Get The App

"વિશ્વ વ્હારે વિશ્વકર્મા" .

Updated: Feb 6th, 2025


Google NewsGoogle News
"વિશ્વ વ્હારે વિશ્વકર્મા"                                                   . 1 - image


સૃષ્ટિના સર્જનહાર વિશ્વકર્મા ભગવાન મહા સુદ તેરસએ વિશ્વકર્મા જયંતી તરીકે ઉજવવામાં આવે છે. ૧૭ સપ્ટેમ્બર વિશ્વકર્માની પૂજા કરવામાં આવે છે. ભગવાન વિશ્વકર્માએ દેવોના શિલ્પી આર્કિટેક એન્જિનિયર છે. સનાતન ધર્મના મુખ્ય ત્રિદેવ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ છે. GODમતલબ G એટલે જનરેટર બ્રહ્માજી,O  મતલબ ઓપરેટર ભગવાન વિષ્ણુ, D મતલબ ડિસ્ટ્રોયર મહાદેવ છે. પૃથ્વીની ઉત્પત્તિ થઈ ત્યારે મુખ્ય ત્રિદેવ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ને આવાસની વ્યવસ્થા ભગવાન વિશ્વકર્મા દ્વારા કરવામાં આવી હતી. બ્રહ્માજી માટે બ્રહ્મનગરી વિષ્ણુ ભગવાન માટે વૈકુંઠ અને દેવાધિદેવ મહાદેવ માટે કૈલાશની રચના, રાવણ માટે લંકા, દ્વારકાનગરી, લાક્ષાગૃહ એ પણ ભગવાન વિશ્વકર્માની દેન છે. વિશ્વકર્મા ભગવાન દેવોના એન્જિનિયરીંગ, આર્કિટેક ક્રિએશન, દરેક કાર્ય એ આલેખ વિદ્યાથી કરતા હતા અને આ કાર્ય હાલના સમયમાં પૃથ્વી ઉપર વિશ્વકર્માના વંશજ દ્વારા કરવામાં આવે છે. લુહારી, સુથારી, કડિયા, સોની, દરજી, જ્યાં કલાકારીગીરી છે ત્યાં વિશ્વકર્માના વંશજો આ પૃથ્વી ઉપર કાર્ય કરી રહ્યા છે. ઈન્ટિરિયર, આર્કિટેક, જ્વેલરી, ફેશન ડિઝાઈન હોય આવા કોઈ પણ ડિઝાઈનના ફિલ્ડમાં ભગવાન વિશ્વકર્માના આશીર્વાદ લઈને વ્યક્તિ કાર્ય કરે તો તેમાં સફળતા મળે છે. વાસ્તુશાસ્ત્રની ચર્ચા હાલના જમાનામાં ખુબ ચાલે છે વાસ્તુશાસ્ત્રના રચયિતા ભગવાન વિશ્વકર્મા છે. વિશ્વકર્માના હાથમાં ફૂટપટ્ટી, પેન્સિલ, છીણી, હથોડી, પૃથ્વી વગેરે વસ્તુ ભગવાન વિશ્વકર્માના હાથમાં છે. વિશ્વકર્મા ભગવાનનું સ્વરૂપ વૃદ્ધ કાયા સ્વરૂપ છે. ભગવાન વિશ્વકર્માનું વાહન હંસ છે હાથમા કમંડલ ધારી ભગવાન વિશ્વકર્માના મસ્તક પર અતિ સુંદર મુગટ છે. આ બધી બાબતો એ દર્શાવે છે કે ભગવાન વિશ્વકર્મા એ આર્કિટેક એન્જિનિયર શિલ્પ કલા તેમજ આ સૃષ્ટિ પર વાસ્તુશાસ્ત્ર પ્રમાણેના જેટલા માપ નક્કી થયા છે તે વિશ્વકર્માની દેન છે. માટે જ "વિશ્વ વ્હારે વિશ્વકર્મા" કહેવાય છે.

- સ્મિતા સુથાર


Google NewsGoogle News