'' રામ રાખે તેને કોણ ચાખે'' .
સ મય કોઈ પણ હોય, યુગ બદલાય પણ ભક્ત અને ભગવાનનો નાતો સદીઓથી પુરાનો, મહાભારતની કથામાં ભીમને બાળપણમાં ઝેર નાખીને જીવન સમાપ્ત કરી દેવાની કૂટનીતિમાં નાગલોકમાંથી સહાય મળીને ભીમને જીવનદાન મળ્યું. ભરી સભામાં દ્રૌપદીની લાજ રાખી કૌરવોને નિ:સહાય કર્યા, માતા સીતાને રાવણના બંધનમાંથી મુક્ત કરી ભક્ત વિભિષણને લંકાનું રાજ્ય આપ્યું.
અનેક ભક્તો ભલે નરસૈયો હોય કે મિરાંબાઈ, હોય પ્રહલાદ કે ધ્રુવ, મુસીબતોનો પત્થર હોય કે પહાડ, ઈશ્વરએ હમેશાં દુનિયાને બતાવ્યું છે કે જ્યાં તેની કૃપા દૃષ્ટિ છે ત્યાં કોઈ મુસીબતો કામ નથી કરતી.
હમણાં જ તાજી થયેલ ઘટના કે જેમાં ૪૧ મજદૂરો ૧૭ દિવસ પછી ઉતરકાશીની ટનલમાંથી સકુશલ બહાર નીકળ્યા, જેની આશા-અપેક્ષાઓ છોડી દીધી હતી. બધા આધુનિક ઉપકરણો કામ નહોતા કરી શકતા પણ જ્યાં ઈશ્વરની દ્રષ્ટિ હતી ત્યાં વધુ સરળ હતું. એ ઘટનાએ સાબિત કર્યું કે "જેને રામ રાખે તેને કોણ ચાખે?" આ સાથે જ નાની કવિતા રજૂ કરું છે જે પ્રારૂપ છે આ બાબતનું.
"રસ્તો અધકચરો ને માયા જાજી, તેમાં પણ તારી દયાની સાંચિ,
દુકાળમાં અધિકમાશ જેવી, જીંદગીની હેરાફેરી,
એક સાંધોને તેર તૂટે, એવી ઉપાધિઓની વેરાવેરી,
શ્રદ્ધાના દીપમાં બોળેલી, મારા વિશ્વાસની હેલી,
પ્રગટે તારા પ્રકાશે, એવી આશ મે સેવેલી."
- પ્રાર્થના રાવલ