વેદ, વેદાંગ, લોકો, યજ્ઞો, યોગો, તપ, જ્ઞાન અને ગતિ બધું નારાયણમય જ છે
- ।। શ્રીકૃષ્ણ ઉવાચ ।।-ગૌતમ પટેલ
ના રાયણ એવું ભગવાનનું નામ સમાજમાં અત્યંત પ્રસિદ્ધ છે. ભાગવતની એક કથા મુજબ અજામિલ નામના બ્રાહ્મણે મરતી વખતે પોતાના પુત્રનું 'નારાયણ' એવું નામ ઉચ્ચાર્યું અને નારાયણના દૂતો એને લેવા આવી ગયા. પ્રભુના નામનો મહિમા ગાવો હોય તો ૫૦૦ પાનાનો ગ્રંથ પણ નાનો પડે. ગાંધીજીએ પણ રામનામનો મહિમા દર્શાવતી પુસ્તિકા આપણને આપી છે.
નારા એટલે જળ અને એ તેનો આશ્રય છે.
જળને નારા કહેવામાં આવે છે. એ જળ નરનું સર્જન છે તે જળ જેનું પ્રથમ આશ્રયસ્થાન છે માટે એ નારાયણ કહેવાય છે.
તત્ત્વો નરમાંથી ઉત્પન્ન થયા છે માટે તેને 'નારા' કહે છે એ ભગવાનનું અયન એટલે આશ્રયસ્થાન હોવાથી તે નારાયણ કહેવાય છે. વળી ઉપનિષદનો મંત્ર છે કે-
- નારાયણોપનિષદ ૧૩-૧-૨
આજે આંતરિક કે બ્રાહ્ય જગત દેખાય છે કે સંભળાય છે તે સઘળું વ્યાપીને નારાયણ રહેલા છે. આમ નારાયણ બ્રહ્મની જેમ સર્વત્ર રહેલું એક પરમતત્ત્વ જ છે.
નારા માટે એટલે જળ જેનું અયન છે તે નારાયણ કહેવાય છે એવું બ્રહ્મવૈવર્તપુરાણનું વિધાન છે. નરસિંહ પુરાણ તો કહે છે.
હે ભવ્ય મતિના યતિઓ ! હે રાગ નષ્ટ થયેલાઓ ! હું હાથ ઊંચા કરીને અત્યંત ઉચ્ચ સ્વરે ઉપદેશ આપું છું એ સાંભળો. એ જ સંસારરૂપી ઘોર વિષનો નાશ કરનારો સાચો મંત્ર છે.
આપણી સંન્યાસી પરંપરામાં જ્યારે એક સંત બીજાને મળે એટલે નારાયણને નમસ્કાર એમ કહે છે.
શ્રીમદ્ ભાગવત મહાપુરાણના સુપ્રસિદ્ધ વ્યાખ્યાકાર શ્રીધર સ્વામી જણાવે છે કે જીવોનો સમૂહ તે 'નાર' છે અને નાર જેનો આશ્રય એટલે નિવાસસ્થાન છે એ નારાયણ છે. ગીતામાં કહ્યું છે કે ભગવાન મનુષ્યમાત્રના હૃદયમાં રહેલા છે. ટૂંકમાં આ નારાયણ આપણા બધાની અંદર વસેલાં જ છે. એક સ્થળે ત્ત્સ્ર્લૃે શબ્દનો અર્થ પ્રવૃત્તિ એવો કરીને જેના કારણે નર એટલે માણસની પ્રવૃત્તિ શક્ય બને છે તે નારાયણ છે એવો અર્થ પણ સૂચવાયો છે.
