Get The App

10 વર્ષમાં 5 ફિલ્મો, જેમાંથી 2 હતી મહાફ્લોપ, તેમ છતા આ સુપરસ્ટાર કરે છે કરોડોની કમાણી

Updated: Jan 13th, 2024


Google NewsGoogle News
10 વર્ષમાં 5 ફિલ્મો, જેમાંથી 2 હતી મહાફ્લોપ, તેમ છતા આ સુપરસ્ટાર કરે છે કરોડોની કમાણી 1 - image


Image Source: Facebook

મુંબઈ, તા. 13 જાન્યુઆરી 2024 શનિવાર

ઋતિક રોશને છેલ્લા 10 વર્ષોમાં માત્ર 6 ફિલ્મો કરી છે. જેમાંથી લગભગ 2 ફિલ્મો જ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી શકી છે. 2 વર્ષ પહેલા 2022માં રિલીઝ થયેલી ફિલ્મ વિક્રમ વેધા ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર ઊંધા માથે પછડાઈ. 2014થી લઈને 2024 સુધી 10 વર્ષમાં ઋતિક રોશને માત્ર 2 જ સુપરહિટ ફિલ્મો આપી છે. તેમ છતાં ઋતિક રોશનની નેટવર્થમાં ચોંકાવનારો વધારો થયો છે. 10 વર્ષમાં ઋતિક રોશનની નેટવર્થ 85 કરોડથી વધીને 622 કરોડને પાર પહોંચી ગઈ છે. 10 વર્ષમાં 2 હિટ ફિલ્મો આપનાર ઋતિક રોશનના સ્ટારડમ પર સહેજપણ ફરક પડ્યો નથી. ઋતિક રોશને 10 વર્ષમાં દરરોજ 3.26 લાખ રૂપિયાની કમાણી કરી છે. સાથે જ નેટવર્થમાં 1170 ટકાનો વધારો થયો છે. 

2014માં આવેલી ઋતિક રોશનની ફિલ્મ 'બેંગ બેંગ' સેમી હિટ રહી હતી. જે બાદ ઋતિક રોશને વર્ષ 2016માં 'મોહેં-જો-દડો' ફિલ્મ કરી હતી. આ ફિલ્મ 138 કરોડ રૂપિયાના મોટા બજેટની સાથે બની હતી અને લગભગ 74 કરોડ રૂપિયાની કમાણી કરી શકી હતી.

આ ફિલ્મ બાદ ઋતિક રોશનની 2017માં ફિલ્મ કાબિલ રિલીઝ થઈ જે બોક્સ ઓફિસ પર ઊંધા માથે પછડાઈ. વર્ષ 2019માં ઋતિક રોશનની ફિલ્મ સુપર 30 એ તેમની લાજ બચાવી અને ફિલ્મ હિટ રહી. જે બાદ 2019માં જ રિલીઝ થયેલી ફિલ્મ વોર એ પણ બોક્સ ઓફિસ પર સારુ કલેક્શન કર્યું. 2022માં રિલીઝ થયેલી વિક્રમ વેધા મહાફ્લોપ સાબિત થઈ. જે બાદ પણ ઋતિક રોશનના સ્ટારડમ પર સહેજપણ ફરક પડ્યો નહીં. 51 વર્ષની ઉંમરમાં પણ ઋતિક રોશનનું સ્ટારડમ અકબંધ છે. ઋતિકે 2014થી લઈને અત્યાર સુધી દરરોજ 3.28 લાખ રૂપિયાની કમાણી કરી છે.

2014માં એક રિપોર્ટ અનુસાર ઋતિક રોશનની નેટવર્થ 85 કરોડ રૂપિયા ગણાવી હતી. સૌથી અમીર સ્ટાર્સમાં ઋતિક રોશન 9માં નંબરે રહ્યા હતા. વર્ષ 2020ના એક રિપોર્ટ અનુસાર ઋતિક રોશનની નેટવર્થ 622 કરોડને પાર પહોંચી ગઈ છે. નેટવર્થની સાથે જ ઋતિક રોશનની પાસે મુંબઈમાં આલીશાન બંગલા અને લગ્ઝરી કારોનું પણ કલેક્શન છે. ઋતિક રોશનનો મુંબઈના જુહૂ વિસ્તારમાં સીફેસિંગ એપાર્ટમેન્ટ છે જેની કિંમત 100 કરોડ રૂપિયાથી પણ વધુની છે.

આ સાથે જ ઋતિક રોશનની પાસે રોયલ્સ રોયસની ઘોસ્ટ સિરીઝની કાર છે જેની કિંમત 7 કરોડ રૂપિયાથી વધુ છે. આ સિવાય બીએમડબલ્યૂ સહિત ઘણી લગ્ઝરી કારનું પણ કલેક્શન છે. ઋતિક રોશન પોતાની દરેક ફિલ્મ માટે 80-85 કરોડ રૂપિયાની ફી ચાર્જ કરે છે. હવે ઋતિક રોશનની 2024માં 3 ફિલ્મો રિલીઝ માટે તૈયાર છે. જેમાંથી ફાઈટર, વોર, ક્રિસ-4 બોક્સ ઓફિસ પર ધૂમ મચાવશે.


Google NewsGoogle News