'વેલકમ ટુ ધ જંગલ'ના એક ગીતમાં 500 બેકગ્રાઉન્ડ ડાન્સરો
- અક્ષય અને દિશા સહિત 28 અભિનેતાઓ ભવ્ય ડાન્સ નંબરમાં દર્શકોને ડોલાવશે
મુંબઇ : વેલકમ ટુ ધ જંગલની તડામાર તૈયારીઓ થઇ રહી છે. આ ફિલ્મમાં સંગીત, કોમેડી અને રોમાંચકારી એકશનનું મિશ્રણ જોવા મળવાનું છે. હવે આ ફિલ્મને વધુ રોમાંચિત કરવા માટે એક ભવ્ય આઇટમ સોન્ગ સમાવામાં આવવાનું છે. જેમાં ફિલ્મના મુખ્ય કલાકાર અક્ષય કુમાર અને દિશા પટાણીની સાથે ૨૮ અન્ય અભિનેતાઓ અને ૫૦૦ બેકગ્રાઉન્ડ ડાન્સરોને સામેલ કરવામાં આવશે. આ ગીતનું શૂટિંગ મુંબઇમાં બનાવેલા એક શાનદાર સેટ પર એપ્રિલ મહિનાના અંતમાં કરવામાં આવશે.પ્રથમ વખત બોલીવૂડની એક ફિલ્મમાં ૩૦ થી અધિક કસાકારો એક ગીતમાં એકસાથે જોવા મળશે. આ ગીતને જાણીતા કોરિયોગ્રાફર ગણેશ આચાર્યએ કોરિયોગ્રાફ કર્યું છે.
અને આનંદ રાજ આનંદે સંગીત આપ્યું છે.
ભાર ભરખમ બજટમાં બનનારી વલકમ ટુ ધ જંગલમાં અક્ષય કુમાર અને દિશા પટાણી સહિત બોલીવૂડના ટોચના કલાકારો પણ કામ કરતા જોવા મળવાના છે.
વલકમ ટુ ધ જંગલનું નિર્માણ ફિરોઝ એ નડિયાદવાળાનું અને દિગ્દર્શન અહમદ ખાનનું છે. ફિલ્મ ૨૦ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ રિલીઝ કરવામાં આવશે.