પાંચ વિધાનસભાની ચૂંટણીના પરિણામો પ્રમાણે જ લોકસભાના આવશે તેવું માની લેવું ભૂલભરેલું
આગામી સામાન્ય ચૂંટણી કયા મુદ્દા પર લડાશે તેના સંકેત પરિણામોએ આપી દીધા છે
આ ત્રણ રાજ્યો એટલે છત્તીસગઢ, મધ્ય પ્રદેશ તથા રાજસ્થાન. ભાજપનું વર્ચસ્વ દેશમાં ઘટી રહ્યું છે. તેલંગણામાં બીઆરએસ તથા કોંગ્રેસ વચ્ચે સીધી લડત હતી
ફુગાવો તથા બેરોજગારીના પડછાયા પર આ ચૂંટણી લડાઈ હતી. ભાજપે આ મુદ્દાને ટાળ્યો હતો જ્યારે કોંગ્રેસે બન્ને વિષયો તરફ મતદારોનું ધ્યાન દોર્યું હતું
- ઓપિનિયન - પી.ચિદમ્બરમ્
હું આ લેખ ગુરુવાર તા. ૩૦ નવેમ્બરના લખવા બેઠો છું. રવિવાર, ૩ ડિસેમ્બરે મત ગણતરીને ધ્યાનમાં રાખતા સોમવારે તમે જ્યારે આ લેખ વાંચતા હશો ત્યારે પાંચ રાજ્ય વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવી ગયા હશે.
પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ દરેક રાજ્યમાં લડી હોવાથી તેનો ઊંચો દાવ લાગેલો હતો. ભાજપ મુખ્યત્વે ત્રણ રાજ્યોમાં લડયું હતું જ્યાં તેની સીધી લડત કોંગ્રેસ સાથે હતી.
આ ત્રણ રાજ્યો એટલે છત્તીસગઢ, મધ્ય પ્રદેશ તથા રાજસ્થાન. ભાજપનું વર્ચસ્વ દેશમાં ઘટી રહ્યું છે. તેલંગણામાં બીઆરએસ તથા કોંગ્રેસ વચ્ચે સીધી લડત હતી.
મિઝોરમમાં પ્રાદેશિક પક્ષો એમએનએફ તથા ઝેડપીએમ વચ્ચે લડત હતી. ભૂતકાળના રેકોર્ડને ધ્યાનમાં રાખતા કોંગ્રેસ અહીં ત્રીજો પક્ષ છે જ્યારે ભાજપની ખાસ હાજરી નથી.
લડાયેલા મુદ્દા
ફુગાવો તથા બેરોજગારીના પડછાયા પર આ ચૂંટણી લડાઈ હતી. ભાજપે આ મુદ્દાને ટાળ્યો હતો જ્યારે કોંગ્રેસે બન્ને વિષયો તરફ મતદારોનું ધ્યાન દોર્યું હતું.
કોંગ્રેસના વચનો, જે કર્ણાટકમાં સફળ મોડેલ રહ્યા હતા, તે તેના શક્તિશાળી શસ્ત્રો હતા. ભ્રષ્ટાચાર ભાજપનું એક માત્ર શસ્ત્ર હતું. રાજ્ય વિધાનસભાની ચૂંટણીના પરિણામો મહત્વના હોય છે પરંતુ લોકસભાની ચૂંટણી માટે આ પરિણામો તેના પુરોગામી હોવાનું અમે અર્થઘટન કરતા નથી. ૨૦૧૮ તથા ૨૦૧૯ના અનુભવો હજુ દરેકના મનમાં તાજા છે.
છત્તીસગઢઃ અહીં સાત નવેમ્બરના મિઝોરમની સાથોસાથ ચૂંટણી યોજાઈ હતી. ૨૦૦૩થી ૨૦૧૮ની ત્રણ સતત મુદત દરમિયાન અહીં ભાજપનું શાસન રહ્યું હતું. ૨૦૧૭-૧૮ના અંતે છત્તીસગઢ ભારતના એકદમ ગરીબ રાજ્યોમાંનું એક હતું.
અહીંની ૩૯ ટકા પ્રજા ગરીબી રેખા હેઠળ જીવતી હતી. ૨૦૧૮માં અહીં કોંગ્રેસની સત્તા આવી હતી. કૃષિને પ્રાધાન્યતા અપાતા આ રાજ્ય ચોખાનું મુખ્ય ઉત્પાદક રાજ્ય બન્યું હતું. માથા દીઠ આવક જે ૨૦૧૮માં રૂપિયા ૮૮૭૯૩ હતી તે વધી ૨૦૨૩માં રૂપિયા ૧૩૩૮૯૭ સુધી પહોંચી ગઈ હતી. છેલ્લા પાંચ વર્ષમાં અંદાજે ૪૦ લાખ લોકો ગરીબી રેખાની બહાર આવી ગયા છે. અહીં ભાજપ કોઈ નેતાના ચ્હેરા વગર ચૂંટણી લડયું હતું. ભાજપ માટે ચ્હેરો એટલે મોદી.
