Get The App

બિગ બોસ OTT વિજેતા એલ્વિશ યાદવ ફસાયો, વન્યજીવોની તસ્કરી, રેવ પાર્ટીનો આરોપ, FIR દાખલ

નોઈડા પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી હતી

એલ્વિશ યાદવની ગમે ત્યારે ધરપકડની શક્યતા

Updated: Nov 3rd, 2023


Google NewsGoogle News
બિગ બોસ OTT વિજેતા એલ્વિશ યાદવ ફસાયો, વન્યજીવોની તસ્કરી, રેવ પાર્ટીનો આરોપ, FIR દાખલ 1 - image

image : IANS



Big Boss winner Elvish yadav in Trouble| બિગ બોસ વિનર રહી ચૂકેલા યુટ્યુબર એલ્વિશ યાદવ મોટી મુશ્કેલીમાં ફસાયો છે. નોઈડા પોલીસે (Noida Police File FIR Against Elvish Yadav)  તેની સામે FIR દાખલ કરી છે. આ મામલો વન્યજીવ સંરક્ષણ સાથે સંકળાયેલો છે. માહિતી અનુસાર એલ્વિશ પર તસ્કરીથી લઈને ગેરકાયદે રીતે રેવ પાર્ટી આયોજિત કરવાનો પણ આરોપ છે. તે તસ્કરી કરનારા લોકો સાથે પણ જોડાયેલો હોવાનો દાવો કરાઈ રહ્યો છે. 

કઈ રીતે થયો ખુલાસો? 

માહિતી અનુસાર એક એનજીઓએ સ્ટિંગ ઓપરેશન (NGO Sting Operation)  કરી નોઈડા પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે જ નોઈડા પોલીસે આ કાર્યવાહી કરી છે. માહિતી અનુસાર નોઈડા પોલીસે સેક્ટર 49માં દરોડા પાડી 5 લોકોની ધરપકડ કરી લીધી હતી. પોલીસને અહીંથી 5 કોબરા સાંપ અને તેમનો ઝેર મળી આવ્યા હતો.

ધરપકડ કરાયેલા લોકોએ નામ આપ્યું 

માહિતી અનુસાર પોલીસે જ્યારે ધરપકડ કરાયેલા લોકોની પૂછપરછ કરી તો તેમણે બિગ બોસમાં વિજેતા બનેલા એલ્વિશ યાદવનું નામ આપ્યું હતું. પોલીસે પણ એલ્વિશ સામે તેના આધારે એફઆઈઆર દાખલ કરી દીધી છે. આ એફઆઈઆર પીપલ ફોર એનિમલમાં એનિમલ વેલફેર ઓફિસરના પદે કાર્યરત ગૌરવ ગુપ્તાએ નોંધાવી હતી. આ મામલે મેનકા ગાંધીએ પણ એલ્વિશ યાદવને કિંગપિન ગણાવતાં તેની ધરપકડની માગણી કરી હતી. મેનકા ગાંધીએ કહ્યું કે લોકો ટીઆરપી અને વીડિયો માટે કંઈપણ કરી રહ્યા છે. ગમે તે હદ વટાવી રહ્યા છે. 


Google NewsGoogle News