દીપિકાએ દુઆના ઉછેરને પ્રાયોરિટી આપતાં કલ્કિ ટૂ ઠેલાશે
- બીજા ભાગનું ૩૦ ટકા શૂટિંગ થઈ ચૂક્યું છે
- દીપિકાની ચોખ્ખી વાત, મારી માતાએ જેમ મને ઉછેરી તેમ હું મારી દીકરીને ઉછેરીશ
મુંબઈ : દીપિકા પદુકોણે તેની દીકરી દુઆના ઉછેરને પ્રાયોરિટી આપતાં 'કલ્કિ ટૂ'નું શૂટિંગ પાછળ ઠેલાય તેવી સંભાવના છે. દીપિકાએ મેટરનિટી લીવ પરથી પરત ફરવાની ઉતાવળ કરવા માગતી નથી. દીપિકાએ નિર્માતાઓને જણાવ્યું છે કે તે ઉતાવળે ડેટ્સ આપી શકશે નહીં. તે પોતાની દીકરીને આયાના ભરોસે છોડીને સેટ પર નહીં આવે. દીપિકાએ એવું સ્પષ્ટ કહ્યાનું જાણવા મળે છે કે મને જેમ મારી માતાએ ઉછેરી છે તે જ રીતે હું દુઆના ઉછેર પર ધ્યાને કેન્દ્રિત કરીશ.
'કલ્કિ'ના પહેલા ભાગનું શૂટિંગ થયું ત્યારે જ બીજા ભાગનાં કેટલાંક દ્રશ્યો ફિલ્માવી લેવામાં આવ્યાં હતાં. આમ રીતે બીજા ભાગનું આશરે ૩૦ ટકા જેટલું શૂટિંગ થઈ ગયું હોવાનું કહેવાય છે.
બાકીના હિસ્સાનું શૂટિંગ ૨૦૨૫ની શરુઆતથી ચાલુ થવાનું હતું. જોકે, હવે દીપિકાની તારીખો સાથે બાકીના કલાકારો પ્રભાસ અને અમિતાભ બચ્ચનની તારીખોનો મેળ બેસાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે.