Get The App

કર્ણાટકમાં 48 નેતાની સેક્સ ટેપથી હોબાળો, તેમાં ભાજપ-કોંગ્રેસ સહિત કેન્દ્રીયમંત્રીઓ પણ સામેલ

Updated: Mar 22nd, 2025


Google News
Google News
કર્ણાટકમાં 48 નેતાની સેક્સ ટેપથી હોબાળો, તેમાં ભાજપ-કોંગ્રેસ સહિત કેન્દ્રીયમંત્રીઓ પણ સામેલ 1 - image


- છેલ્લા બે દાયકામાં કર્ણાટકના બે ડઝનથી વધુ રાજકીય નેતાઓની સેક્સ સીડી બહાર પડી છે, મઝાની વાત એ છે કે સેક્સકાંડમાં સંડોવાયેલા નેતાઓ સામે કશું થતું નથી

- કર્ણાટકના મંત્રી કે.એન. રાજન્નાએ ધડાકો કર્યો કે, કર્ણાટકના 48 ધારાસભ્યોને હની ટ્રેપમાં ફસાવીને ઉતારાયેલી સેક્સ ટેપ અને વીડિયો અસ્તિત્વમાં છે. આ ધારાસભ્યો બધા પક્ષના છે. રાજન્નાના દાવા પ્રમાણે તો કેન્દ્રીય મંત્રીઓ સહિત બીજા ઘણા રાષ્ટ્રીય કક્ષાના ટોચના નેતાઓને પણ હની ટ્રેપમાં ફસાવીને તેમની સેક્સ ટેપ બનાવાઈ છે ને બ્લેકમેઈલ કરાય છે. કર્ણાટકમાંથી અત્યારે 5 નેતા મોદી સરકારમાં મિનિસ્ટર છે. તેમાંથી નિર્મલા સીતારામન અને શોભના કરાંદલજે એ સન્નારીઓ છે તેથી તેમને બહાર રાખીએ તો કુમારસ્વામી, પ્રહલાદ જોશી અને વી. સોમન્ના બચે. રાજન્ના વાતનો અર્થ એ થાય કે, આ ત્રણમાંથી કોઈની પણ સેક્સ ટેપ અસ્તિત્વમાં છે. 

કર્ણાટક સરકારે રાજ્યના ધારાસભ્યોને સેક્સની જાળ એટલે કે હની ટ્રેપમાં ફસાવવાની કહેવાતી ઘટનાઓની હાઈ લેવલની તપાસના આદેશ આપતાં ફરી  કર્ણાટકી નેતાઓના હની ટ્રેપ અને સેક્સ કાંડ ચર્ચામાં છે. કર્ણાટકના મંત્રી કે.એન. રાજન્નાએ ધડાકો કરેલો કે, કર્ણાટકના 48 ધારાસભ્યોને હની ટ્રેપમાં ફસાવીને ઉતારાયેલી સેક્સ ટેપ અને વીડિયો અસ્તિત્વમાં છે. આ ધારાસભ્યો એક પક્ષના નથી પણ તેમાં કોંગ્રેસવાળા પણ આવી ગયા, ભાજપવાળા પણ આવી ગયા ને બીજા પક્ષવાળા પણ આવી ગયા. 

રાજન્નાએ આ મુદ્દો છેડયો તેનું કારણ કર્ણાટકમાં છેલ્લા કેટલાક મહિનાથી બે મંત્રીને યુવતીઓએ હની ટ્રેપમાં ફસાવવાની કોશિશ કરી એ ચર્ચા છે. ભાજપના એક ધારાસભ્યે વિધાનસભામાં આ મુદ્દો છેડયો એટલે રાજન્નાએ સામેથી જ કહી દીધું કે, આ બીજા કોઈની વાત નથી પણ મારી જ વાત છે. રાજન્નાએ સામેથી કહી દીધું કે, એક યુવાન મહિલાઓએ તેમને પોતાની સાથે સેક્સ માણવાની ઓફર કરીને હની ટ્રેપમાં ફસાવવાનો પ્રયત્ન કર્યો હતો પણ પોતે ફસાયા નહોતા. 

રાજન્નાના દાવા પ્રમાણે તો કેન્દ્રીય મંત્રીઓ સહિત બીજા ઘણા રાષ્ટ્રીય કક્ષાના ટોચના નેતાઓને પણ હની ટ્રેપમાં ફસાવીને તેમની સેક્સ ટેપ બનાવાઈ છે ને બ્લેકમેઈલ કરાય છે. કર્ણાટકમાંથી અત્યારે 5 નેતા મોદી સરકારમાં મિનિસ્ટર છે. તેમાંથી નિર્મલા સીતારામન અને શોભના કરાંદલજે એ સન્નારીઓ છે તેથી તેમને બહાર રાખીએ તો કુમારસ્વામી, પ્રહલાદ જોશી અને વી. સોમન્ના બચે. રાજન્ના વાતનો અર્થ એ થાય કે, આ ત્રણમાંથી કોઈની પણ સેક્સ ટેપ છે. 

