Get The App

''પૂતનાને જોઈ ભગવાન બાલકૃષ્ણએ આંખો કેમ બંધ કરી?''

Updated: Aug 9th, 2023


Google NewsGoogle News
''પૂતનાને જોઈ ભગવાન બાલકૃષ્ણએ આંખો કેમ બંધ કરી?'' 1 - image


યો ગમાયાએ આકાશવાણી દ્રારા કંસને કહ્યું,''તારો કાળ જન્મી ચુક્યો છે.'' તેથી કંસ ગભરાયો તુરતનાં ગોકુળ-વ્રજનાં બાળકોને મારવા તેણે પૂતનારાક્ષસીને ગોકુળમાં મોકલી.પૂતના સુંદરરૂપ ધરીને...શુંગાર ધારણ કરીને...ગોકુળમાં આવી, જશોદાજી પાસે પહોંંચી તે પહોંચી ગઈ. બાળકૃષ્ણને ઉપાડી તે બાલકૃષ્ણને સ્તનપાન કરાવવા માંડી... તેણે પોતાના સ્તન ઉપર કાતિલઝેર લગાવ્યું હતું. શ્રીકૃષ્ણએ તેની સામે ન જોયું. તેમણે ''આંખો'' બંધ કરી દીધી. ભગવાન બાલકૃષ્ણએ આંખો કેમ બંધ કરી દીધી. એના રસપ્રદ કારણો આ પ્રમાણે છે.

૧.કપટી 'પૂતના' અબળા છે. સ્ત્રી છે.અવધ્ય છે.તેથી તેને મારતાં સંકોચ થાય તેથી આંખો કનૈયાએ બંધ કરી દીધી છે. 

૨.કોઈ મહાત્મા કહે છે:-   જો બાલકૃષ્ણ પૂતના  સામે જુએ તો પૂતનાને જ્ઞાાન થઈ જાય કે આ તો ઇશ્વર છે...પાપીને આવું ભાન ન થવું જોઈએ તેથી બાલકૃષ્ણે આંખો બંધ કરી.

૩.એક મહાત્મા કહે છે :- બાલકૃષ્ણે માનેલું કે ગોકુળમાં હું જન્મીશ એટલે લોકો મને માખણ-મીસરી પીવડાવશે. પ..ણ, આતો ઝેર પીવડાવવા આવી છે એ વિચારે આંખો બંધ કરી દીધી છે.

૪.એક મહાત્મા કહે છે :- કનૈયો આંખ બંધ કરીને વિચારે છે કે ઝેર પીવાની આદત તો મહાદેવજીની છે. કનૈયો શંકર ભગવાનને આંખો મીંચી પ્રાર્થના કરે છે કે '' તમે ઝેર પીવા આવો.'' 

૫.કોઈ મહાત્મા કહે છે :- અરે । શ્રીકૃષ્ણતો તો કાળના પણ કાળ છે. આંખો બંધ કરવાનું મને તો કારણ લાગે છે કે ભગવાનની ચંદ્ર-સૂર્ય રૂપ આંખોને 'પૂતનાને મોક્ષ ન મળે તો સારું...' એવો વિચાર આવે છે તેથી  નેત્રો જ જાતે બંધ થઈ ગયાં છે.

૬.તો,કોઈ મહાત્મા એવું કારણ બતાવે છે કે, બાલકૃષ્ણ વિચારે છે કે ઝેર આપનાર પૂતનાને હું મુક્તિ આપું તો પ્રેમથી મને માખણ-મીસરી આપનાર ગોપગોપીઓને મારે કઈ ગતિ આપવાની ? એ વિચાર કરવામાં પ્રભુએ આંખો બંધ કરી છે...અંતે તો એમ જ સ્વીકારવું પડે કે,કનૈયાની લીલા કનૈયો જ જાણે.

પૂતનાનો આધ્યાત્મિક અર્થ :-

- જે ''પવિત'' નથી તે પૂતના.

- 'પૂતના' એટલે સાંસારિક વાસનાઓ.

- દ્રષ્ટિ (આંખ) વિકારી બને, મન વિકારી બને,જીભ વિકારી બને,કાન વિકારી બને, તો સમજવું કે 'પૂતના' (વાસનાઓ) આપણને વળગી છે.

 - હૈયામાં વેર-ઝેર હોય તો તે પૂતના છે.  બહારથી કપડાં,રૂપ સુંદર હોય પણ અંદર 'મેલું' (અપ્રવિત્ર) મન હોય...એ પૂતના છે. 

Dharmlok

Google NewsGoogle News