17 વર્ષની વયે કાસ્ટિંગ કાઉચ સહન કર્યું, કોમ્પ્રોમાઈઝ કરવા કહેવાયું... અભિનેતાનું છલકાયું દર્દ
Image: Facebook
Vihan Verma Reveals Casting Couch Experience: કાસ્ટિંગ કાઉચ ઈન્ડસ્ટ્રીનું કાળું સત્ય છે, જેનો સામનો ઘણાં સ્ટાર્સ કરી ચૂક્યા છે. હવે પોપ્યુલર ટીવી શો 'ગુમ હૈં કિસી કે પ્યાર મેં' ફેમ એક્ટર વિહાન વર્માએ કાસ્ટિંગ કાઉચ મુદ્દે મૌન તોડ્યું છે.
એક ઈન્ટરવ્યૂમાં વિહાને કહ્યું, 'મને પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆતમાં જ કાસ્ટિંગ કાઉચનો સામનો કરવો પડ્યો હતો. એકવાર ઓડિશન વખતે એક વ્યક્તિએ મને કહ્યું કે શું હું રોલના બદલામાં કોમ્પ્રોમાઈઝ કરીશ. હું ત્યારે માત્ર 17 વર્ષનો હતો. હું ખૂબ ડરી ગયો હતો. મેં શાંતિથી તે વ્યક્તિની ઓફર ઠુકરાવી દીધી હતી અને તેની ઓફિસમાંથી બહાર નીકળી ગયો હતો. શરૂઆતમાં હું ખૂબ ટ્રોમામાં જતો રહ્યો હતો. હું સમજી રહ્યો નહોતો કે કેવી રીતે રિએક્ટ કરું.’
આ પણ વાંચો: રૂ.450 કરોડ નેટવર્થ, 100 એકરના ફાર્મ હાઉસનો માલિક છે આ સુપરસ્ટાર, એક સમયે ખાવાના હતા ફાંફા
આ અંગે વધુ વાત કરતા તેણે કહ્યું કે, ‘જો કે, મુંબઈમાં રહેતો હોવાથી હું આવી ઘણી ઘટનાઓથી વાકેફ હતો, પરંતુ મેં ક્યારેય વિચાર્યું નહોતું કે આવું મારી સાથે પણ થશે. હું મારી જાતને સુરક્ષિત રાખવા માંગતો હતો. તેથી મેં મારી જાતમાં આત્મવિશ્વાસ ઊભો કર્યો, એવું નક્કી કર્યું કે ભવિષ્યમાં કોઈ પણ મને આ બધી ઓફર કરવાની હિંમત ના કરે.’
વિહાને કહ્યું કે ‘મને આ વિશે પેરેન્ટ્સને જણાવવામાં ખચકાટ થતો હતો, પરંતુ મે મારા મિત્રોને આ વિશે જણાવ્યું હતું. બાદમાં મેં મારા પેરેન્ટ્સને પણ જણાવ્યું તો તેમણે મને સપોર્ટ કર્યો. મને પહેલા પેરેન્ટ્સને જણાવવામાં ડર લાગતો હતો. મને લાગી રહ્યું હતું કે ક્યાંક તેઓ મને એક્ટિંગ છોડવા માટે ન કહી દે. જો કે, તેમણે મને સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે લાઈફમાં આગળ વધવા માટે પ્રેરણા આપી. મને પણ એ સમજાયું કે, સેક્સ્યુઅલ હેરેસમેન્ટ દરેક ક્ષેત્રોમાં થાય છે. તેથી હું કોમ્પ્રોમાઈઝ કર્યાં વિના આગળ વધતો રહ્યો.’