Get The App

"વૈદ્યો નારાયણો હરિઃ" (ભવોભવના રોગો મટાડનાર)

Updated: Jul 12th, 2023


Google NewsGoogle News
"વૈદ્યો નારાયણો હરિઃ" (ભવોભવના રોગો મટાડનાર) 1 - image


- મનમાં ઉઠતા કામ, ક્રોધ, લોભ, મોહ આદિના સંકલ્પો વિશ્વયુદ્ધોનું મૂળ છે. ભારતીય વેદાંતો કહે છે કે 

"तन्मै मनः शिवसङकल्पमस्तु ।" મારૂં મન હંમેશા શુભ-કલ્યાણકારી સંકલ્પોવાળું જ રહો. મન નિરોગી હોય તો વિશ્વનાં ઘણાં દુઃખો અને યાતનાઓ નિવારી શકાય

ફ રી જન્મવું ફરી મરવું અને ફરી આ સંસારમાં આવવું અને વેદાંત આચાર્યોએ તેમજ સંતપુરુષોએ ભવરોગ કહ્યો છે. મીરાંબાઈને આ ભવરોગની ખબર પડી ગઈ અને પછી તે રોગ ટાળવામાં રહે છે. તે દરદશી પીડાતી, વન વન ઘૂમતી, જળ વગરના મીનની જેમ તરફડતી પોકારી ઉઠે છે.

"એરી મેં તો દરદ દીવાની,

મેરો દરદ ન જાને કોઈ."

આવા ભવરોગના દરદથી ઘાયલની ગત સો ઘાયલ જ જાણે. આવા દરદ દીવાની મીરાં તેના ઉપચાર માટે કે આ દુઃખો ત્યારે જ ટળે કે "જબ વૈદ્ય સાવરિયા હોઈ".

દેહના દરદો તો દેહ ભેગા નાશ પામશે. પરંતુ આ દેહનાં જન્મ-મરણનાં ફેરાઓનાં જંતુઓ અતિ સુક્ષ્મ કે જેને માઈક્રોસ્ક્રોપમાંથી દેખી ન શકાય, કાર્ડિયોગ્રામમાં પણ તેવા સુક્ષ્માતિસુક્ષ્મ જંતુઓ જીવમાં રહ્યા છે. તે જંતુઓ છે કામ, ક્રોધ, લોભ, મોહ, આશા, તૃષ્ણા, અહંકાર, રાગ, દ્વેષ, ઈર્ષા વગેરે વગેરે. આ સર્વ દૈહિક રોગોનું મૂળ ને વિજ્ઞાન 'મન'-ને ગણાવે છે. શાસ્ત્રો તેને આધ્યાત્મિક દુઃખ કહે છે આ સુક્ષ્મ જંતુઓ જીવમાત્રમાં રહેલા છે. 'બેન્જામીન-ફ્રેન્કાલીને' અત્યારનાં સુશિક્ષિત સમાજને 'Doseased Spcoetu' રોગિષ્ઠ સમાજ કહ્યો છે. જન્મોજન્મથી જીવમાં એકીભૂત થઈ ગયેલા જંતુઓનું મારણ (વેકસીન) હજુ વિજ્ઞાન શોધી શક્યું નથી. આથી જ આયુર્વેદે શરીરની સાથે 'प्रसन्न मन आत्मेन्द्रियामनां स्वस्थ इतिडभिधियत' (ચરક) શરીર સ્વાસ્થ્યની સાથે પ્રસન્ન-મન-આત્મા પણ સ્વસ્થ હોવા જોઈએ.

આ ઉપરાંત જન્મ-મરણ એ પણ મોટુ દુઃખ કહેલ છે. એટલે આયુર્વેદમાં મોક્ષ ચિકિત્સા પણ આપી છે. જેને દૈવાલયશ્રમ ચિકિત્સા કહેલ છે. આદ્ય જગદ્ગુરૂ શંકરાચાર્યે 'મણિરત્નમાલા'માં કહ્યું છે કે को दीर्धरोग ?? भव एव साधो (શ્લોક ૭) રોગમાત્રમાં ભવરોગને જ દીર્ઘરોગ કહ્યો છે. આવા રોગોને નિવારવા હરિશરણ એક જ ઉપાય છે. આવા રોગોને મટાડનાર 'નારાયણ' વૈદ્ય છે.