રાજન્નાની વાતમાં બીજા ધારાસભ્યોએ પણ સૂર પુરાવ્યો પછી કર્ણાટકના ગૃહ મંત્રી જી. પરમેશ્વરે હાઈ લેવલની તપાસની જાહેરાત કરી નાંખી. આ તપાસમાં શું બહાર આવશે ને કોનાં કોનાં લૂગડાં ઉતરશે એ ખબર નથી પણ કર્ણાટક માટે સેક્સ કાંડ, હની ટ્રેપ વગેરે નવી વાત નથી. કર્ણાટકના રાજકારણીઓ ભારતમાં સેક્સના મામલે સૌથી બદનામ છે અને અત્યાર સુધી કર્ણાટકના રાજકારણીઓનાં સેક્સ કૌભાંડ કે સેક્સ ટેપ બહાર આવી છે એટલી બીજા કોઈ રાજ્યના નેતાઓની બહાર નથી આવી. 

છેલ્લા બે દાયકામાં જ કર્ણાટકના ડઝનથી વધારે ટોચના નેતાઓની સેક્સ સીડીઓ બહાર આવી છે. દર વરસે કોઈની ને કોઈની સેક્સ સીડી બહાર પડી જ જાય છે.  મજાની વાત પાછી એ છે કે, સેક્સ કાંડમાં સંડોવાયેલા આ નેતાઓને કશું થતું નથી. નથી કોઈ પાર્ટી તેમને કોરાણે મૂકી દેતી કે નથી કર્ણાટકની પ્રજા પણ તેમને નકારી કાઢતી. 

ગયા વરસે લોકસભાની ચૂંટણી પહેલાં જેડીએસના સાંસદ પ્રજ્વલ રેવન્નાની સેક્સ સીડીઓ ફરતી થતાં હાહાકાર મચી ગયો હતો.  ભૂતપૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવગૌડાનો પૌત્ર પ્રજ્વલ હાસ્સન લોકસભા બેઠકનો ઉમેદવાર હતો.  

હાસ્સનમાં મતદાનના બે દિવસ પહેલાં ફરતી કરાયેલી પેન ડ્રાઈવમાં પ્રજ્વલના 3000થી વધારે પોર્ન વીડિયો, અંગત પળોના ફોટા વગેરે ફરતા થયેલા. માત્ર 33 વર્ષના પ્રજ્વલે હજારો યુવતીઓને હવસનો શિકાર બનાવી છે ને પ્રજ્વલ  સેક્સ કાંડ કર્ણાટકનો જ નહીં પણ દેશનો સૌથી મોટો લંપટ રાજકારણી છે. પ્રજ્વલનો બાપ રેવન્ના પણ બળાત્કારનો આરોપી છે ને જેલની હવા ખાઈને જામીન પર છૂટેલો છે. 

પ્રજ્વલ તો કામલીલાઓમાં બધાંને ટપી ગયેલો પણ 2007માં ભાજપ-જેડીએસ સરકારના મંત્રી રેણુકાચાર્યની એક નર્સ સાથેની સેક્સ ટેપ ફરતી થઈ ત્યારથી આ સિલસિલો ચાલે છે. નર્સે આક્ષેપ મૂકેલો કે, રેણુકાચાર્યે પોતાની પાછળ પડી ગયેલા અને બળજબરીથી કિસ કરતા હોય એવા ફોટા પાડીને બ્લેકમેઈલિંગ શરૂ કરેલું. રેણુકાચાર્યે નર્સને  પોતાની સાથે શરીર સંબંધ બાંધવાની ફરજ પાડીને વીડિયો ઉતારી લીધો હતો. રેણુકાચાર્યે નર્સ સાથે લગ્નનું નાટક પણ કરેલું. આ ટેપ સાચી હોવાનું ખુદ નર્સે જાહેરમાં કહ્યું છતાં રેણુકાચાર્યને કશું નહોતું થયું. 