મધ્ય પ્રદેશઃ મધ્ય પ્રદેશમાં ૨૦૨૦માં ભાજપે પક્ષપલટો કરાવી સત્તા મેળવી હતી. ભાજપની નેતાગીરી શિવરાજ સિંહ ચૌહાણ પર વિશ્વાસ રાખતી નહોતી તે અંગે મધ્ય પ્રદેશના લોકો સારી રીતે જાણતા હતા.
સત્તાટકાવી રાખવા ભાજપે અહીં અનેક કેન્દ્રીય પ્રધાનો તથા વર્તમાન સાંસદોને ચૂંટણીમાં ઊતાર્યા હતા. કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહ પક્ષને સફળતા અપાવશે તેવી ચૂંટણી પહેલા અપેક્ષા રખાતી હતી. મજબૂત સંગઠન તથા સારા બુથ સંચાલનને આગળ કરી બન્ને બાજુએથી વિજયી થવાના દાવા કરાતા હતા.
રાજસ્થાનઃ ૧૯૯૩ની લોકસભાની ચૂંટણીથી અહીં દર પાંચ વર્ષે વારાફરતી ભાજપ તથા કોંગ્રેસની સરકાર જોવા મળી છે. આ વખતે પણ સરકાર બદલાશે તેવી ચૂંટણી પૂર્વે ધારણાં રખાતી હતી. શ્રી. અશોક ગેહલોત વિશ્વાસથી ભરેલા હતા અને અપક્ષો પર તેમની નજર રહેલી હતી. ાૃ
અહીં પણ ભાજપના કોઈ સ્થાનિક નેતાને આગળ કરાયો નહતો અને મોદી જ તેનો ચ્હેરો હતા. ચૂંટણી પહેલા ભાજપે પણ અપક્ષોને સાધી રાખ્યા હતા. આ અપક્ષ ઉમેદવારો એટલે બીજું કોઈ નહીં પરંતું કોંગ્રેસ તથા ભાજપમાંથી જેમને ટિકિટ અપાઈ નહોતી તેઓ છે. ભાજપ તથા કોંગ્રેસના આ છૂપા 'પ્યાદા' છે. પરિણામો બાદ અહીં નાટકીય સ્થિતિ જોવા મળવાનું ચૂંટણી પ્રચાર વખતે ચર્ચાતુ હતું.
અન્ય રાજ્યોની સ્થિતિ
તેલંગણાઃ શ્રી. ચંદ્રશેખર રાવ જે તેલંગણાના ક્રાંતિકારી નેતા તરીકે ઓળખાતા હતા તે હવે ફાર્મહાઉસ મુખ્ય પ્રધાન તરીકે જોવાઈ રહ્યા છે. તેલંગણાની સરકાર પરિવારથી ચાલતી હોવાનું ચર્ચાતુ હતું. પરિવાર એ બીઆરએસની નબળી અને સબળી બાજુ પણ છે.
કોંગ્રેસ અહીં શ્રી. રેવનાથ રેડ્ડીની આગેવાની હેઠળ ચૂંટણી લડયું હતું. ગ્રામ્ય તેલંગણામાં સરકાર વિરુદ્ધ જુવાળ હોવાનું નિરીક્ષકો ચૂંટણી પહેલા માની રહ્યા હતા. અહીં કોંગ્રેસનો આધાર યુવા તથા ગ્રામ્ય મતો પર રહેલો હતો.
મિઝોરમઃ મણીપુરમાંથી સ્થળાંતરિત થયેલા કુકી અહીંંની ચૂંટણીનો એક મુદ્દો હતો. એમએનએફ અને ઝેડપીએમ બન્નેએ ઝોમોસ તથા કુકીસ વચ્ચે ભાઈચારો ઊભો કરવાનો શ્રેય લીધો હતો.
સ્થાનિક લોકોના ગુસ્સાને ધ્યાનમાં રાખી મોદીએ અહીં મુલાકાત કરવાનું ટાળ્યું હતું. અહીં એમએનએફ અને ઝેડપીએમ વચ્ચે લડાઈહતી. અહીં સત્તા મેળવનાર કેન્દ્રના શાસકોને ટેકો આપશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. અહીંના પરિણામની રાષ્ટ્રીય સ્તરે અસર જોવાતી નથી.
૨૦૨૪માં લોકસભાની ચૂંટણી અને તેના મુદ્દાનું ચિત્ર કેવું હશે તે પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો પરથી સંકેત મળી રહ્યા છે.