16 વર્ષીય ટિકટોક સ્ટાર સિયા કક્કરે આત્મહત્યા કરી
- તેના મેનેજર સાથે બુધવારે રાતના વાતકરી ત્યારે તે સારા મુડમાં હોવાનું કહ્યું
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 25 જૂન 2020, ગુરુવાર
મનોરંજન દુનિયામાંથી વધુએક ખરાબ સમાચાર આવ્યા છે. ૧૬ વર્ષની ટિક-ટોકર સિયા કક્કરે ગુરુવારે આત્મહત્યા કરી લીધી છે. તસવીરકાર વિરલ ભાયાણીની પોસ્ટના અનુસાર તે બુધવાર રાત સુધી સારા મુડમાં હતી. તેણે કઇ રીતે આત્મહત્યા કરી તે જાણવા મળ્યું નથી. સિયા દિલ્હીની વતની છે.પોલીસ આત્મહત્યાનું કારણ તપાસી રહી છે.
વિરલના પોસ્ટના અનુસાર, સિયાના મેનેજર અર્જુન સરીને સિયાના નિધનના સમાચાર આપ્યા હતા. મેનેજરે જણાવ્યું હતું કે, બુધવારે રાતના તેની અને મારી એક ગીત માટે વાતચીત થઇ હતી. તે એકદમ સ્વસ્થ અને મુડમાં લાગતી હતી. ક્યા કારણોસર તેણે આ પગલું ભર્યું તે જાણી શકાયું નથી. સિયાએ મરણના ૨૦ કલાક પહેલા જ ઇન્સ્ટાગ્રામ પર પોતાના ડાન્સ વીડિયો સ્ટોરી પોસ્ટ કરી હતી.
સોશિયલ મીડિયા પર સિયા બહુ એકટિવ હતી. ઇન્સ્ટાગ્રામ પર તેના ૯૧૦૦૦થી પણ વધુ અને ટિકટોક પર તેના ૧.૧ મિલિયન ફોલોઅર્સ હતા.
સિયાના આત્હત્યાના સમાચારથી તેના પ્રશંસકોને આઘાત લાગ્યો છે.