ધ્યાન શું છે? ધ્યાન કોનું કરવું? ધ્યાન શા માટે કરવું?
વૃત્તિઓ મનને બહેકાવીને બેચેન કરે છે. ત્યારે આપણા સંતો કહે છે. મનને શાંત કરવા ધ્યાન કરવું. ભગવાનનું નામ સ્મરણ કરવું. ભજન-કીર્તનમાં મગ્ન રહેવું. એ રીતે મનને ભગવદ સ્મરણમાં વાળવું તેને ધ્યાન કહે છે
આ પણી વૃત્તિઓને શાંત કરવા કોઈક અવલંબનની જરૂર પડે છે. જે વૃત્તિઓ મનને ચંચળ કરે છે અને ઇન્દ્રિયોને બહેકાવે છે.
અમૂક ઉંમર પછી ઇન્દ્રિયો શાંત થાય. દા.ત. કાન સાંભળવાનું બંધ કરે. આંખે ઝાંખપ આવે. નાક સુગંધ પારખી ના શકે પરંતુ જીભ હજુ સારૂં ખાવાનું ઓછું કરતી નથી. સ્વાદ ચાખવાની વૃત્તિ શાંત થતી નથી. સ્પર્શેન્દ્રિય શિથિલ થઈ જાય પરંતુ કામ શાંત થતો નથી આ બધી વૃત્તિઓનો વિકાર છે.
વૃત્તિઓ મનને બહેકાવીને બેચેન કરે છે. ત્યારે આપણા સંતો કહે છે. મનને શાંત કરવા ધ્યાન કરવું. ભગવાનનું નામ સ્મરણ કરવું. ભજન-કીર્તનમાં મગ્ન રહેવું. એ રીતે મનને ભગવદ સ્મરણમાં વાળવું તેને ધ્યાન કહે છે.
કોઈ કામ કરતા હોઈએ ત્યારે વડીલો કહે છે ધ્યાન રાખીને કામ કરજો જેથી શારીરિક કે આર્થિક હાની ન થાય. આમ ધ્યાન રાખવું એટલે ચીવટથી કામ કરવું.
નામ સ્મરણ કરવા માટે કોનું નામ લેવું !
આપણને શ્રદ્ધા હોય તેવા કોઈપણ ઇષ્ટ દેવનું સ્મરણ કરવું. ધ્યાન કરવા માટે એક શ્લોક :
શાન્તાકારં, ભૂજગશયનં, પદ્મનાભં સુરેશં,
વિશ્વાધારં, ગગન સદ્દશં, મેઘ-વર્ણ શુભાગમ્ ।
લક્ષ્મી-કાન્ત કમલ નયનં યોગિભિર ધ્યાન-ગમ્યં
વન્દે વિષ્ણુ ભવ-ભય હરં, સર્વ-લોકૈક નાથમ્ ।।
અર્થ : જેની આકૃતિ શાંત છે. જે શેષનાગની શય્યા-પર શયન કરે છે. જેની નાભીમાં કમળ છે. જે દેવતાઓના પણ ઇશ્વર છે અને સંપૂર્ણ જગતનો આધાર છે. જે આકાશની જેમ સર્વત્ર વ્યાપ્ત છે. નીલ મેઘની જેમ જેનો વર્ણ છે. જેનાં પ્રત્યેક અંગ અતિ સુંદર છે. જે યોગીઓ દ્વારા ધ્યાન કરીને પ્રાપ્ત કરી શકાય છે. જે સંપૂર્ણ લોકોના સ્વામી છે. જે જન્મ-મરણરૂપી ભયનો નાશ કરવાવાળા છે. એવા લક્ષ્મીપતિ કમળ જેવાં નેત્રવાળા ભગવાન શ્રી વિષ્ણુને હું ઝૂકી ઝૂકીને વારંવાર વંદન કરું છું.
- નાથાલાલ બ્રહ્મક્ષત્રિય