ભાર સાથેની ભક્તિ: ભક્તોેને વેઇટલિફ્ટિંગના તમામ મેડલ આપી દો
- અગડમ્ બગડમ્-બાબા આદમ
- બ્રિજ તૂટે કે બજેટમાં પબ્લિકનાં કરમ ફૂટે, ભક્તોના કાર્યબોજની કલ્પના કરો
'સર, આપણા જ કેટલાક ભક્તો રજૂઆત કરવા આવ્યા છે.'
'મને ખબર છે કે જ્યારથી બજેટ રજૂ થયું છે ત્યારથી આપણા કેટલાય ભક્તો વટલાઈ ગયા છે અને ે બજેટ વિરુદ્ધ પોસ્ટ્સ કરી રહ્યા છે. ખબરદાર, આપણે તો કોઈનુંય સાંભળવા ટેવાયેલા નથી.'
'સર, આ ભક્તો તો એક માગણી લઈને આવ્યા છે.'
'માગણી વળી શેની? ભક્તોએ તો તેમને આ સરકારના ભક્ત બનવાનો ધન્ય અવતાર મળ્યો એ વાતે જ રાજી રહેવાનું.'
'સર, આ તો હમણા પેરિસમાં પેલી ઓલિમ્પિક્સ શરુ થઈ છેને.'
'ઓલિમ્પિક્સના પાસ જોઈએ છે? એ શક્ય નથી. આપણા માનનીય સાંસદ કંગના રણૌતજીએ કહી દીધું છે ક ેઓલિમ્પિક કમિટી તો ડાબેરીઓનો અડ્ડો બની ગઈ છે. ઓલિમ્પિક્સ જોવા જવાની પણ વાત કરે તેમને ધર્મવિરોધી ડાબેરી જાહેર કરી દેવાશે.'
' ના, ના. આ ે લોકો એક સ્વદેશી મેડલની માગણી કરી રહ્યા છે. તેમની ઈચ્છા છે કે તેમને ભારરુપ ભક્તિ માટે વેઈટલિફ્ટિંગનો મેડલ મળે.'
'વેઈટ... વેઈટલિફ્ટિંગ? ભારરુપ ભણતર શબ્દ તો સાંભળ્યો હતો, હવે શું એમને ભક્તિ પણ ભારરુપ લાગવા માંડી?'
'એક્ઝેટલી સર, તેમનું કહેવું છે કે હમણાંથી તેમના પર ભક્તિનો ભાર ખરેખર વધી ગયો છે. જુઓ , તેઓ કહે છે કે પહેલાં તો ચૂંટણીમાં આપણી બેઠકો ઘટી તેમ છતાં પણ આપણે કેવો વિરાટ વિજય મેળવ્યો છે તેના ગુણગાન ગાયા. હજુ એ પત્યું ન હતું ત્યાં ગુજરાતમાં આપણી પાર્ટીના નેેતાઓ બળાત્કાર, ડ્રગ કેસ, કાર ભાડે લેવાનાં કૌભાંડ ો બહાર આવ્યાં તેનો બચાવ કરવાનો આવ્યો. દ્વારકાના બ્રિજમાં તિરાડ પડી તેનાં બહાનાં શોધવાં પડયાં. એક તરફ દિલ્હીમાં પેલા આઈએએસનું ભણતા વિદ્યાર્થીઓ બેઝમેન્ટમાં ફસાઈને મરી ગયા તેમાં હજુ આમ આદમી પાર્ટી અને સ્થાનિક અધિકારીઓને દોષિત ઠેરવવામાંથી નવરા પડીએ ત્યાં ફરી ટ્રેન દુર્ઘટના થઈ ગઈ. હવે આ સરકારમાં કેવીરીતે ઓછામાં ઓછા અકસ્માતો થયા છે તેના આંકડા શોધવાનો વારો આવ્યો.
'આ બધી બબાલો વચ્ચે બજેટ રજૂ થયું ત્યારથી એ બિચારાઓએ તો આંખનું મટકું પણ માર્યું નથી. કેપિટલ ગેઈન્સ ટેક્સમાં વધારો કેવીરીતે પ્રજાના ફાયદામાં છે તેની ગણતરીઓ બતાવી બતાવીને એ બધા સુપર સીએ થઈ ગયા છે. સર, આ દેશમાં કદાચ સરકારની ભક્તિ અત્યારે સૌથી અઘરી જોબ થઈ ગઈ છે.'
'છતાં પણ તેમને વેઈટલિફ્ટિંગનો મેડલ નહીં જ મળે. 'એક અકેલા સબ પે ભારી'નું સૂત્ર ચાલતું હતું ત્યારથી કરીને હવે આ લોકો મને બોલવા નથી દેતા સુધીની સફર વધારે ભારેખમ છે તે આ ભક્તોને ખબર છે ખરી?'
'યસ સર...આઈ મીન, નો સર...એટલે કે ઓક ે સર...'
આદમનું અડપલું
ભાજપમાં જૂના ઓરિજનલ કાર્યકરોથી મોટા વેઈટલિફ્ટર્સ બીજા કોઈ નથી, પાર્ટીમાં ઘૂસનારા દરેક વિપક્ષી નેતાને ઊંચકીેને તેઓ હસતા મુખે ફર્યા કરે છે.