આદિ શંકરાચાર્યનો અર્થ પણ જાણી લઈએ. નર એટલે આત્મા અને એના દ્વારા ઉત્પન્ન થયેલા આકાશ વગેરે કાર્યો એ નારા. આ બધા કાર્યોમાં ઈશ્વર કારણ રૂપે વ્યાપીને રહેલો છે. આથી એ આનું અયન અર્થાત્ આશ્રયસ્થાન છે માટે એ નારાયણ છે. સીધેસીધું સમજવું હોય તો કાર્ય જગતમાં કારણ રૂપે નારાયણ રહેલા છે. બીજો અર્થ પણ તેઓ કરે છે કે જ્યારે પ્રલય થાય છે ત્યારે નારા એટલે જીવો માટે જે આશ્રય બને છે. જીવો એની અંદર લય પામે છે માટે એ નારાયણ છે. તૈ.ઉપ. ૩-૧ માં લખ્યું છે કે જેમાંથી આ ભૂતો જન્મે છે, જેનાથી જન્મેલા જીવ છે અને જ્યારે જાય છે ત્યારે એટલે પ્રલયકાળે જેનામાં પ્રવેશ કરે છે તે બ્રહ્મ છે. તે જ નારાયણ છે.
શ્રીમદ્ ભાગવત મહાપુરાણ (૨-૫-૧૫ અને ૧૬)માં નારાયણનું મહત્ત્વ દર્શાવાયું છે. વેદ, વેદાંગ, લોકો, યજ્ઞાો, યોગો, તપ, જ્ઞાન અને ગતિ બધું નારાયણમય જ છે.
નારાયણ, નરોત્તમ નર, દેવી સરસ્વતી અને મહર્ષિ વ્યાસને નમસ્કાર કરીને પછી જપનો-મહાભારતનો આરંભ કરવો. આમ 'નારાયણ' સર્વપ્રથમ અહીં બિરાજે છે.
સમગ્ર જગતના મશીનમાં જ્યાં કોઈ ખૂટતી ખીલી હોય એને મારો પ્રભુ કૃપા કરીને પૂરે છે અને સહુમાં વસ્યો છે માટે પુરુષોત્તમ છે.
અહીં પુરુષ અને ઉત્તમ એવા બે શબ્દો છે. પહેલાં 'પુરુષ'ને વિસ્તારથી સમજીએ, - પુર એટલે શરીર અને એની અંદર જે શયન કરે છે એટલે બિરાજે છે તે પુરુષ છે. આપણું આ શરીર નવદ્વારનું નગર (પુર) કહેવાય છે. બે નાક, બે કાન, બે આંખ અને એક મુખ એમ સાત દ્વાર ઉપર છે જ્યારે મળમુત્રના વિસર્જનના બે દ્વાર નીચે છે એટલે આ નવદ્વારનું નગર છે. જાણવા જેવું છે કે કઠોપનિષદમાં એને અગિયાર દ્વારનું કહ્યું છે ત્યાં વિદ્વાનો ઉપરના નવમાં નાભિ અને બ્રહ્મરંધ્ર એ બે દ્વારો ઉમેરીને અગિયાર દ્વાર સ્વીકારે છે. પુરુષની બીજી વ્યાખ્યા છે કે પુરા એટલે પહેલાં હતો. વેદ મુજબ સૃષ્ટિના આરંભમાં હિરણ્યગર્ભ હતા અને પુરુષસૂક્તમાં તો પુરુષનું સર્વત્ર વ્યાપ્ત એવું વર્ણન પણ છે. ત્રીજી વ્યાખ્યા મુજબ જે પૂરે છે તે પુરુષ છે. જગતમાં જે કાંઈ ઉણપ કે જરૂરીયાતો હોય તેને પુરી કરે છે માટે એ પુરુષ છે. ચોથી વ્યાખ્યા છે કે જે પુષ્કળ ફળ આપે છે. જીવમાત્રના અનેક પ્રકારના કાર્યોનું યથાયોગ્ય ફળ અવશ્ય આપે છે માટે એ પુરુષ છે. સૃષ્ટિના સંહાર કાળે બધા પુર-નગરોનો નાશ કરે છે તેથી એ પુરુષ છે. ભગવદ્ગીતાના પંદરમા અધ્યાયનું નામ જ પુરુષોત્તમ છે. અહીં ક્ષર એટલે નાશવંત અને અક્ષર એટલે નાશ નહીં પામનારની વાત છે અને ભગવાન કહે છે કે હું ક્ષર અને અક્ષર એ બન્નેથી પર છું માટે મને 'પુરુષોત્તમ' કહે છે. અને જેમને એ રીતે જાણે છે તે મને સર્વભાવથી ભજે છે. આ પુરુષોત્તમ શ્રીકૃષ્ણને વારંવાર નમસ્કાર.
