Gujarat Election Results Live : ભાજપ-149, કોંગ્રેસ-19, AAP-10, અપક્ષ-4 બેઠક પર આગળ
પ્રથમ તબક્કામાં 63.31% અને બીજા તબક્કામાં 65.34% મતદાન થયુ હતુ
37 કેન્દ્રો પર 8 વાગ્યાથી મતગણતરી પોસ્ટલ બેલેટ બાદ EVMના મતોની ગણતરી શરૂ થશે
અમદાવાદ,તા.08 ડિસેમ્બર-2022, ગુરુવાર
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બંને તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું હતું. બંને તબક્કાના મતદાન બાદ હવે ચૂંટણીના પરિણામ માટેની મતગણતરીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આજે 182 બેઠકો પર 1621 ઉમેદવારોનું ભાવિ નક્કી થશે. ચૂંટણીપંચ દ્વારા પરિણામને લઈને તમામ પ્રકારની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. સૌ પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી કરાશે. ત્યાર બાદ સાડા આઠ વાગ્યાથી પોસ્ટલ બેલેટની સાથે EVMના મતોની ગણતરી શરૂ થશે.
Live ગુજરાત વિધાનસભા પરિણામ
9.44 AM : વિસનગર બેઠકથી ભાજપના ઋષિકેશ પટેલ પાછળ
9.43 AM : રાજકોટથી ભાજપ ઉમેદવાર ગીતા બા જાડેજા આગળ
9.40 AM : ગાંધીનગર દક્ષિણ બેઠક પર અલ્પેશ ઠાકોર ત્રણ રાઉન્ડના અંતે આગળ
9.37 AM : વિરમગામ બેઠક પર ત્રીજા રાઉન્ડના અંતે હાર્દિક પટેલ 359 મતથી આગળ
9.35 AM : જમાલપુરમાં ભાજપ, ચોટીલામાં AAP આગળ
9.34 AM : સુરતના માંડવીમાં આપના સાયના ગામિત આગળ, ધ્રાંગધ્રામાં કોંગ્રેસના ઉમેદવાર આગળ, ખંભાળિયામાં આપ અને દ્વારકામાં ભાજપ આગળ
9.33 AM : પોરબંદરમાં અર્જુન મોઢવાડિયા 4 હજાર મતથી આગળ
9.33 AM : જામનગર ઉત્તર AAPના કરશન કરમુરા આગળ
9.31 AM : ધાનેરા બેઠક પર અપક્ષ ઉમેદવાર માવજી દેસાઈ આગળ, ગારિયાધાર બેઠક AAPના ઉમેદવાર સુધિર વાઘાણી આગળ
9.29 AM : સંપૂર્ણ પરિણામ જાહેર થયા પછી કહી શકાય, કોની જીત થઈ : જગદીશ ઠાકોર
9.27 AM : ભરૂચની ઝઘડિયા બેઠક પર ભાજપ આગળ
9.26 AM : ગોંડલ બેઠક પર AAP આગળ
9.26 AM : નવસારીના વાંસદમાં કોંગ્રેસના ઉમેદવાર આગળ, જંબુસરમાં બે રાઉન્ડ બાદ કોંગ્રેસના સંજય સોલંકી આગળ
9.25 AM : નરોડા અને ઠક્કરબાપાનગરમાં ભાજપ ઉમેદવાર આગળ
9.24 AM : વાવમાં ગેનીબેન ઠાકોર 6200 મતથી આગળ
9.23 AM : ખંભાળીયા બેઠક પરથી ઈસુદાન ગઢવી 2253 મતે આગળ
9.22 AM : અમરેલી - ધારી બેઠક પર જે.વી.કાકડિયા આગળ
9.21 AM : જલાલપોર બેઠક પર ભાજપના ઉમેદવાર આગળ, બારડોલી બેઠક પરથી ભાજપના ઈશ્વર પરમાર આગળ
