12th Failના સ્ટાર વિક્રાંત મેસીએ માંગવી પડી માફી, ભગવાન રામ-સીતા પર કરેલી વિવાદિત કોમેન્ટ વાયરલ
Image Source: Twitter
મુંબઈ, તા. 21 ફેબ્રુઆરી 2024 બુધવાર
વિક્રાંત મેસી અત્યારે ચર્ચામાં છે અને તેઓ 12th Fail ફિલ્મને મળેલી મોટી સફળતા બાદથી જ સતત એક બાદ એક ઈન્ટરવ્યૂ આપી રહ્યા છે. ક્યારેક તે પોતાના શરૂઆતી સંઘર્ષ વિશે જણાવે છે તો ક્યારેક જૂની ભૂલનો પણ ઉલ્લેખ કરે છે. તાજેતરમાં જ અભિનેતાએ ભગવાન રામ અને દેવી સીતાના કાર્ટૂનવાળા પોતાના જૂના ટ્વીટ માટે માફી માંગી છે.
વિક્રાંત મેસીએ એપ્રિલ 2018માં ટ્વિટ શેર કરી હતી જેમાં એક કાર્ટૂન દર્શાવવામાં આવ્યુ હતુ. આ કાર્ટૂનમાં સીતાને રામ ભક્તો પર કમેન્ટ કરતા બતાવવામાં આવ્યા હતા. આ પોસ્ટ તાજેતરમાં જ ફરીથી સામે આવી અને તેને શેર કરવા માટે વિક્રાંતને ટ્રોલ્સનો સામનો કરવો પડ્યો. દરમિયાન તેમણે જેટલી પણ 12th Fail દ્વારા લોકો પાસેથી પ્રશંસા મેળવી હતી હવે તે તેમના વિરોધમાં બદલાઈ ગઈ છે. સતત સોશિયલ મીડિયા પર વિરોધ બાદ વિક્રાંતે પોસ્ટ હટાવી દીધી અને હિંદુ સમુદાય પાસે માફી માંગી છે.
કોઈની લાગણી દુભાવવાનો ઈરાદો નહોતો
અભિનેતાએ પોતાની લેટેસ્ટ પોસ્ટમાં લખ્યુ, 2018માં મારી એક ટ્વીટ દ્વારા હુ અમુક શબ્દ કહેવા માંગુ છુ. હિંદુ સમુદાયને ઠેસ પહોંચાડવી, બદનામ કરવા કે અપમાન કરવાનો મારો ઈરાદો ક્યારેય નહોતો પરંતુ જ્યારે હુ મજાકમાં કરેલી એક ટ્વીટ વિશે વિચારુ છુ. મને મારી ભૂલનો પણ અહેસાસ થાય છે. આ વાત અખબારમાં છપાયેલા કાર્ટૂનને સામેલ કર્યા વિના પણ કહી શકાતી હતી.
વિક્રાંતે 20 ફેબ્રુઆરીએ નવા ટ્વીટમાં કહ્યુ, 'હું અત્યંત વિનમ્રતાની સાથે તે તમામ લોકોની માફી માંગવા ઈચ્છુ છુ જેમને ઠેસ પહોંચી છે, તમે બધા જાણો છો કો હુ તમામ આસ્થાઓ, વિશ્વાસો અને ધર્મોનું યથાસંભવ સર્વોચ્ચ સન્માન કરુ છુ. આપણે તમામ સમયની સાથે મોટા થઈએ છીએ અને પોતાની ભૂલ પર વિચાર કરીએ છીએ'.
રામ-સીતાના કાર્ટૂન મુદ્દે ટિપ્પણી
વર્ષ 2018માં વિક્રાંતે કથુઆ અને ઉન્નાવ રેપ કેસના સંબંધમાં ભગવાન રામ-સીતા રાજકીય કાર્ટૂન શેર કર્યુ હતુ. જે તે સમયે ચર્ચામાં રહ્યુ હતુ. કાર્ટૂનમાં માતા સીતા હાથમાં છાપુ પકડીને ભગવાન રામ વિશે જણાવતી નજર આવી. આ પોસ્ટના કેપ્શનમાં લખ્યુ, મને ખૂબ ખુશી છે કે મારુ અપહરણ રાવણે કર્યુ હતુ, તમારા ભક્તોએ નહીં.
આ પોસ્ટ સાથે વિક્રાંતે કેપ્શનમાં લખ્યુ, અડધા રાંધેલા બટાકા અને અડધા રાંધેલા રાષ્ટ્રવાદી માત્ર પેટમાં દુખાવો પેદા કરશે. અભિનેતાની આ જૂની પોસ્ટ વાયરલ થતા જ લોકો રોષે ભરાયા અને લોકોએ ધર્મની મજાક ઉડાવવા પર અભિનેતાને ખૂબ ટ્રોલ કરીને તેમના વિરુદ્ધ બોલવાનું પણ શરૂ કરી દીધુ છે.
ધર્મ અંગે વિક્રાંત મેસીના વિચાર
તાજેતરમાં જ વિક્રાંત ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે તેમણે ખુલાસો કર્યો કે તેમનો ભાઈ 17 વર્ષની ઉંમરે મુસ્લિમ બની ગયો હતો. તેમણે કહ્યુ કે તેમની માતા શીખ છે અને તેમના પિતા ખ્રિસ્તી છે. નાની ઉંમરેથી જ મે ધર્મ અને આધ્યાત્મિકતા સાથે સંબંધિત ઘણા તર્ક જોયા છે. આ જોયા બાદ હુ પોતાની શોધમાં લાગી ગયો અને વિચારવા લાગ્યો કે હકીકતમાં ધર્મ શું છે. આ માનવ નિર્મિત છે.