સ્વર્ગમાં અમૃત છે તેના કરતાય જુદી ભાતનું અમૃત-સત્સંગ-હરિકથા-અધ્યાત્મ માર્ગમાં વસે છે. તે અમૃત ભક્તિરૂપી સંજીવની બનીને જીવોને બ્રહ્મરૂપ કરી નાખે છે અને ભવોભવનાં દુઃખો માત્રથી દૂર કરી દે છે.

ડોકટરો કહે છે ‘We cut, God heals’  અમે તો કાપીએ છીએ પણ રુઝતો ભગવાન લાવે છે. ભગવાન અને સાધુચરિત સંતો-ભક્તિ-પ્રાર્થનાઓ અંતરના ઘા રુઝાદી જીવોને સુખિયા કરે છે અને ભવોભવના રોગો મટાડે છે. આ અંતરના રોગ ટાળવા સત્પુરુષો ખાસ સંપૂર્ણપણે નિષ્કપટ થઈ જવું પડે, નિષ્કપટપણામાં અમૃત જેવો ગુણ છે. માટે નૈસર્ગિક બ્રહ્મ એવા સદ્ગુરૂ પાસે આપણે નિષ્કપટપણું રાખીએ તો આપણું અંતર અરોગી થઈ જાય છે અને જીવ બ્રહ્મરૂપ થઈ જાય છે. નિષ્કપટપણું અને આત્મવિચાર આ બન્ને આંતર પુરુષાર્થ છે. આત્માનો વિચાર માત્ર કરવાથી આત્મામાંથી 'શિવોડહમ્' 'શિવોડહમ' એવા આત્મવિચાર રૂપી વિચારથી 'તું દેહ નથી, ઈન્દ્રિય, અંતઃકરણથી જુદો આત્મા છું. અક્ષર છું અને પરમાત્માનો અંશ છું.' આવા શુદ્ધ આત્મવિચાર-પ્રાર્થના ભવરોગોને મટાડી 'મોક્ષ' ગતિને અપાવે છે. આજ ચરકે આયુર્વેદ શાસ્ત્રમાં આપેલી 'મોક્ષદાયીની' ચિકિત્સા છે. આ માટે નવધાભક્તિ માની ભક્તિ પ્રધાન સારવારનું અનુસરણ એજ નારાયણ વૈદ્યની ઔષધી અને પરેજી એ ભવોભવનાં રોગો મટાડનારી દવા છે.

ઈસુ એ એક લંગડાને પગ અને આંધળાને આંખ આપી દીધા અને મડદાને બેઠું કર્યું. ઈસુનો જય જયકાર થયો. પછી ઈશુ એ જોવું કે લંગડો અને આંધળો તો વેશ્યાનું નૃત્ય જોવા ઉપડયા છે. અને જેને જીવન આપ્યું તે આપઘાત કરવા નિકળ્યો છે ! ઈસુએ આશ્ચર્ય પામી તેમને કારણ પૂછયું... ત્યારે જેને આંખ આપી તેણે કહ્યું કે તમે મને આંખ આપી પરંતુ તેનાથી શું જોવું તેવી દ્રષ્ટિ ન આપી. જેને પગ આપ્યો તેણે કહ્યું કે તમે મને પગ તો આપ્યો પણ તે ક્યાં લઈ જવો તે ક્યાં શીખવ્યું હતું ? અને આપઘાત કરવા જનારે કહ્યું કે તમે મને જીવન આપ્યું પણ જીવનનો મર્મ સમજાવ્યો નહીં. જેથી જીવન ભારરૂપ લાગવા માંડયું.

કોઈને સાજા સ્વસ્થ કરી દેવાં, પગ આપવો સહેલો, આંખ આપવી સહેલી, મરવા પડેલાને સાજો કરીને જીવતો કરવો સહેલો પણ તે આંખ, ભદ્ર જૂવો દરેકમાં મિત્ર દ્રષ્ટિ જુવે, પગ હંમેશા સેવાકાર્યમાં, મંદિરમાં, સત્સંગમાનીવા તરફ વળે અને જીવન ધર્મમાં વીતે તેવો ચમત્કાર માત્ર પ્રભુકૃપાથી, ઈશ્વરની સાધનાથી, સંતકૃપાથી, સત્સંગથી જ મળી શકે છે.