9.21 AM : ગાંધીનગર ઉત્તરમાં કોંગ્રેસ આગળ, સોમનાથ બેઠક પર આપ આગળ
9.20 AM : પોરબંદર બેઠક પરથી અર્જુન મોઢવાડિયા આગળ
9.19 AM : દરિયાપુર બેઠક પરથી કોંગ્રેસના ગ્યાસુદ્દીન શેખ પાછળ
9.18 AM : રાધનપુર બેઠકથી કોંગ્રેસના રઘુ દેસાઈ માત્ર 24 મતથી આગળ
9.17 AM : દાણીલીમડા બેઠક પર કોંગ્રેસના શૈલેષ પરમાર પાછળ
9.16 AM : ખંભાળીયા બેઠક પરથી ઈસુદાન ગઢવી 2200 મતથી આગળ
9.15 AM : સુરત SVNITમાં 6 બેઠકની મતગણતરી ખોરવાઈ
9.14 AM : વલસાડની તામમ પાંચેય બેઠક પર ભાજપ આગળ, માણાવદર બેઠક પરથી ભાજપના જવાહર ચાવડા આગળ
9.13 AM : ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી અલ્પેશ ઠાકોર આગળ, સાવરકુંડલા બેઠક પરથી કોંગ્રેસના પ્રતાપ દૂધાત આગળ, ડીસા બેઠક પર અપક્ષ ઉમેદવાર લેબજી ઠાકોર આગળ
9.12 AM : અમરેલીની ધારીમાં આપના ઉમેદવાર આગળ, વઢવાણ બેઠક પરથી જગદીશ મકવાણા આગળ
9.10 AM : વડગામ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર જીજ્ઞેશ મેવાણી પાછળ, આંકલાવમાં અમિત ચાવડા પાછળ,
9.09 AM : રાજકોટ શહેરની તમામ બેઠક પર ભાજપ આગળ, તાલાલામાં ભાજપના ભગા બારડ આગળ
9.07 AM : વિરમગામ બેઠક પર બીજા રાઉન્ડમાં હાર્દિક પટેલ આગળ
9.06 AM : કડીમાં કોંગ્રેસ, મહેસાણામાં ભાજપ આગળ, ગોંડલથી ગીતાબા જાડેજા આગળ
9.04 AM : ધાનેરા બેઠક પર અપક્ષ ઉમેદાર માવજી દેસાઈ આગળ
9.04 AM : મોરબીમાં ભાજપના ઉમેદવાર કાંતિ અમૃતિયા આગળ
9.03 AM : પાટણમાં કોંગ્રેસના કિરીટ પટેલ આગળ, ટંકારા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરા પાછળ
9.01 AM : લિમખેડા બેઠક પર આપના ઉમેદવાર નરેશ બારૈયા આગળ
9.01 AM : તાપી - નિઝર બેઠક પર ભાજપના ઉમેદવાર જગરામ ગામીત આગળ, મોરબી બેઠક પર કાંતિ અમૃતિયા આગળ
9.00 AM : મહિસાગર - લુણાવાડા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર આગળ
8.59 AM : ખંભાળિયા અને દ્વારકા બેઠક પર આપ આગળ
8.58 AM : વિરમગામ બેઠક પરથી હાર્દિક પટેલ પાછળ, આમ આદમી પાર્ટી આગળ, માણસા બેઠક પર ભાજપ આગળ
8.57 AM : ગાંધીનગર ઉત્તર બેઠક પર કોંગ્રેસના વિરેન્દ્રસિંહ આગળ, જામનગર ગ્રામ્ય બેઠક પરથી બસપા આગળ, જામનગર ગ્રામ્યમાં રાઘવજી પટેલ પાછળ, જામનગર ઉત્તર બેઠક પર ભાજપના ઉમેદવાર રિવાબા જાડેજા પાછળ
8.56 AM : માણાવદરમાં ભાજપના જવાહર ચાવડા આગળ, વાવ બેઠક પર ભાજપના સ્વરૂપજી ઠાકોર આગળ
