Get The App

ભગવાન 'શ્રીકૃષ્ણ' યોગેશ્વર કેમ કહેવાણા?

Updated: Sep 6th, 2023


Google NewsGoogle News
ભગવાન 'શ્રીકૃષ્ણ' યોગેશ્વર કેમ કહેવાણા? 1 - image


- ભગવાન બધા યોગીઓને શિખવનારા છે. એમણે પોતે શીખવાનું નથી કેમકે એમનો યોગ સ્વતઃ સિધ્ધ છે

ભ ગવાન યોગેશ્વરની મૂર્તિમાં વિશ્વના બધા જ અવતારો સમાયા છે. (પાડુંરંગ શાસ્ત્રી) શ્રીમદ્ ગીતાએ ગાયેલું ભગવાન શ્રીકૃષ્ણ પરમાત્માનું સ્વરૂપ છે - એજ યોગેશ્વર ભગવાન છે. અને પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીએ લાખો સ્વાધ્યાયીઓ દ્વારા તે રૂપને પ્રચલિત કર્યું છે અને લોકો એ 'જયયોગેશ્વર'ના જયઘોષથી જયયોગેશ્વરને વધાવી લીધું.

ભગવદ્ગીતાના ૧૦માં અધ્યાયના ૧૭માં શ્લોકમાં ભગવાનનાં વિભૂતિ અને યોગને જાણનાર અર્જુનને યોગેશ્વર શબ્દનો પ્રયોગ કર્યો છે. દ્વપ્રછ ેંશ્નર્ષ્હ્રં પ્ખ્તેં।ગ્દશ્ન્ તે સ્વરૂપ ને જાણનારાનાં યોગક્ષેમનું હું વહન કરૂં છું, રક્ષણ કરૂં છું. વળી ગીતાજીનાં ૧૮મા અધ્યાયમાં 

લ્લપ્ર્ પ્ખ્ત।ખ્તૈશ્નઝ દ્વરૂડ્ઢદૃ્ખ્ત પ્ર્ ક્પ્ર્હૃ ષ્દ્યઢષ્ીઝ ઃળ

ણ્ર્ જ્ઞફ ેંશ્નદ્રપ્ખ્ત ગ્હેંણદ્મમઢશ્ન્ દ્યફેંણઃ હ્રેંણગ્શ્નળળ૭૮ળળ'

ભગવાને જ્યારે અર્જુનને દિવ્ય દૃષ્ટિ આપી તે સમયે સંજયે ભગવાનને 'મહાયોગેશ્વર ઃ કહ્યા હતા. તે સઘળા યોગોનાં ઇશ્વર (માલિક) ભગવાન કૃષ્ણ તો પ્રેરક છે.

ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ માટે 'મહાયોગેશ્વર' યોગેશ્વર વગેરે શબ્દનો પ્રયોગ થયો છે એનું તાત્પર્ય એ છે કે ભગવાન બધા યોગીઓને શિખવનારા છે. એમણે પોતે શીખવાનું નથી કેમકે એમનો યોગ સ્વતઃ સિધ્ધ છે. સર્વજ્ઞાતા ઐશ્વર્ય, સૌંદર્ય, માધુર્ય વગેરે જેટલા પણ વૈભવ શાળી ગુણો છે. તે બધા જ ભગવાન શ્રીકૃષ્ણમાં આપો આપ રહેલા છે. તે ગુણો ભગવાનમાં નિત્ય વસે છે અને અસીમ છે. જેવી રીતે પિતાનો પિતા ફરીથી પિતાનો પિતા. આ પરંપરાથી અંતે પરમપિતા પરમાત્મા સમાપ્ત થાય છે. તેવી જ રીતે જેટલા પણ ગુણો છે, તે બધાની સમાપ્તિ પરમાત્મામાં જ થાય છે.

ભગવાન યોગેશ્વરનું આ રૂપ પ્રચલિક કરવા માટેના ત્રણ મહત્ત્વનાં કારણો છે.

૧) આજે ભારતમાં અનેક દેવદેવીઓની પૂજા થાય છે. અને બધાં એક જ પરમાત્માના જુદા જુદા રૂપો છે. ઋગ્વેદમાં મંત્ર પણ છે લ્લચદ્વછ િંઋ્ન્રૂમ્ ર્દ્ધંઢષ્ શ્નવ્પ્ેંદ્ય' (ઋ.૧/૧૬૪/૪૬) વિદ્વાન લોકો એકજ ઇશ્વરનું યમ, અગ્નિ, વાયુ.. એમ જુદાં જુદાં રૂપોમાં વર્ણન કરે છે.

તાત્વિક દૃષ્ટિએ વિચારીએ તો સત્વ, રજ અને તમ એ ત્રિગુણાત્મક માયાને લીધે, વિશ્વમાં સર્જન, પાલન અને સંહારના કારણ રૂપ એક જ પરમાત્માના અનુક્રમે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રણ રૂપ પ્રચલિત થયા. આ એક જ પરમાત્માના. આ ત્રણ ત્રણ સ્વરૂપો વિવિધ રૂપે દેખાવા લાગ્યા.

પરંતુ આપણું દુર્દૈવ એ છે કે જુદા જુદા સંપ્રદાયો તેમના સ્વરૂપોની દરેકની ઉપાસના પોતાના જુદા જુદા ઇષ્ટદેવને ભગવાન માની જુદી જુદી ઉપાસના કરવા માંડી..

