કલ્કિ ટૂનું 35 ટકા શૂટિંગ થઈ ગયું, દીપિકા ફરી માતા તરીકે દેખાશે
- આગામી ફેબુ્ર કે માર્ચથી શૂટિંગ આગળ વધશે
- દીપિકા મેટરનિટી લીવ બાદ સૌથી પહેલાં આ ફિલ્મનું શૂટિંગ હાથ ધરશે
મુંબઈ: દીપિકા પદુકોણ અને પ્રભાસની ફિલ્મ 'કલ્કિ, ૨૮૯૮ એડી'ના બીજા ભાગનું ૩૫ ટકા શૂટિંગ પૂર્ણ થઈ ચૂક્યું છે. હવે નવું શિડયૂલ આગામી ફેબુ્રઆરી કે માર્ચથી શરુ થવાનું છે.
આ ફિલ્મની નિર્માતા સ્વપ્ના દત્ત તથા પ્રિયંકા દત્તે ગોવામાં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન 'કલ્કિ'ની સીકવલની પ્રગતિની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે યોગાનુયોગે દીપિકા જે સમયે પ્રેગનન્ટ હતી તે જ વખતે તેણે 'કલ્કિ'ના પહેલા ભાગમાં માતા તરીકેનાં દ્રશ્યોનું શૂટિંગ કર્યું હતું. હવે દીપિકા મેટરનિટી લીવ પછી સૌથી પહેલું શૂટિંગ પણ આ જ ફિલ્મના બીજા ભાગ માટે કરવાની છે. બીજા ભાગમાં પણ દીપિકા એક માતા તરીકે દેખાવાની છે.
તેમણે જણાવ્યું હતું કે ફિલ્મના એક હિસ્સાનું શૂટિંગ થઈ ચૂક્યું છે. બાકીના હિસ્સા માટે હજુ પ્રિ પ્રોડક્શન વર્ક ચાલી રહ્યું છે.
પહેલા ભાગની જેમ બીજા ભાગને પણ વિશ્વ સ્તરે બહુ ભવ્ય રીતે રીલિઝ કરાશે. બીજા ભાગમાં કમલ હાસન મુખ્ય વિલનની ભૂમિકામાં હશે. જ્યારે દિશા પટાણી પણ મહત્વની ભૂમિકામાં દેખાશે.