ભારતમા ધમાલ મચાવનારી વિક્રાંત મેસીની ફિલ્મ 12th Fail હવે આ દેશમા 20 હજાર સ્ક્રિન રિલીઝ થશે
ગયા વર્ષે રિલીઝ થયેલ વિક્રાંત મેસીના પ્રેરણાદાયી ડ્રામા '12th ફેલ'ને દર્શકોએ ખૂબ પ્રેમ વરસાવ્યો હતો.ઓછા બજેટમાં બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર જોરદાર કલેક્શન કર્યું. 12th Fail IPS ઓફિસર મનોજ કુમાર શર્મા અને IRS ઓફિસર શ્રદ્ધા જોશીની રિયલ લાઇફ સ્ટોરીથી પ્રેરિત છે. આ ફિલ્મ હવે વધુ એક સિદ્ધિ પોતાના નામે કરવા જઈ રહી છે.ભારતમાં ધમાલ મચાવ્યા બાદ અને દર્શકોનો પ્રેમ મળ્યા બાદ વિક્રાંત મેસીની ફિલ્મ '12th ફેલ' ચીનમાં રિલીઝ થવા જઈ રહી છે. તાજેતરમાં, ઇન્સ ફિલ્મે પણ થિયેટરોમાં તેનું 25મું સપ્તાહ ઉજવ્યું.
ચીનમાં રિલીઝ થશે 12th Fail
12th Fail ના લીડ સ્ટાર્સ વિક્રાંત મેસી અને મેધા શંકરે આ માહિતી આપી હતી કે, આ ફિલ્મ ચીનમાં રિલીઝ થવા માટે તૈયાર છે. એક ઈન્ટરવ્યુમાં વિક્રાંતે કહ્યું કે, તે પ્રમોશન માટે ચીન જશે કે નહીં તે નક્કી કરવું ખૂબ જ ઉતાવણભર્યુ હશે. વિક્રાંતે કહ્યું, હું ખરેખર ઉત્સાહિત છું કારણ કે, લાંબા સમય પછી આવું કંઈક થયુ છે."
ચીનમાં '12મી ફેલ' કેટલી સ્ક્રીન પર બતાવવામાં આવશે?
વિક્રાંતે વધુમા જણાવ્યું કે, કેટલાક મહિનાઓથી આના પર કામ ચાલી રહ્યું હતું, પરંતુ અંતે સમાચાર સામે આવ્યા છે અને બધા જાણે છે કે, ફિલ્મ ચીનમાં રિલીઝ થઈ રહી છે. ચીનમાં હિન્દી સિનેમા કે ભારતીય સિનેમાની ઘણી માંગ છે. ત્યાં 20,000 થી વધુ સ્ક્રીનો છે. આ ફિલ્મ ચીનમાં 20,000 થી વધુ સ્ક્રીન પર બતાવવામાં આવશે.
આમિર ખાન આ પહેલા પોતાની ફિલ્મ 'દંગલ'ના પ્રમોશન માટે ચીન ગયો હતો, જે ત્યાં ખૂબ જ હિટ રહી હતી. તેની ફિલ્મ '3 ઈડિયટ્સ'એ પણ દેશમાં સારું પ્રદર્શન કર્યું હતું.
વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, વિક્રાંત પાસે ઘણા રોમાંચક પ્રોજેક્ટ છે. અભિનેતા ટૂંક સમયમાં ડિરેક્ટર રંજન ચંદેલની આગામી થ્રિલર ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ'માં જોવા મળશે. આ ફિલ્મ ગુજરાતના ગોધરા રેલ્વે સ્ટેશન નજીક સાબરમતી એક્સપ્રેસમાં 27 ફેબ્રુઆરી 2002ની ઘટનાઓ પર કેન્દ્રિત છે. તેમાં રિદ્ધિ ડોગરા અને રાશિ ખન્ના પણ છે.