કોઈના પિતાએ યુદ્ધ લડ્યું તો કોઈએ પોતે ભાગ લીધો, આ એકટર્સનું છે કારગિલ યુદ્ધ સાથે કનેક્શન
Kargil War: ભારતીય સેનાએ 26 જુલાઇ 1999ના રોજ કારગિલની બરફીલા શિખરો પર લગભગ 3 મહિના સુધી ચાલેલા યુદ્ધમાં જીત મેળવીને 'ઓપરેશન વિજય' સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હતું. આ દિવસને પાકિસ્તાન પર ભારતના વિજયની યાદમાં 'કારગિલ વિજય દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. જેની આજે 25મી વર્ષગાંઠ છે. આ યુધ્ધમાં વિજયી બનેલા બહાદુરોની ગાથાઓને યાદ કરતા ઘણી ફિલ્મો પણ બની છે. પરંતુ બોલિવૂડમાં એવા કેટલાક કલાકારો પણ છે જેમનો આ યુદ્ધ સાથે સીધો સંબંધ છે. તેમના વિષે જાણીએ.
અનુષ્કા શર્મા
અનુષ્કા શર્માના પિતા, કર્નલ (નિવૃત્ત) અજય શર્માએ પણ કારગિલ યુદ્ધનો ભાગ હતા. અનુષ્કાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેના પિતા 1982થી ઓપરેશન બ્લુ સ્ટાર અને કારગિલ યુદ્ધ સહિત દરેક મોટા આર્મી ઓપરેશનનો હિસ્સો રહ્યા છે. પરંતુ જયારે યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે તે નાની હતી અને યુદ્ધની સ્થિતિને સમજી શકાતી ન હતી. તે સમયે યુદ્ધની સ્થિતિ વિષે અપડેટ રહેવા માટે તેના મમ્મી ટીવી ચાલી રાખતા હતા.
નાના પાટેકર
નાના પાટેકરની ગણતરી બોલિવૂડના દમદાર એક્ટર્સમાં થાય છે. તેઓ કારગિલ યુદ્ધ દરમિયાન અભિનયમાંથી બ્રેક લઈને યુધ્ધમાં જોડાવ માંગતા હતા. નાનાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, 'મેં યુદ્ધ દરમિયાન સેનામાં જોડાવાના અનેક પ્રયાસો કર્યા હતા. પરંતુ સિવિલિયન હોવાથી મને યુદ્ધમાં જોડાવાની મંજૂરી આપવામાં ન આવી.'
આ પણ વાંચો: 'પાકિસ્તાનના નાપાક ઈરાદા ક્યારેય સફળ નહીં થાય...' કારગિલ વિજય દિવસ પર PM મોદીનો હુંકાર
અભિનેતાએ વધુમાં કહ્યું કે, 'હું યુધ્ધમાં જોડવા માંગતો હતો. મેં ફિલ્મ પ્રહાર માટે લાઇટ ઇન્ફન્ટ્રી રેજિમેન્ટ તાલીમ લીધી હતી અને હું સારો શૂટર પણ હતો અને નેશનલ પણ રમી ચૂક્યો હતો, જેમાં મને મેડલ પણ મળ્યું હતું. તે સમયે ફર્નાન્ડિસ સાહેબ સંરક્ષણ મંત્રી હતા. તેઓ મને ઓળખાતા હતા. તેમને મને પૂછ્યું કે ક્યારે જવું છે. મેં કહ્યું અત્યારે જ અને હું કારગિલ યુધ્ધમાં ગયો. હું ક્વિક રીએક્શન ટીમનો ભાગ બન્યો. આટલું આપને દેશ માટે કરી જ શકીએ છીએ. આપનું સૌથી મોટું હથિયાર બોફોર્સ કે એકે 47 નથી પરંતુ આપણા જવાન છે.'
વિક્રમજીત કંવરપાલ
'પેજ 3', 'ડોન' અને '2 સ્ટેટ્સ' જેવી ફિલ્મોમાં જોવા મળેલા વિક્રમજીત કંવરપાલ 2002માં મેજરના રેન્કથી નિવૃત્ત થયા હતા. 2021માં કોવિડને કારણે 52 વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું હતુ. વિક્રમજીતે તેના બાળપણના મિત્રને કારગિલ યુદ્ધનો હિસ્સો હોવાની વાત કહી હતી. યુદ્ધ પછી, તેણે બોલિવૂડમાં કારકિર્દીની શરૂઆત કરી અને 2007ની ફિલ્મ '1971'માં પાકિસ્તાની આર્મી ઓફિસરની ભૂમિકા ભજવી હતી.
રણવિજય સિંહ સિંઘા
'MTV રોડીઝ' ફેમ હોસ્ટ અને એક્ટર રણવિજય સિંહ સિંઘા હંમેશા આર્મીમાં જોડાવા માંગતો હતો. તેમના પિતા લેફ્ટનન્ટ જનરલ ઈકબાલ સિંહ સિંઘા કારગિલ યુદ્ધનો ભાગ હતા. રણવિજયે જણાવ્યું કે યુદ્ધ દરમિયાન તે આર્મી પબ્લિક સ્કૂલ, ધૌલા કુઆન, દિલ્હીમાં ભણતો હતો. તેમના પિતા યુદ્ધ દરમિયાન રાજૌરી-પૂંચ સેક્ટરમાં એક રેજિમેન્ટની કમાન્ડિંગ કરી રહ્યા હતા.
આ પણ વાંચો: યુટ્યુબર એલ્વિશ યાદવ ફરી વિવાદમાં સપડાયો, વિશ્વનાથ મંદિરના રેડ ઝોનમાં ફોટો પડાવતાં FIR
ગુલ પનાગ
જાણીતી અભિનેત્રી ગુલ પનાગના પિતા નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ હરચરનજીત સિંહ પનાગે (એચ.એસ. પનાગ) કારગિલ યુદ્ધ દરમિયાન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. કારગિલ યુદ્ધ જુલાઈ 1999માં સમાપ્ત થયું, પરંતુ સેના પાસે હજુ પણ મોટી જવાબદારીઓ હતી. જાન્યુઆરી 2000 માં, એચ.એસ. પનાગે યલદોર સેક્ટરમાં એક ઓપરેશનનું નેતૃત્વ કર્યું હતું.
તેમાં 35 પાકિસ્તાની બંકરો નષ્ટ કરવામાં આવ્યા હતા. તેમજ ઘણા પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા. તેમણે 'ઓપરેશન કબડ્ડી' સહિત અનેક ઓપરેશનનું નેતૃત્વ કર્યું હતું.