8.55 AM : વાઘોડિયામાં મધુશ્રીવાસ્તવ પાછળ, વાઘોડિયામાં અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ આગળ
8.52 AM : દાંતામાં ભાજપના લઘુ પારઘી આગળ
8.51 AM : ભાવનગર પશ્ચિમમાં જીતુ વાઘાણી પાછળ, થરાદમાં શંકર ચૌધરી 2900 મતથી આગળ
8.50 AM : રાધનપુરમાં કોંગ્રેસના રઘુ દેસાઈ આગળ
8.50 AM : મહીસાગર જિલ્લાની ત્રણેય બેઠક, ગાંધીધામની બેઠક, ડીસાની બેઠક પર કોંગ્રેસ આગળ, મહુવામાં કોંગ્રેસના કનુ કલસરિયા આગળ
8.48 AM : ગાંધીનગરમાં ભાજપના અલ્પેશ ઠાકોર આગળ
8.46 AM : અબડાસા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ આગળ, પ્રાંતિજ બેઠક પરથી ભાજપના ગજેન્દ્રસિંહ પરમાર આગળ, હિંમતનગર બેઠક પર ભાજપના વી.ડી.ઝાલા આગળ, ખેડબ્રહ્મા બેઠક પર ભાજપના અશ્વિન પરમાર આગળ, દ્વારકા બેઠક પર પબુભા માણેક આગળ, ડીસામાં ભાજપના પ્રવિણ માળી આગળ
8.44 AM : મહેસાણામાં પાંચ બેઠક પર ભાજપ આગળ
8.43 AM : થરાદમાં શંકર ચૌધરી આગળ, જસદણમાં કોંગ્રેસના ઉમેદવાર ભોળા ગોહિલ આગળ
8.42 AM : ધોરાજીમાં કોંગ્રેસના લલિત વસોયા આગળ, વિરમગામ બેઠક પરથી હાર્દિક પટેલ પાછળ
8.40 AM : કપરાડામાં ભાજપના જીતુ ચૌધરી આગળ, જામનગર ગ્રામ્ય રાઘવજી પટેલ આગળ, જામનગર ઉત્તરમાંથી ભાજપના ઉમેદવાર રિવાબા જાડેજા આગળ
8.39 AM : માણાવદરમાં ભાજપના જવાહર ચાવડા આગળ, કુતિયાણા બેઠક પરથી કાંધલ જાડેજા આગળ
8.38 AM : વિરમગામ બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર આગળ
8.37 AM : કલોલ બેઠક પર કોંગ્રેસ આગળ
8.36 AM : પ્રાંતિજ બેઠકથી ભાજપના ગજેન્દ્રસિંહ પરમાર આગળ, વેજલપુર બેઠક ભાજપના અમિત ઠાકર આગળ
8.35 AM : મોડાસામાં ભાજપ આગળ, ઘાટલોડિયા બેઠક પર ભુપેન્દ્ર પટેલ આગળ
8.34 AM : ગોંડલ બેઠક પર ભાજપ, ભુજ બેઠક પર કોંગ્રેસ આગળ, ઈડર બેઠક પર ભાજપના રમણ વોરા આગળ
8.33 AM : વલસાડમાં ભાજપના કનુ દેસાઈ આગળ, લીંબડીથી કિરીટસિંહ રાણા આગળ
8.32 AM : અંજારમાં ભાજપના ત્રિકમ છાંગા આગળ, ઘાટલોડીયા બેઠક પરથી ભુપેન્દ્ર પટેલ આગળ
8.30 AM : બાયડમાં ભાજપ અને પાલનપુરમાં કોંગ્રેસ આગળ
8.28 AM : વિસનગર બેઠક પરથી ભાજપના ઉમેદવાર ઋષિકેશ પટેલ આગળ
8.27 AM : ખંભાળીયાથી AAPના ઉમેદવાર ઈસુદાન ગઢવી આગળ
8.26 AM : પાવી જેતપુરમાં કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવા આગળ
8.24 AM : ખંભાતમાં કોગ્રેસના ઉમેદવાર આગળ
8.22 AM : સાવલીમાં ભાજપના કેતન ઈમાનદાર આગળ - શરૂઆતી ટ્રેન્ડમાં ભાજપ 100ને પાર