તો ભગવાનનું એવું સ્વરૂપ શા માટે ન લેવું ? કે જેમાં બધા જ દેવી દેવતાઓ સમાવિષ્ટ હોય અને જેના લીધે આવી ભ્રમણા દૂર થાય ?  તેવા સ્વરૂપનું દર્શન ગીતાનાં અગિયારમાં અધ્યાયમાં સ્વયં ભગવાને વિશ્વરૂપ દર્શન રૂપે દેખાડયું છે. ભગવાનનાં તે સ્વરૂપનાં દર્શન અર્જુનને થયા. ભગવાનના આ ભયાનક સ્વરૂપનાં દર્શનથી હિડ્મૂઢ અને ભયભીત થયેલા અર્જુને ગદ્ગદ્ ભગવાનને તેમનું મનુષ્ય સ્વરૂપ ધારણ કરવાની વિનંતી કરતાં કહ્યું.

લ્લડ્ઢશ્વશ્નદ્બ હ્ર્દ્યઢછ ઝરઢક્છ ણશ્ન્ િં્દ્બઈંપ્છ દ્રદ્ય્ીદ્ય ળ' (ગીતા. ૧૧/૧૧)

તેણે યોગેશ્વર ભગવાનનું મનુષ્ય રૂપ ધારણ કરી લીધું. સંજય તે સમગ્ર ઘટનાનો સાક્ષી હતો. તેથી તો તેણે કહ્યું છે.

પ્ખ્ત।છ પ્ખ્ત।ખ્તૈશ્નઝ્ણશ્ર દ્વરૂડ્ઢદૃઃ િં્ઢ્ઢ્ણશ્ર દ્વપ્રપ્ેંણ ગ્દશ્નપ્છ (ગી. ૧૮/૭૫) નહીં તો કૃષ્ણની આગળ યોગેશ્વર શબ્દ મૂકવાની આવશ્યક્તા જ કયાં હતી.

આ ભગવાન યોગેશ્વર પરમ પરમાત્મા સ્વરૂપ હોવાથી તેમાં બધાં દેવ- દેવતાઓ સમાવિષ્ટ થાય છે. તેમાં રામ પણ છે. કૃષ્ણ પણ છે, શિવ પણ છે. અને અંબા પણ છે, ગણપતિ પણ છે અને સૂર્ય પણ છે. અને મૂર્તિ પૂજામાં શ્રદ્ધા હોય તો તેમાં મહાવીર, બુદ્ધ, ઇશુ ખ્રિસ્ત, અને મહંમદ પયગંમ્બર, પણ છે. તેથી જેની જેવા પ્રકારનાં ભગવાનમાં શ્રદ્ધા તેવા પ્રકારનાં ભગવાનનાં દર્શન તેને તેમાં થાય અને સાંપ્રદાયિક ગજગ્રાહ અને સંકીર્ણતા દૂર થાય.

૨) બીજુ મહત્વનું કારણ ભાવ વસ્થાનું સ્વરૂપ છે. ભગવાને અર્જુનને દિવ્ય ચક્ષુ આપી ભગવાને અતિ ભાવપૂર્ણ સ્વરૂપ યોગેશ્વર સ્વરૂપ છે. તેવું દર્શાવ્યું, આ સ્વરૂપને ધ્યાનમાં રાખીને 'જયયોગેશ્વર'નામ ઘોષથી લાખો લોકોએ તેને વધાવી લીધું.

૩) શંખચક્રધારી યોગેશ્વરનું સ્વરૂપ ઃ ભગવાન યોગેશ્વરનું સ્વરૂપ શ્રીકૃષ્ણનું જ મહાભારતના યુદ્ધનાં પ્રસંગનું છે તે સમયે યુદ્વના મેદાનમાં હોવાથી યુદ્ધના પ્રારંભમાં ભગવાને પંચજન્ય શંખ ફૂંક્યો. ક્ટથ્ દ્રવ્પ્છ .ેંદ્વખ્તૈ્ફ (ગી.૧/૨૫) અને ભીષ્મને મારવા માટે સુદર્શન ચક્ર લઈને તે દોડયા હતા. તેથી ભગવાનના ડાબા હાથમાં શંખ છે. અને જમણા હાથમાં ચક્ર છે. એટલું જ નહીં, તો તે કર્મયોગમાં પ્રવૃત્ત હતા. ભારત ભૂમિમાં જન્મ્યા હતા. તેથી પૃથ્વીના ગોળાર્ધ ઉપર ડાબા પગથી ડગ ભરતું ભગવાન યોગેશ્વરનું આ સ્વરૂપ છે.

ભોગવાદથી નિર્માણ થતી નપુશંક્તા કાઢી નાખવા, આસુરીવૃત્તિના સંગ્રામ માટે આવું જ સ્વરૂપ જોઈએ ને ?? ભગવાનનો શંખનાદ લોકોમાં ચેતનાનો સંચાર કરે છે, અને કર્તવ્યચ્યુત થયેલા, ઢીલા પડેલાઓને તેમના કર્તવ્યની પ્રેરણા આપે છે. તેમના હાથમાં રહેલું સુદર્શન ચક્ર શત્રુઓને ડારતુ રહ્યું છે. 'ખબરદાર, જો સત્વૃત્તિના લોકો ઉપર હુમલો કર્યો છે તો આ ચક્ર તમને પણ છોડશે નહીં !

ગીતામાં જ ભગવાન ેંશ્નદ્ય્ૈ્પ્ રૂડ્ઢદ્વરૂડ્ઢદૃ્હ્રશ્ર દુષ્ટોનો સંહાર કરવા તે ચક્ર લઈને આવે છે.

કર્મયોગની પ્રેરણા આપતું. ડગભરતું ભગવાનનું આ યોગેશ્વર સ્વરૂપ છે.

। જય શ્રી કૃષ્ણ । જય યોગેશ્વર ।

- ડો.ઉમાકાંત.જે.જોષી 


Google NewsGoogle News