"ઈશ્વર કૃપા-સત્સંગ સદવિચાર-અધ્યત્મ અનુસરણ બંદસૃષ્ટિના દેહનાં આંખ-કાન-નાક-હાથ-પગ-વગેરે અવયોને પલટીને નાદસૃષ્ટિનાં કરી દે છે. 

અમેરિકામાં ન્યુયોર્કમાં 'યુનો'ની વડી કચેરીનાં પ્રવેશદ્વારે લખ્યું છેકે "યુદ્ધ પહેલાં મનમાં થાય છે અને પછી જ મેદાનમાં આવે છે".

મનમાં ઉઠતા કામ, ક્રોધ, લોભ, મોહ આદિના સંકલ્પો વિશ્વયુદ્ધોનું મૂળ છે. ભારતીય વેદાંતો કહે છે કે "तन्म मनः शिवसडकल्पमस्तु ।" મારૂં મન હંમેશા શુભ-કલ્યાણકારી સંકલ્પોવાળું જ રહો. મન નિરોગી હોય તો વિશ્વનાં ઘણાં દુઃખો અને યાતનાઓ નિવારી શકાય.

સુમેરૂ પર્વત ઉપર આવેલા કલ્પવૃક્ષની ડાળી ઉપર રહેતા કાકભુશુંડિને તેનું રહસ્ય કહેતા કહે છે કે 

- આજે મેં આ વસ્તુ પ્રાપ્ત કરી. કાલે પેલી સુંદર વસ્તુ મેળવીશ. એવી ચિંતા મને નથી. તેથી હું આરોગી-ચિરંજીવી છું.

- મારૂં મન પ્રશાંત, સ્થિર, શોક રહિત, સ્વસ્થ અને સમાહિત છે તેથી હું નિરોગી છું.

- આહાર કરતાં, ચાલતાં, ઉભા રહેતા, ઉઠતા, શ્વાસ લેતા અને સૂતા કોઈપણ સમયે 'હું દેહ છું' એવું મને લાગતું નથી. તેથી હું ચિરંજીવી છું. 

ભગવાનમાંથી વિચલિત ન થતી શક્તિથી તથા સારૂં જોતી, રિનગ્ધ, મયુર અને કોમળ પ્રેમભરી દૃષ્ટિથી હું સર્વત્ર જોઉં છું તેથી હું સદા નિરોગી છું.

- બીજાઓ મને ત્રાસ આપે ત્યારે ખેદ કરતો નથી.

- જીર્ણ, તૂટીફૂટી, શિથિલ, ક્ષીણ, ક્ષોભ યુક્ત, ચૂર્ણ-વિચૂર્ણ અને નષ્ટપ્રાય વસ્તુઓમાં પણ મને બધેય નવીનતા દેખાય છે. તેથી હું નિરોગી રહી જીવું છું.

બીજા લોકો સુખી થાય ત્યારે હું સુખી થાઉં છું અને તેમને દુઃખી જોઈ દુઃખ પામું છું. સર્વનો પ્રિય મિત્ર છું તેથી હું સદાનીરોગી છે.

સંસાર તો કર્મબંધન વધારીને ભવરોગ ઉભો કરે તેવો છે. તેમાં કેવી રીતે જીવવું ?? કર્મ છોડી દેવા ? આવી દ્વિધામાં પડેલા આપણને સંતો-મહર્ષિઓ કહે છે કે સંસારનાં કર્મોથી રોગ થયો છે. તો તેમને ભક્તિરૂપી ઔષધોથી ભવરોગો નષ્ટ થશે. કર્મ માત્ર શ્રી હરિને ભક્તિપૂર્વક અર્પણ કરજો. (શાંતિઃ શાંતિઃ શાંતિ-માંથી)

- ડો. ઉમાકાંત જે. જોષી


Google NewsGoogle News