ભગવાનનું એક નામ અહીં 'સર્વ' આપ્યું છે અને સમજાવ્યું છે કે અસત્ અને સત્ (અસ્તિત્વ નહીં ધરાવનાર અને અસ્તિત્વ ધરાવનાર) એ સહુના પ્રભવ એટલે ઉત્પત્તિ અને વ્યય એટલે નાશ કરનાર અને સદાય સર્વને જાણનાર હોવાથી એ કૃષ્ણને સર્વ કહેવામાં આવે છે ? વિષ્ણુ સહસ્ત્રનામસ્તોત્ર (૧૭)ની વ્યાખ્યામાં સર્વ શબ્દ સમજાવવા માટે આદિ શંકરાચાર્યે આ શ્લોકનું જ અવતરણ આપ્યું છે. સર્વ એટલે ગુજરાતીમાં બધું જગતમાં જે કાંઈ છે તે બધું-સર્વ- પ્રભુ જ છે માટે એ સર્વ છે. ઘડો માટીમાંથી બન્યો, વપરાયો ત્યારે માટીમાંનો જ છે અને ફૂટી જાય ત્યારે ફરી માટી જ બને. એમ જગત જન્મે જીવે કે વિલય માટે એ ઈશ્વર જ છે માટે એને સર્વ કહ્યો છે.
સત્ય એ કૃષ્ણ છે અને કૃષ્ણ એ સત્ય છે. એવું અહીં દીવા જેવું સ્પષ્ટ વિધાન છે. ભગવાન કૃષ્ણના 'સત્ય સ્વરૂપ'ની બાબતમાં અનેક વિવાદો છે. ભગવાન અસત્ય બોલ્યા છે કે તેમણે અસત્ય એટલે ખોટું કર્યું છે એવું બોલનારા ઘણા છે. પણ ભાઈ ! સત્યને સમજવામાં તારી બુદ્ધિનો ગજ ટૂંકો પડે એમાં કૃષ્ણનો કે મહાભારતની કથાનું વિશુદ્ધ આલેખન કરનાર વ્યાસનો થોડો વાંક કઢાય. આ એક નાજુક પ્રશ્ને છે કે કૃષ્ણ ખરેખર સત્ય છે ? સત્ય જ બોલે છે ? સત્ય જ સત્ય જ આચરે છે ? મિત્રો પ્રસંગ આવ્યો આની વિસ્તૃત ચર્ચા અહીં જ આ જ કોલમમાં કરીશું. અત્યારે તો 'સત્ય' કોને કહેવાય એ સમજીએ.
સત્યની વ્યુત્પત્તિ જન્ય વ્યાખ્યા છે ત્ત્બ્જીભ શ્નબ્ભ જીક્રભે ત્ન જેનું અસ્તિત્વ છે તે સત્ય. જે ત્રણે કાળમાં એક જ રહે ક્યારેય બદલાય નહીં તે સત્ય કહેવાય. સૂર્ય પૂર્વમાં ઊગે છે આ વિધાન ભૂતકાળમાં સાચું હતું. વર્તમાન કાળમાં પણ સાચું છે અને ભવિષ્યમાં પણ સાચું જ રહેવાનું છે. એટલે જેનું અસ્તિત્વ ભૂત, વર્તમાન કે ભવિષ્યમાં એક સરખું રહે અપરિવર્તનશીલ રહે તે જ સત્ય કહેવાય. ટૂંકમાં જે છે, છે અને છે, એ જ સત્ય છે. આને માટે શાસ્ત્રમાં શબ્દ પ્રયોજાય છે. ત્રિકાલાબાધિત- ત્રણે કાળમાં જેનો બાધ ન થાય એ સત્ય શંકરાચાર્ય સરસ સમજાવ્યું છે (ગીતા ૨-૧૬) જે વિજયની બુદ્ધિ વ્યભિચાર ન પામે - બદલાય નહીં તે સત્ય. ડો. રાધાકૃષ્ણને સરસ લખ્યું છે .ટૂંકમાં સત્ય એ ઈશ્વર છે ઈશ્વર એ સત્ય છે.