Get The App

રિલેશનમાં રહીશ પણ લગ્ન નહીં કરું...', ગ્લેમરસ એક્ટ્રેસને કઈ વાતનો છે ડર?

Updated: Dec 26th, 2024


Google News
Google News
રિલેશનમાં રહીશ પણ લગ્ન નહીં કરું...', ગ્લેમરસ એક્ટ્રેસને કઈ વાતનો છે ડર? 1 - image


Shruti Haasan Do Not Want To Get Married: ગ્લેમરસ એક્ટ્રેસ શ્રુતિ હાસન પોતાની પર્સનલ લાઈફને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. એક્ટ્રેસે લગ્ન ન કરવાનો નિર્ણય લીધો છે. જોકે, એવું નથી કે એક્ટ્રેસ કોઈને પ્રેમ પણ નહીં કરશે. એક્ટ્રેસે જણાવ્યું કે, હું રિલેશનમાં રહેવા માટે રાજી છું, પરંતુ લગ્નનું કમિટમેન્ટ નહીં કરું. એક ઈન્ટરવ્યુમાં એક્ટ્રેસને પૂછવામાં આવ્યું કે, શું તમે ક્યારેય લગ્ન ન કરવાના પોતાના નિર્ણય પર હજુ પણ કાયમ છો? તેના જવાબમાં એક્ટ્રેસે કહ્યું કે, 'હા'. હું લગ્ન નહીં કરું.

ક્ટ્રેસને કઈ વાતનો છે ડર? 

શ્રુતિએ કહ્યું કે, મને રિલેશનશીપથી પ્રેમ છે, રોમાન્સથી મને પ્રેમ છે. રિલેશનમાં રહેવું પસંદ છે, પરંતુ કોઈની સાથે વધારે અટેચ થવાથી મને ડર લાગે છે. એક્ટ્રેસે જણાવ્યું કે, લગ્નને લઈને હું જૂના એક્સપીરિયન્સને પ્રાથમિકતા નથી આપતી. મારા ઘણા મિત્રો છે જે લગ્નમાં સક્સેસફુલ છે. થોડા સમય પહેલા જ શ્રુતિ હાસનનો એક્સ બોયફ્રેન્ડ સાથે સબંધ તૂટી ગયો હતો. બંને લિવ ઈન રિલેશનમાં રહી રહ્યા હતા. 

આ પણ વાંચો: VIDEO: મોઝામ્બિકમાં ચૂંટણી બાદ હિંસક દેખાવ, 1500 કેદી જેલથી ફરાર, અનેક ગુજરાતી લૂંટાયા, હિંસામાં 150નાં મોત

શ્રુતિ હાસનની પ્રોફેશનલ લાઈફ

એક્ટ્રેસના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે ફિલ્મ 'કૂલી' માં થલાઈવા રજનીકાંત સાથે દેખાશે. આ ફિલ્મ લોકેશ કનગરાજે ડાયરેક્ટ કરી છે. એક્ટ્રેસની સાલાર 2 પણ પાઈપલાઈનમાં છે. શ્રુતિએ હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. પરંતુ સક્સેસ ન મળતાં તે સાઉથની ફિલ્મો પર ફોકસ કરવા લાગી છે.

Tags :