2009માં ભાજપની પહેલી સરકારના મંત્રી હરતાલુ હલપ્પાના પોતાના જ મિત્રની પત્ની સાથેની સેક્સ ટેપ બહાર આવી હતી. એ પછી મિત્રની પત્નીએ હલપ્પા સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી પણ હલપ્પા 2017માં અપૂરતા પુરાવાના અભાવે નિર્દોષ છૂટી ગયા હતા. 2009માં ઉડુપીના ધારાસભ્ય રઘુપતિ ભટ્ટની સેક્સ ટેપ બહાર આવતાં તેમણે પણ રાજીનામું ધરી દેવું પડયું હતું.

કોંગ્રેસના સિધ્ધરામૈયા અગાઉ મુખ્યમંત્રી હતા ત્યારે 2015માં તેમની સરકારમાં એક્સાઈઝ મંત્રી હુલ્લપ્પા યમનપ્પા મેતીની સેક્સ ટેપ બહાર આવી હતી. મેતી પાસે સરકારી નોકરી કરતી યુવતી ટ્રાન્સફર માટે આવી હતી. 

મેતીએ ્રટ્રાન્સફર કરાવી આપવાના બદલામાં સેક્સ માણવા દેવાની શરત મૂકી હતી. યુવતીએ  શરત  માનીને મેતી સાથે સંબંધ બાંધ્યા પણ મેતી વીડિયો ઉતારીને યુવતીને બ્લેકમેઈલ કરતા ને મનફાવે ત્યારે સેક્સ સંબંધ બાંધવા બોલાવતા.  એક દિવસ યુવતીએ મેતીના ફોનમાંથી વીડિયો ટ્રાન્સફર કરીને વાયરલ કરી દેતાં  મેતીએ રાજીનામું આપી દેવું પડેલું. મેતીએ બચવા માટે યુવતી સાથે સમાધાન કરી લીધેલું.  યુવતીએ ફરિયાદ પાછી ખેંચી લેતાં મેતી બળાત્કારના આરોપમાંથી બચી ગયા હતા.

યેદુરપ્પા સરકારના મંત્રી રમેશ જર્કિહોલીનું સેક્સ કાંડ પણ 2021ના માર્ચમાં ગાજતાં જર્કિહોલીએ રાજીનામું ધરી દેવું પડેલું. જર્કિહોલી મૂળ કોંગ્રેસી હતા પણ કુમારસ્વામીની સરકારને ગબડાવવા ભાજપે ફોડેલા ધારાસભ્યોમાં જકહોલી પણ એક હતા. ભાજપે કોંગ્રેેસ સાથે ગદ્દારીના બદલારૂપે જર્કિહોલીને મંત્રી બનાવી દીધેલા. જર્કિહોલી એક યુવતી સાથે હોટલના રૂમમાં સેક્સ માણતા હોય એવી ટેપ દિનેશ કલાહલ્લી નામના સામાજિક કાર્યકરે બહાર પાડી હતી. નાગરિક હક્કુ હોરાત સમિતીના કલ્લાહલીનો દાવો હતો કે, જર્કિહોલીએ સરકારી નોકરીની લાલચ આપીને યુવતીને હવસનો શિકાર બનાવી હતી હતી. યુવતી સાથેના સેક્સની ટેપ બનાવી લીધી હતી ને તેને બ્લેકમેઈલિંગ કરતા હતા.

જર્હિકોલીએ યુવતી સાથે વારંવાર શરીર સંબંધ બાંધ્યા પણ  સરકારી નોકરી ના આપી. બલ્કે યુવતીને બદનામ કરવાની ધમકી આપવા માંડી તેથી યુવતીએ કલ્લાહલીનો સંપર્ક કર્યો. કલ્લાહલીએ સેક્સ ટેપ સાથે પોલીસનો સંપર્ક કર્યો પણ પોલીસ પગલાં લેવામાં આનાકાની કરતી હતી તેથી મીડિયાને સેક્સ ટેપ આપીને જર્કિહોલીનો ભાંડો ફોડી નાંખ્યો. યુવતીએ  છ વીડિયો આપેલા તેમાં  કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા બીજા નેતાઓની યુવતી સાથેની કામક્રિડા કેદ થયેલી પણ ગમે તે કારણોસર તેમનાં નામ બહાર નહોતાં આવ્યાં.

આ તો થોડાક છિંડે ચડેલા મોટા ચોરોની વાત કરી. એ સિવાય બીજા ઘણા નેતા સેક્સ કાંડમાં વગોવાયા જ છે. આ સંજોગોમાં રાજન્નાની 48 નેતાઓની સેક્સ ટેપ હોવાની વાત સો ટકા સાચી લાગે છે પણ આ નેતાઓને કશું નહીં થાય એ પણ એટલી જ સાચી વાત છે. 

