12th Fail ફિલ્મનો બોક્સ ઓફિસ પર ધમાકો, 11મા દિવસે પણ કરી જબરદસ્ત કમાણી, જાણો કલેક્શન

Updated: Nov 7th, 2023


Google NewsGoogle News
12th Fail ફિલ્મનો બોક્સ ઓફિસ પર ધમાકો, 11મા દિવસે પણ કરી જબરદસ્ત કમાણી, જાણો કલેક્શન 1 - image


                                                            Image Source: Twitter

મુંબઈ, તા. 07 નવેમ્બર 2023 મંગળવાર

વિધુ વિનોદ ચોપડાના નિર્દેશનમાં બનેલી ફિલ્મ 12વી ફેલ બોક્સ ઓફિસ પર સતત સારી કમાણી કરી રહી છે. 1 કરોડથી ઓપનિંગ કરનારી આ ફિલ્મની કમાણી દરરોજ વધી રહી છે. વીકેન્ડ શનિવાર અને રવિવારે 3 કરોડથી વધુની કમાણી કરનારી આ ફિલ્મે 11 માં દિવસે એટલે કે સોમવારે લગભગ 1.46 કરોડનો બિઝનેસ કર્યો. 

રિપોર્ટ અનુસાર 25 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે ઈન્ડિયામાં અત્યાર સુધીમાં 23.1 કરોડની કમાણી કરી છે, જ્યારે ગ્રોસમાં આ ફિલ્મ 25.5 કરોડ કમાઈ ચૂકી છે.

કન્નડ-તેલુગુમાં પણ રિલીઝ

વિક્રાંત મેસી અને પલ્લવી લાલવાનીની આ ફિલ્મની સફળતાને જોતા તેને હિંદી સિવાય કન્નડ અને તેલુગુ ભાષામાં પણ રિલીઝ કરવામાં આવી. જોકે, આ બંને ભાષાઓમાં ફિલ્મની કમાણી કંઈક ખાસ નથી. 

તેલુગુમાં 12વી ફેલએ 3 દિવસમાં માત્ર 6 લાખ કમાયા, કન્નડમાં ફિલ્મે માત્ર 4 લાખની જ કમાણી કરી છે. ભારતની સાથે-સાથે વર્લ્ડવાઈડ પણ 12વી ફેલ સારો બિઝનેસ કરી રહી છે. 11 દિવસમાં વિક્રાંત મેસીની ફિલ્મે સમગ્ર દુનિયામાં 26.6 કરોડનો બિઝનેસ કરી લીધો છે.


Google NewsGoogle News