''વરૂણદેવ'' .
- અન્યાય અને દયા એ ધર્મનાં બે મોઢાં છે એક છે ડાબુ ને બીજુ છે જમણુ, ડાબા મો એ પ્રજાનું રક્ષણ કરવું, તેનું પાલન કરવું
વે દના સમયમા હરિચંદ્ર નામનો એક રાજા થઈ ગયો. પુરાણમાં દર્શાવેલા હરિશ્રદ્રથી એ જુદો હતો. પૌરાણિક હરિશ્રદ્ર કદાચ આ વૈદિક હરિચંદ્રથી સુધારેલી-વધારેલી આવૃત્તિ હશે.
હરિચંદ્રને એક પણ પુત્ર નહોતો તેણે વરૂણદેવને પ્રાર્થના કરી કે જો મને પુત્ર થશે તો મારો પહેલો પુત્ર હું આપને અર્પણ કરીશ. રાજાને પુત્ર જન્મ્યો. હરિચંદ્રએ તેનું નામ રોહિત રાખ્યું જ્યારે વરૂણ હરિચંદ્ર પાસે બલિ માંગવા આવ્યા ત્યારે પિતાએ કહ્યું : 'હજુ તો તેને દાંત પણ ફૂટયા નથી. બાળકને દાંત આવે પછી જ એ બલિ માટે યોગ્ય ગણાય છે.'
આ રીતે પિતાએ કેટલીક વાર વરૂણને ટાળ્યા પાછા વાળ્યા. છેવટે બાળક મોટો થયો. તેનું મૃત્યુ ટાળવા માટે હરિચંદ્ર જંગલમાં ભાગી ગયો. વરૂણ ને આપેલા વચનથી બચવા વૃદ્ધ પિતાએ કોઈ બીજાના બાળકને બલિ આપવા વિચાર્યું. પણ પોતાના પુત્રને વેચે કોણ ? છેવટે અજીગ્રત નામનો બ્રાહ્મણ તૈયાર થયો. એકસો ગાયો લઈ તેણે પોતાનો વચલો પુત્ર શુન:શેપને રાજાને વેચી નાખ્યો. શુન:શેપને બલિસ્થંભ પર દોરડાથી બાંધવામાં આવ્યો. હવે મંત્રોચ્ચાર કરી તેનો વધ કોણ કરે ? રાજ્યમાં કોઈ મળ્યું નહીં, ત્યારે બીજી સો ગાયો લઈ અજીગ્રત આ કામ માટે તૈયાર થયો. હવે શુન:શેપ શું કરે ? તેણે પોતાની જાતને બચાવવા માટે વિશ્વામિત્રને પ્રાર્થના કરી. વિશ્વામિત્રે તેને વરૂણની પ્રાર્થના કરવાનું કહ્યું. પ્રાર્થના કરતા જ શુનશેપનાં નીચેનાં બંધન નીચે પડી ગયા. ઉપરના ઉડી ગયા ને વચ્ચેના તુટી ગયા. અને વરૂણદેવની કૃપાથી શુન:શેપ મુક્ત બની ગયો.
વૈદિક દેવોમાં વરૂણની વિભૂતિ કંઈ ક જુદી જ તરી આવે છે. ઈંદ્ર,રૂદ્ર વગેરે વૈદિક દેવો કેવળ શક્તિનાં પ્રતિકો છે. વરૂણ એ ન્યાયનું પ્રતિક છે. જે નિયમને આધીન રહીને વિશ્વનું સંચાલન થઈ રહ્યું છે એને વરૂણ ઓળખે છે. પવન કેમ વાય છે, ઋતુચક્ર કેમ ફરે છે એ બધુ વરૂણ જાણે છે. સમુદ્રમાં ફરતી નૌકાઓને વરૂણ જ રસ્તો બતાવે છે, મનુષ્ય સમાજને નિતિ-નિયમોમાં બાંધનાર વરૂણ જ છે. આપણે કહી શકીએ કે વરૂણ જ ધર્મનું મૂળ સ્વરૂપ છે ઋગ્વેદમાં ઋતુ અને સત્યનું જે વર્ણન આવે છે. તેના અધિષ્ટાતા દેવ પણ વરૂણ જ છે. જેઓ નિયમ પ્રમાણે ચાલે છે તેને વરૂણના આર્શિવાદ મળે છે. જેઓ નિયમોનું ઉલ્લંઘન કરે છે. તેમને વરૂણના શાપથી જલોદર થાય છે. વરૂણ અસ્તિત્વ કારણે જ પ્રજા પોતપોતાના ધર્મ અનુસાર ચાલે છે. વરૂણનું આ રહસ્ય વિશ્વામિત્ર પાસેથી માણી એ અનુસાર શુનાશેપે સ્તુતિ દ્વારા પ્રાર્થના કરી હતી. શુનાશેપે સ્તુતિ દ્વારા વરૂણનાં હ્ય્દય પર અસર કરવાનું વિચાર્યું એણે કહ્યું. 'ન્યાયનુ, કાયદાનું ઋત અને સત્યનું સામ્રાજ્ય અમને મંજુર છે. પણ અમે સામાન્ય માણસો તો ડગલે ને પગલે કાયદો તોડીએ છીએ. અમે રહ્યા પ્રમાદી, તમારા વ્રતનું ઉલ્લંઘન અમારાથી થઈ જ જાય છે. અમને સજા કરનાર જલ્લાદ ના હાથમાં ના સોપો અમારા પર દયા કરો. દયા પણ ધર્મનું એક સ્વરૂપ છે.'
અન્યાય અને દયા એ ધર્મનાં બે મોઢાં છે એક છે ડાબુ ને બીજુ છે જમણુ, ડાબા મો એ પ્રજાનું રક્ષણ કરવું, તેનું પાલન કરવું. એ રાજાનો ધર્મ છે. સજાથી ડરીને માણસ જો પાપ કરતા અટકે તો ક્ષમા કરવાથી તેની પાપ કરવાની વૃત્તિ નાશ પામે છે. ક્ષમા કરનારનો જેટલો વિકાસ થાય છે તેટલો સજા કરનાર નો થતો નથી. જ્યારે આપણે મિત્રની આંખથી સમસ્ત વિશ્વ ને જોઈએ છીએ ત્યારે આપણી ન્યાયની કલ્પના પણ વિશુધ્ધ થાય છે. ત્યારે ન્યાયનો મૂળ હેતુ પણ સમજાય છે. વરૂણ જ ધર્મરાજ છે.
શુના:શેપે જે પ્રાર્થના કરી હતી એ પ્રાર્થનાનું વાયુમંડળ જો આપણા જીવનમાં પ્રવેશ કરે તો આપણે બીજા પ્રતિ ક્ષમાવાળા બનીશું અને એ રીતે ભગવાનની ક્ષમા નાં અધિકારી બનીશું. ભગવાને પણ કહ્યું છે : જે વૃત્તિથી લોકો મારી તરફ વળે છે એ રીતે હું તેમની સેવા કરૂ છું :
। યે યથા માં પ્રપધન્તે તાંસ્તથૈવ ભજામ્યહમ ।।
- ચેતન એસ. ત્રિવેદી