2024ની સૌથી મોટી ક્રાઇમ થ્રીલર ફિલ્મ, ભારતમાં તાબડતોબ કલેક્શન બાદ હવે ચીનમાં બ્લોકબસ્ટર ઓપનિંગ
Image: Facebook
Maharaja: 2024માં નવેમ્બર સુધી લગભગ 130 થી વધુ ફિલ્મો રિલીઝ થઈ ચૂકી છે, જેમાં અમુક બ્લોકબસ્ટર, અમુક સુપરહિટ, અમુક હિટ, અમુક ફ્લોપ અને અમુક ફિલ્મો ડિઝાસ્ટર સાબિત થઈ પરંતુ આમાંથી ચીનમાં રિલીઝ થયેલી એક જ ભારતીય ફિલ્મ છે. જેનો અવાજ ભારતમાં પણ ગૂંજી ચૂક્યો છે. 14 જૂન 2024એ આવેલી સાઉથની આ ફિલ્મમાં કોઈ ટોપ સુપરસ્ટાર નહોતો તેમ છતાં 20 કરોડના બજેટમાં ફિલ્મે 116 કરોડની વર્લ્ડવાઈડ કમાણી પોતાના નામે કરી હતી. જ્યારે ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર આ આવી તો ચર્ચાનો વિષય બની ગઈ પરંતુ હવે ચીનમાં પણ આ ફિલ્મની ઓપનિંગ એવી થઈ છે કે પોતાનો ડંકો વગાડી દીધો છે.
આ ફિલ્મ વિજય સેતુપતિની મહારાજા છે, જે ચીનમાં રિલીઝ થઈ ચૂકી છે. ફિલ્મનું ડાયરેક્ટિંગ નિથિલન સમિનાથને કર્યું અને ધ રૂટ, થિંક સ્ટુડિયો અને પેશન સ્ટુડિયોએ આ ફિલ્મને પ્રોડ્યુસ કરી. આ ક્રાઈમ થ્રિલર ફિલ્મમાં અનુરાગ કશ્યપે પણ એક્ટિંગ કરી જ્યારે મમતા મોહનદાસ, નટરાજન સુબ્રમણ્યમ, અભિરામી ગોપીકુમાર, દિવ્યભારતી, સિંગમપુલી, અરુલદોસ, મુનીશકાંત, સચ્ચા નામીદાસ, મણિકંદન અને ભારતીરાજા જેવા કલાકાર મહત્ત્વના રોલમાં નજર આવ્યા.
રિલીઝના 6 મહિના બાદ હવે 29 નવેમ્બરે ફિલ્મ ચીનમાં રિલીઝ થઈ ગઈ છે અને ઓપનિંગ ડેની સાથે જ ઐતિહાસિક ઓપનિંગ પોતાના નામે કરી છે. 40 હજાર સ્ક્રીન સાથે Yin Guo Bao Ying નામથી ફિલ્મને રિલીઝ કરવામાં આવી, જેને પોઝીટિવ રિવ્યૂ મળી રહ્યાં છે. ચીનમાં ફિલ્મને 8.7 રેટિંગ મળ્યું તો 15 કરોડનું ગ્રોસ કલેક્શન ફિલ્મે પહેલા દિવસે મેળવ્યું છે. કહેવાઈ રહ્યું છે કે આ દંગલનો રેકોર્ડ પણ તોડી શકે છે. જોકે આ તો આગામી દિવસોમાં જોવા મળશે.