થિયેટરમાં ફરી ચાલશે જાદુ, ફિલ્મ‘કોઇ મિલ ગયા’ના 20 વર્ષ પુર્ણ થવા પર ફરી રિલીઝ કરાશે
image: twitter
નવી મુંબઇ,તા. 2 ઓગસ્ટ 2023, બુધવાર
20 વર્ષ પહેલાં થિયેટરકમાં ઋત્વિક રોશનની એક ફિલ્મ આવી હતી. આ ફિલ્મ જોવા માટે બાળકોથી લઈને વડીલો સુધી હર કોઇ આ ફિલ્મને જોવા થિયેટરમાં ગયા હતા. જેમાં જાદુ નામના કેરેક્ટર લોકોના દિલમાં છવાઇ ગયુ હતુ. આ ફિલ્મને રિતિક રોશનના પિતા અને ડિરેક્ટર રાકેશ રોશન દ્વારા ડિરેક્ટ કરવામાં આવી હતી આ ફિલ્મ આ મહિને તેની રિલીઝના 20 વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યાં છે. જેને લઇને એક ગુડ ન્યુઝ પણ છે. આ ફિલ્મને મેકર્સ ફરીથી રિલીઝ કરવાની તૈયારી કરી રહ્યાં છે.
ફરી રિલીઝ થશે
ફિલ્મ 'કોઈ મિલ ગયા'ના 20 વર્ષ પૂરા થવાના અવસર પર આ ફિલ્મ 30 શહેરોમાં ફરી રીલિઝ થશે. આ ફિલ્મ 4 ઓગસ્ટે PVR અને INOXમાં રિલીઝ કરવામાં આવશે.
આ ફિલ્મમાં રિતિકની સામે પ્રીતિ ઝિન્ટા જોવા મળી હતી. તેમજ હૃતિકની માતાની ભૂમિકા રેખાએ ભજવી હતી.
એક મીડિયા ઈન્ટરવ્યુ દરમિયાન રાકેશ રોશને ખુલાસો કર્યો કે, તેણે આ ફિલ્મ તેના પુત્ર રિતિકની અભિનય કુશળતાને ઉજાગર કરવાના ઉદ્દેશ્યથી બનાવી છે તેની ડેબ્યૂ ફિલ્મ 'કહો ના પ્યાર હૈ'ની શાનદાર સફળતા બાદ હૃતિકની સતત આઠ ફિલ્મ ફ્લોપ રહી હતી.
રાકેશ રોશને વધુમાં કહ્યું કે, 'રિતિકે 'કોઈ મિલ ગયા' દ્વારા પોતાની જાતને સાબિત કરી છે. તે સંપૂર્ણપણે તેના પાત્રમાં આવી ગયો હતો'.
કોઇ મિલ ગયા ફિલ્મમમાં ઋત્વિક માનસિક રીતે નબળા છોકરાના રોલમાં જોવા મળ્યો હતો. આ રોલ કરવા માટે તેણે ખાસ તૈયારીઓ કરી હતી. રાકેશ રોશને ખુલાસો કર્યો કે, 'શૂટના એક અઠવાડિયા પહેલા ઋત્વિકે પોતાને એક રૂમમાં બંધ કરી દીધો હતો. જે બાદ તે ડાયરેક્ટ શૂટ પર પહોંચ્યો હતો. જ્યારે ઋત્વિકે પહેલો શોટ આપ્યો ત્યારે જ મને સમજાયું કે તે તેના પાત્રને બરાબર સમજી ગયો છે.
આ ફિલ્મ બાદ રાકેશ રોશન પાસે તેની ફ્રેન્ચાઈઝીને લઈને કોઈ પ્લાનિંગ નહોતું. દિગ્દર્શકના કહેવા પ્રમાણે, 'ધ લોર્ડ ઓફ ધ રિંગ્સ' જોતી વખતે તેમના મગજમાં ફ્રેન્ચાઈઝીનો વિચાર આવ્યો અને આ રીતે ક્રિશનું સર્જન થયું. આ પછી 'ક્રિશ 3' આવી. ડિરેક્ટરનું કહેવું છે કે, હવે તે 'ક્રિશ 4' લાવવાની તૈયારી કરી રહ્યો છે અને આ ફિલ્મ પર કામ 2024માં શરૂ થશે.