HBD King Khan: 200 કરોડનું ઘર 'મન્નત', દુબઈ-લંડનમાં બંગલા, જાણો અબજોપતિ શાહરૂખ ખાનના 'સામ્રાજ્ય' વિશે

Updated: Nov 2nd, 2023


Google NewsGoogle News
HBD King Khan:  200 કરોડનું ઘર 'મન્નત', દુબઈ-લંડનમાં બંગલા, જાણો અબજોપતિ શાહરૂખ ખાનના 'સામ્રાજ્ય' વિશે 1 - image


નવી મુંબઇ,તા. 2 નવેમ્બર 2023, ગુરુવાર 

જ્યારે દુનિયાના સૌથી મોટા સ્ટાર્સનું નામ લેવામાં આવે છે, ત્યારે 'કિંગ ખાન' એટલે કે બોલિવૂડના ‘બાદશાહ’  શાહરૂખ ખાન આ લિસ્ટમાં આવે છે. બોલિવૂડના ‘બાદશાહ’ તરીકે જાણીતા બનેલા પીઢ અભિનેતા Shah Rukh Khan  આજે એટલે કે, 2 નવેમ્બરે પોતાનો 58 મો જન્મદિવસ ઉજવી રહ્યાં છે. 

 શાહરૂખ ખાનની ગણના વિશ્વના ચોથા સૌથી અમીર અભિનેતા તરીકે પણ થાય છે. તેમની અંદાજિત નેટવર્થ રૂ. 6,000 કરોડથી વધુ છે.

બોલિવૂડના બાદશાહ તરીકે ઓળખાતા શાહરૂખે સખત મહેનત અને જોશથી પોતાના સપનાને વાસ્તવિકતામાં ફેરવીને દુનિયાને સાબિત કરી બતાવ્યું કે, સપના પૂરા થઈ શકે છે. શાહરુખ ખાને અત્યાર સુધીમાં લગભગ 90 ફિલ્મોમાં અભિનય કર્યો છે.

એક રિપોર્ટ અનુસાર શાહરૂખ ખાનનો પહેલો પગાર માત્ર 50 રૂપિયા હતો જે તેને ટેલિવિઝન શો ફૌજીમાં કામ કરવા બદલ મળ્યો હતો. 2023માં તેમણે પઠાણ અને જવાન જેવી બે બ્લોકબસ્ટર હિટ ફિલ્મો આપી છે. તેમની આગામી ફિલ્મ ડંકી પણ ટૂંક સમયમાં રિલીઝ માટે તૈયાર છે. 

તેમની ગણતરી વિશ્વની સૌથી અમીર હસ્તીઓમાં થાય છે. મુંબઈમાં સમુદ્ર તરફનું તેનું ડ્રીમ હાઉસ મન્નત હોય કે IPL ફ્રેન્ચાઈઝી, શાહરૂખ ઘણી મોંઘી અને વૈભવી વસ્તુઓનો માલિક છે. ચાલો તમને તેના ‘સામ્રાજ્ય’ વિશે જણાવીએ…

મન્નત 

શાહરૂખ ખાનનું આલીશાન ઘર 'મન્નત' મુંબઈના સૌથી પોશ વિસ્તારમાં આવેલું છે. તેમની પત્ની ગૌરી ખાને આર્કિટેક્ટ-ડિઝાઇનર કૈફ ફકીહ સાથે મળીને આ ઘરને ડિઝાઇન કર્યું છે.

કિંગ ખાને આ ઘર 2001માં 13.32 કરોડ રૂપિયામાં ખરીદ્યું હતું. આજે આ ઘરની કિંમત લગભગ 200 કરોડ રૂપિયા છે. આ આલિશાન ઘરમાં જિમ, વૉક-ઇન વૉર્ડરોબ, લાઇબ્રેરી અને પર્સનલ ઑડિટોરિયમ જેવી સુવિધાઓ છે.

લંડનમાં ઘર 

આ સિવાય બોલિવૂડ સુપરસ્ટાર SRK પાસે સેન્ટ્રલ લંડનના પાર્ક લેનમાં આલીશાન બંગલો છે. જેની કિંમત 183 કરોડ રૂપિયાથી વધુ છે.

રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ

શાહરૂખ ખાનનો રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ ભારતનો સૌથી મોટો VFX સ્ટુડિયો હોવાનું કહેવાય છે. રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટનું ટર્નઓવર લગભગ 500 કરોડ રૂપિયા છે.

રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ દેશની સૌથી મોટી પ્રોડક્શન કંપનીઓમાંની એક છે. આ પ્રોડક્શન હાઉસે બોબ બિસ્વાસ, માય નેમ ઈઝ ખાન, ડિયર જિંદગી, ચેન્નાઈ એક્સપ્રેસ, દિલવાલે, રઈસ જેવી ફિલ્મો બનાવી છે. 

Rolls-Royce Coupe

કિંગ ખાનનું લક્ઝરી કાર કલેક્શનઃ શાહરૂખ ઘણીવાર રૂ. 7 કરોડની રોલ્સ રોયસ કૂપમાં જોવા મળે છે. આ સિવાય તેમના કાર કલેક્શનમાં બીજી ઘણી મોંઘી કાર પણ છે. તેમાં બેન્ટલી કોન્ટિનેંટલ જીટી, બીએમડબલ્યુ i8નો સમાવેશ થાય છે. આ સિવાય કિંગ ખાન પાસે એક વેનિટી વાન પણ છે જે Volvo BR9 પર બનેલી છે. આ સિવાય શાહરૂખ પાસે અનેક શાનદાર કાર છે.

દુબઈમાં વિલા

શાહરૂખ પાસે દુબઈમાં 100 કરોડ રૂપિયાનો એક શાનદાર વિલા પણ છે. આ શાહરુખના સૌથી મોંઘા રિયલ એસ્ટેટ રોકાણોમાંથી એક છે. SRKએ દુબઈના પામ જુમેરાહમાં સ્થિત આ વિલાનું નામ જન્નત રાખ્યું છે.

KKRની ઓનરશિપ 

કિંગ ખાનને માત્ર એક્ટિંગ જ નહીં ક્રિકેટ પણ પસંદ છે. આ જ કારણ છે કે તેમની પાસે IPL ફ્રેન્ચાઇઝી - કોલકાતા નાઇટ રાઇડર્સનો માલિકી હક્ક પણ છે. KKRમાં શાહરુખની મિત્ર અને અભિનેત્રી જુહી ચાવલા પાર્ટનર છે. એક રિપોર્ટ અનુસાર KKRમાં લગભગ 55 ટકા હિસ્સો શાહરૂખના પ્રોડક્શન હાઉસ રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટની પાસે છે. સ્પોર્ટ્સ ઈન્ફો અનુસાર KKRની બ્રાન્ડ વેલ્યુ લગભગ 718 કરોડ રૂપિયા છે.


Google NewsGoogle News