યજ્ઞા શા માટે ? યજ્ઞાનું અર્થઘટન .
વેદનો જાણીતો શ્લોક છે : યજ્ઞોન યજ્ઞામય જંત દેવા સ્તાનિ ધર્માણિ પ્રથમા તેહનાકં મહિમા સચંતયત્ર પુર્વે... સ્વાધ્યા:સંતિ દેવા:।।
યજ્ઞા શા માટે ? તેનું વૈજ્ઞાાનિક સ્વરૂપ કેવું છે ? યજ્ઞાના શા ફાયદાઓ છે તે વિશે આજે થોડું આચમન કરીશું. યજ્ઞા એક ધાર્મિક અનુષ્ઠાન તથા આવશ્યકતા છે. યજ્ઞા માત્ર ધર્મકાર્ય માટે જ નથી તેનું વૈજ્ઞાાનિક રહસ્ય પણ છે. યજ્ઞાના ધુમાડાથી વાતાવરણ પવિત્ર બને છે તેના થકી વાદળો બંધાય છે અને વરસાદ વરસે છે. યજ્ઞા કરતાં પહેલાં ભૂમિને તથા યજ્ઞા કુંડને સાફ કરવો જોઈએ છાણ-માટીથી લીંપણ કરવું જોઈએ તથા ગંગા-જળનો છંટકાવ કરીને યજ્ઞા કુંડની આજુબાજુ રંગોળી કે ડીઝાઈન કરવી જોઈએ. યજ્ઞાકુંડને અબીલ-ગુલાલ-ફૂલોથી શણગારવો જોઈએ ત્યાર બાદ અરણી મંથનની અગ્નિ પ્રગટાવીને તેને યજ્ઞાકુંડમાં પધરાવવો જોઈએ. પ્રાથમિક પુજા વિધિ બાદ ૧૦૮ મંત્રોથી આહૂતિ આપીને અગ્નિ દેવતાને પ્રસાદ ધર્યા બાદ પ્રદક્ષિણા કરવી જોઈએ. યજ્ઞાની ભસ્મ કપાળે, આંખે-ગળે તથા હાથે લગાવવી જોઈએ.
યજ્ઞામાં શું શું સામગ્રી લેવાય ? આંકડો, ખાખરો, ખીજડો, સમીધ, ખેર, જવ-તલ, ઘી, કમળ કાકડીં તથા કપુર કાચલી અગત્યની ચીજો છે. ગુગળ પણ હોમી શકાય. ગાયનાં છાણાં ઘીમાં બોળીને યજ્ઞાનાં લાકડાં (સમીધ)ની વચ્ચે ગોઠવવાં.
યજ્ઞાના પ્રકાર કેટલા છે ? જપયજ્ઞા, દાનયજ્ઞા, શ્રમયજ્ઞા, રૂદ્રયજ્ઞા, સોમયજ્ઞા, ગાયત્રીયજ્ઞા, ગણેશયાગ, મારૂતિયાગ, વિષ્ણુયાગ, લક્ષ્મીહોમ, વિગેરે. સામાન્ય રીતે નવરાત્રિની આઠમે હવન થાય છે. આ ઉપરાંત વાસ્તુમાં દશેરાએ કે મનોકામના માટે યજ્ઞાો થતા હોય છે. કોઈ પણ જાપનો દશાંશ (દશમો ભાગ) હોમવાનો.
યજ્ઞામાં સપત્ની બેસવાનું હોય છે. પૂર્વાભિયુક્ત બેસવું. આસન કે પાટલા પર બેસવું જરૂરી છે. યજ્ઞામાં હોમવાનાં સાધનોને શુચ તથા શ્રવ કહે છે. યજ્ઞામાં શ્રીફળ કે લીબુ પણ હોમી શકાય છે. યજ્ઞાને અંતે સહુનંમ કલ્યાણ વાંચ્છવું. બ્રાહ્મણના આશીર્વાદ લેવા. બ્રહ્મ ભોજન કરાવવું. મોટા યજ્ઞાોમાં વારાફરતી જુદા જુદા લોકો બેસીને અમુક મંત્રો હોમી શકે છે. યજ્ઞામાં પાયસ (દૂધ મિશ્ચિત ભાત) ગુલાલનાં ફુલની પાંદડી પણ હોમી શકાય છે.
યજ્ઞા પરંપરા આદિકાળની છે. આપણે ત્યાં રાજસૂય યજ્ઞા, અશ્વમેઘ જેવા યજ્ઞાો પણ થયેલા છે. રાક્ષસો યજ્ઞાોમાં વિધ્નો તથા હવનમાં હાડકાં નાખતા હતા ત્યારે પ્રભુ શ્રીરામ લક્ષ્મણે રાક્ષસોનો વધ કરેલો.
યજ્ઞાથી વરૂણ દેવ તથા અન્ય દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે. વાતાવરણ પવિત્ર થાય છે. યજ્ઞા વિધિ બાદ યજ્ઞા કરાવનાર બ્રાહ્મણોને અન્ન, વસ્ત્ર તથા ફળનું દાન કરવાનું રહે છે.
યજ્ઞાની એક વ્યાખ્યા જોઈએ તો યજ્ઞા શ્રેષ્ઠ કર્મનાં પ્રતીક સમાન છે. યજ્ઞાનો એક અર્થ પરોપકાર, સેવા તથા ત્યાગ પણ થાય છે. પરમાત્માની પુજા પણ એક યજ્ઞા જ છે. કળીયુગમાં દરેક લોકો યજ્ઞા કરાવી શકતા નથી માટે જપયજ્ઞા શ્રેષ્ઠ છે. ગાયત્રી ઉપાસક શ્રી રામ રામજિના મત મુજબ ભગવાનનું સ્મરણ કરવું. પોતાની ફરજો બજાવવી, અન્યને ઉપયોગી થવું, વ્યસનો ત્યજવાં તથા કોઈ પણ પરિસ્થિતિમાં અડગ રહેવું તે એક જાતનું તપ તથા ઉપાસના છે. જપયજ્ઞાથી દારિદ્ર, દુ:ખ, રોગ તથા ભય મટે છે.
આધ્યાત્મિક સંદર્ભમાં યજ્ઞાનો મહિમા અનંત છે. પ્રભુ શ્રીરામ ચારેય ભાઈનોના જન્મ તથા દ્રુપદના પુત્ર દ્યૃષ્ટદ્યુમ્નનો જન્મ યજ્ઞાકુંડમાંથી કે યજ્ઞાની પ્રસાદીમાંથી જ થયો હતો. ભગવાન શ્રી કૃષ્ણે કહેલું છે ''યજ્ઞાાનાં જપયતોસ્મિ'' અર્થાત યજ્ઞાોમાં હું જપ છું.
આમ સાંપ્રતકાળમાં પણ યજ્ઞાનો મહિમા જરાપણ ઓછો નથી. આવો આપણે પણ યજ્ઞાનો મહિમા સમજીએ તે જ આજના સમયની માંગ છે.
- ભરત અંજારિયા