઝ કરવામાં આવશે. જોકે, હજુ સુધી રીલિઝ ડેટ જાહેર થઈ નથી.