Get The App

ધાર્મિક કાર્ય હોમ હવનમાં તલ કેમ હોમાય છે ? ટચુકડા તલની અદ્ભુત તાકાત

Updated: Dec 7th, 2022


Google NewsGoogle News
ધાર્મિક કાર્ય હોમ હવનમાં તલ કેમ હોમાય છે ? ટચુકડા તલની અદ્ભુત તાકાત 1 - image


નવા તલ શિયાળામાં આવે છે. તલને મરાઠીમાં તીલ કહે છે. ઉતરાયણ અને ઠંડીના દિવસોમાં તલના લાડુ આરોગ્ય વ્રર્ધક છે. ગુજરાતનું આ દેશી વસાણુ છે. મદ્રાસમાં તલના તેલને 'નલ્લ એલાઈ' કહેવામાં આવે છે . તલના પાકને મદ્રાસી લોકો પવિત્ર પાક સમજે છે. ગુજરાતમાં અને ખાસ કરીને હિંદુ લોકો તલને ધાર્મિક વિધિમાં વાપરે છે. તલને અમરતનું ચિહ્ન માનવામાં આવે છે. હવનમાં તલ નાખવાથી પવિત્રતા આવે છે. અગ્નિકુંડમાં તલ અને જવનો ઉપયોગ થાય છે. શનિના ઉપદ્રવને ટાળવા તલનું તેલ વાપરવાનું માનવામાં આવે છે. તલનું દાન શ્રેષ્ઠ ગણાયું છે. ડો.સ્મિથ કહે છે કે તલ કેન્સરમાં રક્ષણ આપે છે.  મરાઠીમાં કહેવત છે:

'તીલ ગુડ ખા આણી ગોડ ગોડ બોલ તલના લાડુ ખા ! મીઠુ મીઠુ બોલ !!

શરીરને પુષ્ટ કરવા તલ અને ગોળની ચીકી ખાવી આમય તલએ સ્નેહનું પ્રતિક છે. બધા તેલમાં તલનું તેલ શ્રેષ્ઠ મનાયું છે. આર્યુવેદમાં તેનું ખુબ મહત્વ છે. તલ મધુર કડવા અને તુરા છે. ત્વચા માટે ખુબ સારા છે.

 વહેલી શિયાળામાં બે મુઠ્ઠી તલ ચાવવાથી ઉત્તમ બળ અને પોષણ મળે છે. દાંત ખુબ જ મજબુત બને છે ટચુકડા તલની અદ્ભુત તાકાત ! તલનો દૂત દ્રવ્ય તરીકે ઉપયોગી છે. તેથી ધાર્મિક પ્રસંગોમાં તેનું મહત્વ છે. તલનું કચરિયું કાઠિયાવાડમાં પ્રચલિત છે. તલને પીસી ખારેક ગોળ સૂંઠ પાવડર એલચી નાખીને તે બનાવવામાં આવે છે. 


Google NewsGoogle News