8.22 AM : લાઠી બેઠક પર કોંગ્રેસના વિરજી ઠુમ્મર આગળ
8.20 AM : વડોદરાની માંજલપુર બેઠક પરથી ભાજપના ઉમેદવાર યોગેશ પટેલ આગળ
8.19 AM : ભાવનગર પૂર્વમાં ભાજપના ઉમેદવાર સેજય પંડ્યા આગળ
8.18 AM : દાણીલિમડા બેઠક પર કોંગ્રેસના શૈલેષ પરમાર આગળ
8.18 AM : ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસ 4 બેઠક પર આગળ
8.17 AM : મજૂરા બેઠક પરથી ભાજપના ઉમેદવાર હર્ષ સંઘવી આગળ
8.16 AM : જૂનાગઢમાં કોંગ્રેસના ભીખા જોશી આગળ
8.15 AM : વડોદરાના પાદરા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર દિનેશ પટેલ (દિનુ મામા) આગળ
8.12 AM : વિરમગામ બેઠક પરથી હાર્દિક પટેલ આગળ
8.11 AM : વરાછામાં અલ્પેશ કથિરિયા આગળ
8.10 AM : કતારગામ બેઠક પરથી ગોપાલ ઈટાલીયા આગળ
8.04 AM : મહેસાણા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર મુકેશ પટેલ, કડી કોંગ્રેસના ઉમેદવાર પ્રવીણ પરમાર, મહેસાણા કોંગ્રેસના ઉમેદવાર પી.કે.પટેલ મતગણતરી કેન્દ્ર પર પહોંચ્યા.
8.00 AM : રાજ્યની 182 બેઠકો પરના પરિણામો માટે મતગણતરી પ્રક્રિયા શરૂ
7.50 AM : ચૂંટણી પંચ અને વહીવટી તંત્રની ગંભીર બેદરકારી સામે આવી : મતગણતરી શરૂ થાય તે પહેલા અરવલ્લીના મોડાસાના જીઈસી મતગણતરી કેન્દ્ર પરથી બિનવારસી બેલેટ પેપર મળી આવ્યું
7.45 AM : થોડી વારમાં શરૂ થશે મત ગણતરી : ચોર્યાશી ભાજપના સંદીપ દેસાઈ, બારડોલી ભાજપ ઈશ્વર પરમાર, મહુવામાં ભાજપ ઉમેદવાર મોહન ધોડિયા, માંડવી કોંગ્રેસના ઉમેદવાર આનંદ ચૌધરી મતગણતરી કેન્દ્ર પર પહોંચ્યા
7.40 AM : રાજ્યના 37 કેન્દ્રો પર થશે મતગણતરી : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના દિગ્ગજનો
7.37 AM : આજે ભાજપના 182, કોંગ્રેસના 179 ઉમેદવારોનું ભાવી ખુલશે
7.35 AM : 1621 ઉમેદવારોના ભાવીનો થશે ફેંસલો
7.33 AM : મતગણતરીમાં 1007 અધિકારીઓ જોડાશે
7.31 AM : બંને તબક્કામાં કુલ 64.30 મતદાન થયું હતું
7.30 AM : સરકાર બનાવવા 92 બેઠકોની જરૂર : ગુજરાતમાં સરકાર બનાવવા માટે 92 સીટોની જરૂર હોય છે. રાજ્યમાં વર્ષ 2017ની ચૂંટણીમાં ભાજપને 99 બેઠકો અને કોંગ્રેસને 77 બેઠકો મળી હતી. જ્યારે 2 બેઠકો BTPને અને 3 અપક્ષને મળી હતી. રાજ્યમાં 27 વર્ષથી ભાજપ સત્તા પર છે. આ વખતે પણ પીએમ મોદી અને અમિત શાહે રેકોર્ડ બનાવવા મતદારોને રિઝવવા માટે ચૂંટણીમાં તમામ પ્રયાસો લગાવી દીધા હતા.
