જાડી ચામડીનાં મગર જેવાં પ્રાણીઓની નગરયાત્રા

Updated: Aug 31st, 2024


Google NewsGoogle News
જાડી ચામડીનાં મગર જેવાં પ્રાણીઓની નગરયાત્રા 1 - image


- અગડમ્ બગડમ્-બાબા આદમ

- સંસ્કારી નગરીમાં સહનશીલતા એ સૌથી મોટો સંસ્કાર છે

'મોટાભાઈ, હું તો થાક્યો? હજુ કેટલી દડમજલ છે?'    વડોદરામાં લટાર મારી રહેલા નાના મગરે મોટા મગરન ેકહ્યું.  

નાનકા, તને ખબર નથી?  છેલ્લાં દસ વર્ષમાં આખા દેશની જેમ ાં વડોદરાના પણ ચારેબાજુ વિકાસ થયો છે. નદીના કાંઠે   તો ઠીક પણ નદીના પટમાં પણ વિકાસ થઈ ગયો છે.  આપણે આપણા વડવાઓ જે નદીના પટ અને કોતરમાં ફરતા હતા ત્યાં જ ફરીએ છીએ પણ એ તો વિકાસને કારણે તને એવું લાગે છે કે આપણે શહેરમાં જ ફરીએ છીએ.' 

'મોટાભાઈ, તમ તો મોટા થઈ ગયા એટલે નેતા થઈ ગયા. વિકાસની વાતો  કરવા લાગ્યા. આપણે પણ  વિકાસ જોવા નીકળ્યા છીએ?? ' 

'જો નાનકા,મોટા હોય એ નેતા ન થાય પણ નેતા હોય એ મોટા થઈ જાય. બાકી કેટલાંક કામ અન્યો માટે રુટિન હોય પણ નેતાઓ માટે ટાણુંહોય. સફાઈ સેવકો રોજ રસ્તો સાફ કરે પણ નેતાઓ એકાદ દિવસ ઓલરેડી સાફ રસ્તા પર  ઝાડુ  ફેરવી ફોટા પડાવે. આપણે રોજ વડોદરામાં આંટા મારતા હોઈએ પણ આ નેતાઓ એકાદ દિવસ પૂર જોતા ફટાવવા પડાવા આવે.'

'આ પેલું રોડ શો કહે છે એવું?'

'ના બકા ના. રોડ શોમાં તો  ભેગી કરવામાં આવેલી  ભીડ હોય, હારતોરા સાથે જયજયકાર થતો હોય. અત્યારે જ ે થાય છે એ રોડ શો નહીં પણ શો બાજી છે. આપણે કેમ આખું વર્ષ એકબાજુ પડયા રહીએ ને આવા ટાઈમે જ આંટા મારીએ છીએને. એવું જ આ તંત્રનું  છે. આમ નિષ્ક્રિય થઈને પડયું રહે. બાકી, આવી આફત આવે એટલે શો કરવાનો અવસર શોધે.'

'મોટાભાઈ,  આ પેલું કાળા ઘુમ્મટ જેવું શું છે? '

'નાનકા એ અહીં ની એમ.એસ. યુનિવર્સિટીનો ડોમ છે. એને  વધુ પડતો કેસરી કલર કરવા ગયા એમાં એ વધુ કાળો પડી ગયો છે.'

'મોટાભાઈ, આ રોડ પર તો ચારે બાજુ કાર તરતી દેખાય છે. '

'નાનકા, થોડું  જનરલ નોલેજ રાખ. માથાદીઠ કારની સંખ્યાની રીતે વડોદરા ગુજરાતનું નહિ, દેશનાં ટોપનાં શહેરોમાંનું એક છે. '

'ઓહો, મને તો એટલી ખબર હતી કે વડોદરામાં જે કાર વખણાય છે એ છે સંસ્કાર, આ તો સંસ્કારી નગરી છે ને. '

'હા બકા, પણ અહીંની પ્રજા સહનશીલતાને જ સૌથી મોટો  સંસ્કાર ગણે છે. જો આટલાં વર્ષોમાં આટલી બધી વખત પૂર આવી ગયાં પણ તોય  કોઈ એક હરફ પણ નહીં બોલે. સેવઉસળની તીખી તરી  પી જઈ સીસકારા બોલાવી ગરમી કાઢી નાખશે બસ.'

'મોટાભાઈ, પબ્લિકની આટલી હેરાનગતિ જોઈને મને તો લાગી આવ્યું. મારી ચામડી પાતળી પડી લાગે છે.' આટલું બોલતાં નાના મગરનો અવાજ ગળગળો થઈ ગયો. 

'નાનકા, તું   મગર થઈને આંસુ સારી રહ્યો છે  જ્યારે   આપણા જેવી જ જાડી ચામડીવાળા પ્રજાની હાલત જોઈ જે આંસુ સારે તેને લોકભાષામાં મગરના આંસુ કહેવાય. તું સમજ્યો કે નહિ? '

ને આ સાંભળી નાના મગરે જડબું ફાડી સ્માઈલ આપ્યું.

આદમનું અડપલું

પૂરના કાયમી ઉપાયો બાબતે નેતાઓ વડોદરાને દોઢિયું રમાડે છે - એક સ્ટેપ આગળ, બે સ્ટેપ પાછળ. થોડી વાર પછી ગોળ ગોળ ફરીને હતા ત્યાંના ત્યાં. 


Google NewsGoogle News