બુધ્ધ ભગવાનની વિપશ્યનાની સાધના .
(ગતાંકથી ચાલુ)
આ સત્ય ધર્મના ચાર પાયા જેને ચાર આર્ય સત્યો કહેવાય છે. આ બુધ્ધ ધર્મની સત્યની અલૌકિકતાને કારણે જ આ ધર્મ આજે આ જગતમાં ત્રીજા નંબરે ઊભો છે. તેજ તેની સત્યતા છે, લોકપ્રિયતા છે, તેની સાધના કરીને જગતમાં અનેક માણસો બુધ્ધત્વ પ્રાપ્ત કરી શક્યા છે અને જીવનમાં જ પરમ આનંદ સ્વરૂપ થઈને જીવન જીવે છે.
આમ બુધ્ધના સત્ય માટે કે બુધ્ધના ધર્મના સત્ય માટે આજના કોઈ ચોકીદારના સર્ટીફીકેટની જરૂર નથી. ભુતકાળમાં પણ હતી જ નહિ બુધ્ધ સત્ય છે, તેમનો ધર્મ સત્ય છે, બંને આજીવન સત્ય જ રહેવાના તેને સત્ય પુરવાર કરવાની કોઈ જરૂર નથી કે કોઈ તેના વિષે કોઈ જાતના ગોરખધંધા કરી સાબિત કરવાની પણ જરૂર નથી. આજના ધર્મમાં ગોરખધંધા કરનારા જ પૂર્ણ રૂપે અસત્ય જ હોય છે.
બુધ્ધ ધર્મની આંતર સાધના વિપશ્યના જ એક પૂર્ણ સાધના છે. તે સાધકને પૂર્ણ સુધી પહોંચાડે જ છે અને અનેકો આ સાધના કરી પહોંચ્યા પણ છે. તે વાસ્તવિક સત્ય છે. બુધ્ધ ભગવાને બુધ્ધત્વની પ્રાપ્તિ જે સહુને સત્ય ધર્મનો ઉપદેશ પરમ સત્યની અનુભૂતિ પછી જે અભિવ્યક્ત કર્યો તેમાં ધર્મ એટલે આંતર ધ્યાનની સાધના કરી માણસે સમ્યક સમાધિ પ્રાપ્ત કરવાની છે. સમ્યક શીલ સમ્યક પ્રજ્ઞા અને સમ્યક સમાધિ એજ સત્ય સ્વરૂપ નિર્વાણ છે.
બુધ્ધ ભગવાને કહ્યું કે દરેક ધાર્મિક માણસે બે છેડાનો પ્રસન્નચિત્તે ત્યાગ કરવો અને અનર્થકારક પહેલો છેડો અતિ પ્રમાણમાં કામોપભોગ કરતા જ રહેવું એ છે આ અનર્થકારક છે. તેને ત્યજવું, બીજા છેડે દેહદમન કરવું તે આ છેડો પણ દુખદાયક છે અને અનર્થકારક છે. એટલે આ બંને અંતિમ માર્ગ છોડીને ભગવાન બુધ્ધે માણસના જ્ઞાાનચક્ષુ ઉપશમ પ્રજ્ઞાા, સંબોધ અને સત્ય આધારે નિર્વાણની પ્રાપ્તિ કરાવનાર મધ્યમ માર્ગ પોતે શોધી કાઢયો છે. તેમણે સત્યના આધારે ચાર આર્ય સત્યનો માર્ગ સૂચવ્યો. જે ધર્મનું આચરણ દુખ નાબુદ ન કરે તે ધર્મ નથી, પણ પાખંડ જ છે, તે તો હકીકત છે. આજના ભારતના ધર્મો દુખનું નિવારણ કરતા જ નથી પણ દુખ અને ચિંતામાં માણસને વધુને વધુ ગરકાવ કરે છે. તે વાસ્તવિક સત્ય છે. બુધ્ધ ભગવાને ચાર આર્ય સત્યની ઘોષણા કરી જે નીચે મુજબ
૧. દુખ નામનું પહેલું આર્ય સત્ય આ પ્રમાણે છે જન્મ જરા વૃદ્ધાવસ્થા અને મૃત્યુ અપ્રિય વસ્તુઓનો સમાગમ અને પ્રિય વસ્તુઓનો વિયોગ આ પાંચ ઉપાદાન સ્કંધ દુખદાયક છે. એમ કહ્યું, આજ જીવનનું સત્ય છે. આના ભયને કારણે માણસ દુખી છે. ૨. ફરી ફરી ઉત્પન્ન થનારી અને સર્વત્ર આસક્તિ ઉત્પન્ન કરનારી તૃષ્ણા એજ દુખનું મૂળનું મૂળ છે. તૃષ્ણા છે, તેમ કહ્યું જેમાં કામતૃષ્ણા, ભવતૃષ્ણા અને વિભાવ કે વિનાશ તૃષ્ણા. આ દુખના સમુદાય નામે બીજું આર્ય સત્ય છે. આજ દુખનું મહાકારણ છે. (ક્રમશ:)
- તત્વચિંતક વી. પટેલ