Get The App

પાતળી-દુબળી થઈ 'ડર્ટી પિક્ચર' ની સિલ્ક, કસરત ન કરી તોય મેળવ્યું સ્લિમ ફિટ ફિગર, ફેન્સ ચોંક્યા

Updated: Oct 28th, 2024


Google NewsGoogle News
પાતળી-દુબળી થઈ 'ડર્ટી પિક્ચર' ની સિલ્ક, કસરત ન કરી તોય મેળવ્યું સ્લિમ ફિટ ફિગર, ફેન્સ ચોંક્યા 1 - image
Image Twiter 

Vidya Balan Weight Loss : હાલમાં વિદ્યા બાલન તેના વજન ઘટાડવાને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુમાં અભિનેત્રીએ જણાવ્યું કે તેનું વજન કેમ ઘટ્યું છે.  વિદ્યાએ કહ્યું કે, મને સારી રીતે યાદ છે કે એક પ્રેસ કોન્ફરન્સમાં કોઈએ મને ટોણા મારતા પૂછ્યું હતું કે, શું તમે મહિલાઓ પરની ફિલ્મો કરવાનું ચાલુ રાખશે કે પછી તે થોડું વજન પણ ઘટાડશે?

આ પણ વાંચો : રક્ત બ્રહ્માંડ સીરિઝમાં આદિત્ય અને અલી ફઝલનો સત્તા સંઘર્ષ હશે

મેં મારું આખું જીવન 'ફેટ વુમન'ના લેબલ સાથે 

"મેં કહ્યું કે પહેલા તમારે તમારું મગજ પતળું કરવાની જરુર છે. આ પ્રશ્નનો મતલબ શું છે? જ્યાં મોટાપા હોવુ જોઈએ, ત્યાં તો છે નહીં. હું એ કહેવા માંગુ છું કે દર્શકો, ફિલ્મ નિર્માતાઓ, ડાયરેક્ટરો તેમજ બીજા બધાએ મને જે રીતે પસંદ કરી છે. મેં મારું આખું જીવન 'ફેટ વુમન'ના લેબલ સાથે જીવ્યું છે. પરંતુ હું ક્યારેય એવું નહોતી ઈચ્છતી કે મને આ ટેગ મળે. "

આજકાલ 'ફેટ' શબ્દનો ઉપયોગ ખરાબ શબ્દ તરીકે

"હું ક્યારેય જાડી થવા નહોતી માંગતી. આજકાલ 'ફેટ' શબ્દનો ઉપયોગ ખરાબ શબ્દ તરીકે કરવામાં આવે છે. પરંતુ મને નથી લાગતું કે, તેને આ રીતે લેવું જોઈએ. કારણ કે દુનિયામાં પાતળી અને જાડી મહિલાઓ પણ છે. જો કે, આજના સમયમાં આ શબ્દનો ઉપયોગ શરમ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. કારણ કે લોકો એવી રીતે બોલે છે કે વ્યક્તિ શરમમાં મુકાઈ જાય છે. મેં મારી આખી જીંદગી હંમેશા પાતળી રહેવાની કોશિશ કરી હતી. મેં ઘણી ડાયટ ફોલો કરી અને એક્સરસાઇઝ પણ કરી. ઘણી વખત હું પાતળી થઈ જતી, પરંતુ ફરીથી મારું વજન વધી જતું."

આ પણ વાંચો : પ્રસિદ્ધ કથાવાચક જયા કિશોરી થયા જોરદાર ટ્રોલ, ગાયના ચામડાથી બનેલી રૂ.2 લાખની બેગ વાપરવાનો આરોપ

 મેં કંઈપણ કર્યા વિના વજન ઘટાડ્યું

"હું કંઈ એવું કાંઈ ખાસ ખાતી પણ નથી, છતાં પણ મારું વજન વધી રહ્યું હતું. આ વર્ષે હું ચેન્નાઈમાં એક ન્યુટ્રિશનલ ગ્રુપને મળી હતી. તેઓએ મને કહ્યું કે, આ ચરબી નથી, પણ બળતરા છે. તેમણે મને એવા આહાર લેવા પર ભાર મૂક્યો જેમાં બળતરાયુક્ત ખોરાક ન હતો. અને મેં કંઈપણ કર્યા વિના વજન ઘટાડ્યું. હું શાકાહારી છું અને મને ખબર નહોતી કે પાલક અને રોટલી મારા માટે અનુકૂળ નથી.શાકભાજી આપણા માટે સારી છે, પરંતુ તમારે એ પણ જાણવું જોઈએ કે, કઈ શાકભાજી તમારા માટે સારી નથી. તેથી ક્યારેય કોઈની બોડી પર જજ ન કરો. તેને જેમ છે તેમ રહેવા દો."


Google NewsGoogle News