કર્ણાટક વિધાનસભામાં બે વાર ધારાસભ્યો પોર્ન ક્લિપ જોતાં ઝડપાયેલા

ગુજરાત વિધાનસભામાં ધારાસફ્યો પોર્ન ક્લિપ જોતા હોય તેનો વિવાદ ગાજ્યો હતો. કર્ણાટકમાં આવા વિવાદ બે વાર થયા છે. 2012માં ભાજપના લક્ષ્મણ સવાદી, કૃષ્ણા પાલેમાર અને સી.સી. પાટિલ સાથે વિધાનસભામાં પોર્ન ફિલ્મ જોતા ઝડપાઈ ગયા હતા. સીસીટીવીમાં આ ત્રણેય ધારાસભ્યો પોર્ન ક્લિપ જોતા હતા એ સ્પષ્ટ દેખાતું હતું છતાં ગૃહ મંત્રાલયે કરેલી તપાસમાં સવાદીને ક્લીન ચીટ આપવામાં આવી હતી. સવાદી પાછળથી નાયબ મુખ્યમંત્રી જ્યારે કૃષ્ણા પાલેમાર અને સી.સી. પાટિલ પ્રધાન બન્યા હતા.  

બીજી ઘટનામાં કોંગ્રેસના ધારાસભ્ય પ્રકાશ રાઠોડ કર્ણાટક વિધાનસભામાં બેઠાં બેઠાં અશ્લીલ ક્લિપ જોતા કેમેરામાં કેદ થઈ ગયા હતા. ૨૦૨૧ના જાન્યુઆરીમાં વિધાનસભાની કાર્યવાહી ચાલુ હતી ત્યારે છેલ્લી રોમાં બેઠાં બેઠાં રાઠોડ પોર્ન ક્લિપિંગ્સ જોતા હતા. ટીવી ચેનલોના કેમેરામાં રાઠોડની આ હરકત ઝડપાઈ ગઈ પછી રાઠોડે લૂલો બચાવ કર્યો કે, મોબાઈલ ફોનમાંથી પોતે નકામા મેસેજ ડીલીટ કરતા હતા ત્યારે કોઈએ મોકલેલી ક્લિપ ડીલીટ કરતા હતા તેનો ફોટો ઝડપી લેવાયો હતો. બાકી પોતે  પોર્ન ક્લિપ જોતા જ હતા.  રાઠોડ વીડિયો ડીલીટ કરતા નહોતા પણ પોર્ન ક્લિપ જોતા હતા એવું સ્પષ્ટ રીતે વીડિયોમાં દેખાતું હતું છતાં એ સાવ નામક્કર ગયા હતા.

યેદુરપ્પા સરકારના મંત્રી લિમ્બાવલીની સજાતિય સેક્સની ટેપ ફરતી થયેલી 

કર્ણાટકમાં નેતાઓની સેક્સ ટેપમાં યેદુરપ્પા સરકારના મંત્રી અરવિંદ લિમ્બાવલીની સેક્સ ટેપે ભારે ચર્ચા જગાવેલી કેમ કે લિમ્બાવલીની સેક્સ ટેપ કોઈ યુવતી સાથે નહીં પણ એક છોકરા સાથે હતી. 

મતલબ કે, લિમ્બાવલી સજાતિય સંબંધોની મજા માણી રહ્યા હતા અને તેમની ફિલ્લમ ઉતરી ગઈ હતી. ૨૦૧૯માં અરવિંદ લિમ્બાવલીની સેક્સ સીડી ફરતી થઈ ત્યારે લિમ્બાવલી  યેદુરપ્પા સરકારમાં કેબિનેટ મિનિસ્ટર હતી.

લિમ્બાવલી છોકરા સાથે સજાતિય સેક્સ માણતા હોય એવી ટેપને કારણે ભાજપ શરમજનક સ્થિતીમાં મૂકાયેલો. લિમ્બાવલી પર રાજીનામું ધરી દેવા ભારે દબાણ થયેલું પણ લિમ્બાવલીએ મચક નહોતી આપી.  લિમ્બાવલીએ આ ટેપ નકલી હોવાનો દાવો કરીને યેદુરપ્પાને તેની તપાસ કરાવવા કહેલું. ટેપની ફોરેન્સિક તપાસનો પાંચ મહિના પછી રીપોર્ટ આવ્યો તેમાં ટેપ સાથે ચેડાં કરાયાં હોવાનું કહેવાયેલું.  ભાજપના નેતાઓનું જ કહેવું હતું કે. યેદુરપ્પાએ સરકારની આબરૂ બચાવવા માટે બધું મેનેજ કરીને ફોરેન્સિક ડીપાર્ટમેન્ટ પાસેથી લિમ્બાવલીને ક્લીન ચીટ અપાવી હતી.

Tags :