Get The App

'12th Fail'એ થર્ડ ફ્રાઈડે 'Leo'ને પછાડ્યું, કરોડોની કરી કમાણી, જાણો 15માં દિવસનું કલેક્શન

Updated: Nov 11th, 2023


Google NewsGoogle News
'12th Fail'એ થર્ડ ફ્રાઈડે 'Leo'ને પછાડ્યું, કરોડોની કરી કમાણી, જાણો 15માં દિવસનું કલેક્શન 1 - image


                                                         Image Source: Twitter

મુંબઈ, તા. 11 નવેમ્બર 2023 શનિવાર

વિધુ વિનોદ ચોપડાના ડાયરેક્શનમાં બનેલી અને વિક્રાંત મેસી સ્ટારર 12વી ફેલને દર્શકો પાસેથી ભરપૂર પ્રેમ મળ્યો છે. આ સાથે આ ઈન્સ્પાયરિંગ સ્ટોરી વાળી ફિલ્મે બોક્સ ઓફિસ પર દમદાર પરફોર્મ કર્યુ છે અને શાનદાર કલેક્શન પણ કર્યુ છે. એટલુ જ નહીં આ ફિલ્મે કંગના રનૌતની તેજસને પણ પછાડી છે. રિલીઝના 15માં દિવસે તો તેણે વિજયની ફિલમ લિયો ને પણ પછાડી દીધી છે. 

12વી ફેલએ 15માં દિવસે કેટલી કમાણી કરી

વિક્રાંત મેસીની ફિલ્મ 12વી ફેલ થિયેટરમાં 27 ઓક્ટોબરે રિલીઝ થઈ હતી. આ ફિલ્મને ક્રિટિક્સ અને દર્શકો પાસેથી પોઝિટીવ રિસ્પોન્સ મળ્યો છે. તેના કારણે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સતત શાનદાર પરફોર્મ કરી રહી છે. રિલીઝના પહેલા દિવસથી જ ફિલ્મ કરોડોમાં કલેક્શન કરી રહી છે અને આ હજુ યથાવત છે. ફિલ્મ 12વી ફેલએ રિલીઝના પહેલા અઠવાડિયે 13.04 કરોડનું કલેક્શન કર્યુ છે. બીજા અઠવાડિયે 12વી ફેલએ 14.21 કરોડની કમાણી કરી છે. આ સાથે જ ફિલ્મ રિલીઝના ત્રીજા અઠવાડિયે એન્ટ્રી કરી ચૂકી છે અને હવે આ ફિલ્મની રિલીઝના 15માં દિવસે એટલે કે થર્ડ ફ્રાઈડેની કમાણીના શરૂઆતી આંકડા આવી ગયા છે. રિપોર્ટ અનુસાર 12વી ફેલએ રિલીઝના 15માં દિવસ એટલે કે ત્રીજા શુક્રવારે 1.25 કરોડની કમાણી કરી છે. જે બાદ 12વી ફેલનું 15 દિવસનું કુલ કલેક્શન હવે 28.50 કરોડ રૂપિયા થઈ ગયુ છે.

12વી ફેલ 30 કરોડથી ઈંચભર દૂર

12વી ફેલએ બોક્સ ઓફિસ પર ખૂબ શાનદાર પરફોર્મ કર્યુ છે. વિક્રાંત મેસીની આ ફિલ્મ 28 કરોડથી વધુની કમાણી કરી ચૂકી છે અને હવે આ 30 કરોડનો આંકડો પાર કરવાથી ઈંચભર દૂર છે. આશા છે કે આ વીકેન્ડ પર 12વી ફેલ 30 કરોડથી વધુનું કલેક્શન કરી લેશે. 

12વી ફેલની કહાની છે દમદાર

સત્ય ઘટના પર આધારિત 12વી ફેલ તે લાખો વિદ્યાર્થીઓના સંઘર્ષ પર આધારિત છે જે યૂપીએસસી એન્ટ્રસ એગ્ઝામ આપે છે પરંતુ સાથે જ આ ફિલ્મ તે એક પરીક્ષાની આગળ નીકળી જાય છે અને લોકોને અસફળતાની સ્થિતિમાં હિંમત ન હારવા અને ફરીથી શરૂ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. વિધુ વિનોદ ચોપડા દ્વારા નિર્દેશિત આ ફિલ્મ હિંદી, તમિલ, તેલુગુ અને કન્નડમાં થિયેટર્સમાં રિલીઝ થઈ છે.


Google NewsGoogle News