જુઓ 182 બેઠકો પર કોની સામે કોણ ?
મતગણતરી કેન્દ્રો પર તૈયારીઓ પૂર્ણ
રાજ્યના તમામ મતગણતરી મથકોએ આવશ્યક તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ચૂંટણી અધિકારી પી. ભારતીએ જણાવ્યું હતું કે, સમગ્ર કાઉન્ટિંગ પ્રોસેસ માટે 182 કાઉન્ટિંગ ઓબ્ઝર્વર્સ, 182 ચૂંટણી અધિકારી અને 494 મદદનીશ ચૂંટણી અધિકારી ફરજ બજાવશે. મતગણતરી માટે વધારાના 78 મદદનીશ ચૂંટણી અધિકારી હશે. આ ઉપરાંત 71 વધારાના મદદનીશ ચૂંટણી અધિકારીઓને ઇલેક્ટ્રોનિકલી ટ્રાન્સમિટેડ પોસ્ટલ બેલેટ સિસ્ટમ માટે જવાબદારી સોંપવામાં આવી છે.
મતગણતરી પ્રક્રિયાની વિડિયોગ્રાફી કરાશે
ઉલ્લેખનીય છે કે, મતગણતરીની સમગ્ર પ્રક્રિયાની વિડિયોગ્રાફી કરવામાં આવશે. મતગણતરી મથકો પર ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્યતા પ્રાપ્ત અધિકારીઓ, નિરિક્ષકો, ફરજરત કર્મચારીઓ-અધિકારીઓ, ઉમેદવારો તથા કાઉન્ટીંગ એજન્ટ્સ અને દરેક ઉમેદવારના કાઉન્ટિંગ એજન્ટ્સ પણ પ્રવેશ કરી શકશે. રિટર્નિંગ ઑફિસર/આસિસ્ટન્ટ રિટર્નિંગ ઑફિસર, ઉમેદવાર-કાઉન્ટીંગ એજન્ટ્સ તથા ભારતના ચૂંટણી પંચ દ્વારા નિમણૂંક પામેલા ઑબ્ઝર્વર્સની હાજરીમાં સ્ટ્રોંગરૂમમાંથી EVM બહાર કાઢી કાઉન્ટીંગ હૉલમાં ગોઠવવામાં આવશે.
37 મતગણતરી કેન્દ્રો પર મતની ગણતરી કરાશે
તમામ કાઉન્ટિંગ સેન્ટર પર ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. મુખ્ય નિર્વાચન અધિકારી પી.ભારતીએ મતગણતરીની તૈયારીઓની સમીક્ષા કરી તેને આખરી ઓપ આપતાં જણાવ્યું કે, રાજ્યના 33 જિલ્લામાં 37 મતગણતરી મથકોએ તમામ આવશ્યક તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. મત ગણતરી કેન્દ્રના કેમ્પસની બહાર સ્થાનિક પોલીસનો પહેરો પણ રહશે. મતગણતરી લોકેશન પર એસઆરપીએફ અને મતગણતરી કેન્દ્રના દરવાજાની બહાર સીએપીએફનો ચુસ્ત બંદોબસ્ત હશે. ફરજ પરના અધિકારીઓ અને ખાસ મંજૂરી પ્રાપ્ત રાજકીય પ્રતિનિધિઓ સિવાય વ્યક્તિ કે વાહનને આ સંકુલમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં.