Get The App

હનુમાનજી મહારાજ શ્રીરામદૂત ના એક્વીસ લક્ષણો

Updated: Feb 8th, 2023


Google NewsGoogle News
હનુમાનજી મહારાજ શ્રીરામદૂત ના એક્વીસ લક્ષણો 1 - image


- આવશ્યકતા અનુસાર વાતચીત કરનાર તથા વ્યવહાર કરવામાં કુશળ હોય તે દક્ષ: દૂત સામા પક્ષને જઈને પરિસ્થિતિ સર્જાય તે પ્રમાણેજ કહેવુંં કે વર્તવું.

- હનુમાનજી મહારાજ - કાનન કુંડળ કુંચિત કેશા - કંચન વર્ણ વિરાજ સુવેસા - હતા તે પ્રતિભા સંપન્ન હતા. સુંદર હતા તેમની ચામડી સોના જેવી હતી દેખાવડા હતા તેમના વિગ્રહનું વર્ણન છે

શ્રી હનુમાનજી મહારાજમાં અસંખ્ય ગુણોનો ભંડાર સમાયેલ છે. દૂત બનાવવાનાં બધા લક્ષણો અનંત ગુણો તેનામાં સમાયેલ છે. વાલ્મીકિ રામાયણમાં આ બધા દૂત હોવાનાં લક્ષણો લખ્યા છે.

मेधावी वाकपटुं प्राज्ञः पररित्तोपलक्षकः।

राशो टूतःस इष्यते।।

હનુમાનજી અસંખ્ય ગુણોનો ભંડાર છે. સુખી જીવન માટે આ ગુણો જરૂરી છે. હનુમાન દાદા પાસેથી આ ગુણો શીખવા જેવા છે. આપણે વાલ્મીકિ રામાયણમાં આપેલા આ ગુણો જોઈએ.

(૧) મેઘાવી: પહેલું જ લક્ષણ એ તેનું બુદ્ધિમાનપણું છે. સારામાં સારી સ્મરણ શક્તિ ધરાવનાર હનુમાનજી મહારાજ છે.

(ર) વાકપટુ: બીજો ગુણ તેનામાં બોલવામાં ચતુરાઈ છે. જેમાં ભગવાન શ્રી રામ અટવાયા હોય ને સમાધાન હનુમાનજી ચાલાકીથી તેનું સમાધાન કરાવે. તેઓ બોલવામાં એકદમ ચતુર છે. ક્યાં, કેવી રીતે, કેટલું અને કેવી રીતે બોલવું એ ચતુરાઈ હનુમાનજી મહારાજમાં અદ્ભૂત છે.

(૩) પ્રાજ્ઞા:  પ્રાજ્ઞા એટલે જ્ઞાાની-હનુમાનજી મહારાજ શ્રેષ્ઠ જ્ઞાાની, કોઈપણ વિષયને અણીશુદ્ધ પરખનાર છે. સમજવામાં કુશળ દૂત છે. લ્લદ્ધઢઋદ્મષ્હ્રણ્છ શ્નેંઝડ્ઢશ્વઃ' એટલે જ એને કહેલા છે.

(૪) પરિચીતોયલક્ષતા: એટલે બીજાના મનમાં રહેલી વાત એક ક્ષણમાં સમજવામાં તેઓ કુશળ છે. સાવધ થઈને જોતાની સાથે જ સામેની વ્યક્તિને ઓળખી જવાની કળા. એ કળા હનુમાનજી દાદામાં છે. એવી કોઈની નથી.

(પ) ધીરજ: અશોક વાટિકામાં મેઘનાદથી પણ ગભરાયા નહિં ? મેઘનાદે એમને બાંધી દીધા, નાગપાશથી બ્રહ્માસ્ત્રથી અને એમને એવી રીતે બંધક બનાવી, મેઘનાદ લંકાના રાજમાર્ગ પરથી નીકળે છે. ત્યારે તુલસીદાસજી લખે છે. લંકાના સામાન્ય રાક્ષસો અને રાક્ષસોનાં છોકરાં અને રાક્ષસણીઓ હનુમાનજી મહારાજને પાગલ માનીને રમકડુમાનીને, છેડછાડ કરે છે. કોઈ પૂંછડું ખેંચે, કોઈ વાળ ખેંચે, કોઈ હાથ ખેંચે, કોઈ લંગોટ ખેંચે, કોઈ તો હુરીઓ બોલાવે, તો પણ હનુમાનજી મહારાજ કોઈ જવાબ આપે નહીં એતો રામની મસ્તીમાં જ રહે, કોઈ છેડછાડનો ગુસ્સો નહિં. આ એમનું ધૈર્ય, સમય સાથેનું ધૈર્ય ઈરાદા પૂર્વકનું ધૈર્ય.

તુલસીદાસજી લખે છે, દાદાને ભય તો જરાય નથી અને આ બધી અપમાન જનક પરિસ્થિતિમાં એમાના મોઢાની રેખાઓ સહેજ પણ બદલાતી નથી.

(૬) યથોકતવાદી:  જેવું છે તેવું કહેનારા તે યશોકતવાદી છે. કોઈપણ પ્રકારનો પૂર્વગ્રહ રાખે નહીં. વ્યર્થ વાર્તાલાપ - પ્રલાપ નહિં કરનાર - ખોટી વાતો નહિં કહેનાર હનુમાનજી મહારાજ છે.

(૭) ગુણિયલ: વિદ્યાવાન ગુણી અતિ ચાતુર એવા ગુણવાન કે હનુમાનજીનાં ગુણોનો કોઈ પાર જ નથી. તે ક્યારેય રડયા નથી કે ભયથી ભાગ્યા નથી. આ જગતમાં રામભગવાન આવ્યા, કૃષ્ણભગવાન આવ્યા, જગદંબા ભગવતી આવ્યા, જાનકી માં આવ્યા, સ્વામિનારાયણ ભગવાન આવ્યા આ બધાને ક્યારેક ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ દુઃખ આવ્યું છે. એક જ હનુમાનજી મહારાજ એવા છે કે ક્યારેય રડયા નથી કે ભાગ્યા નથી.

વાલ્મીકિ રામાયણનાં સાતમાકાંડ - ૮ માં લખ્યું છે કે શ્રી રામજી પોતે લક્ષ્મણજી ને કહે છે કે યુદ્ધની અંદર યમરાજ, ઈન્દ્ર, વિષ્ણું અને કુબેરની વીરતા પૂર્વકની વાત સાંભળવામાં નથી આવતી જેટલી હનુમાનની સાંભળવામાં આવે છે. યમ પણ,  કુબેર પણ, શિવજી પણ આવું પરાક્રમ નથી કરી શકતા એટલું હનુમાનજી કરે છે.

એવું એક જગ્યાએ નહિં પણ અનેક જગ્યાએ હનુમાનજી મહારાજનાં પરાક્રમ, બળ, શીલ, ગુણ, ધીરજ, વીરતા, વિદ્યા, ચતુરાઈ વાતો કરવામાં આવી વિદ્યાવાન ગુણી અતિચાતુર હનુમાનજી મહારાજ છે.

(૮) ભક્ત: શ્રી હનુમાનજી ભક્ત છે અને એટલે જ એ કોઈ લાલચમાં કે કોઈ પ્રલોભનમાં લોભાતા નથી. જો દૂત ભક્ત ન હોય અને દુશ્મનની છાવણીમાં જાય, દુશ્મન રાજા પાસે જાય અને તે રાજા સામ, દંડ અપનાવે. અંગદને કહ્યું હતું કે રાવણે: શું તું રામ કાર્ય કરે છે. જેણે તારા બાપ વાલીને મારી નાખ્યો હતો ? મારી પાસે આવીજા સુગ્રવીને મારીને કિસ્કિંધાનું રાજ તને અપાવી દઉં. આ લાલચ, શામ ભેદ એ રાવણની નીતિ હતી. લાલચ આપી ભેદ પડાવો. જો અંગદ અને હનુમાનજી મહારાજ ભગવાનનાં ભક્ત ન હોત તો આવી લાલચમાં આવી જાત. આ દૂત અને પરમ ભક્તનાં શ્રેષ્ઠ લક્ષણો છે.

(૯) પવિત્ર: ગુણી ભક્ત પવિત્ર પણ હોવો જોઈએ, પવિત્ર વિચાર ન હોય તો ખોટા પ્રલોભનોની લાલચમાં ફસાઈ જાય.

ચાણક્યે વિષકન્યાઓની શરૂઆત કરી જેથી વિષકન્યાઓ ચાણક્યનાં યુગમાં આવી મોટા મોટા રાજાઓને જીતવા વિષકન્યાઓને મોકલે. વિષકન્યા એટલે જેનામાં ઝેર હોય તે કન્યા. વિષકન્યા બચકુ ભરે એટલે તે ક્ષણે માણસ મૃત્યુ પામે.

દૂત જો પવિત્ર ન હોય, ભક્ત ન હોય, અને આવી બધી બાબતોમાં ફસાઈ જાય તો તેનો રાજા રાહ જોતો રહે અને કદાચ તેનો રાજા માહિતીના અભાવે હારી પણ જાય.

(૧૦) દક્ષ:  આવશ્યકતા અનુસાર વાતચીત કરનાર તથા વ્યવહાર કરવામાં કુશળ હોય તે દક્ષ: દૂત સામા પક્ષને જઈને પરિસ્થિતિ સર્જાય તે પ્રમાણેજ કહેવુંં કે વર્તવું.

ભગવાન શ્રી કૃષ્ણ પાંડવોના દૂત બનીને હસ્તિના પુર સમાધાન માટે આવ્યા ચર્ચાઓ થઈ કહ્યું કે આપણે યુદ્ધ નથી કરવું પાંડવોને રાજ આપી દો. પરંતુ દુર્યોધન માન્યો નહિં.

ભગવાને કહ્યું કે ચાલો પાંચ ગામડાંઓ આપી દો, આવી વાત કરવાનો અધિકાર સક્ષમ હોય તેને જ હોય, સામાન્ય દૂત આવી વાત કરી ન શકે. સક્ષમ દૂતને ભરોસો હોય કે હું જે કહીશ કે કરીશ તે મારો રાજા માન્ય રાખશે જ. પણ સોય ખૂપે તેટલી ધરતી આપવા પણ દૂર્યોધન રાજી ન હતો.

ધર્મરાજે શ્રી કૃષ્ણને એમ પણ નહતું કહ્યું કે યુદ્ધ કરી નાખવું જ છે. તોય શ્રી કૃષ્ણએ પડકાર આપ્યો હતો. તો દૂતની જ્યારે જેવી પરિસ્થિતિ હોય તે પ્રમાણે તેવી વાત કરવાની કુશળતા હોય એનું નામ દક્ષતા.

(૧૧) પ્રગલ્ભ: એટલે પુખ્ત, ઠરેલ, અનુભવી, દૂતમાં છોકરમત ન ચાલે.

(૧ર) નિવ્યસની: જેનામાં કોઈપણ પ્રકારનું વ્યસન, વિકાર કે દુર્ગુણ ન હોય તેવી વ્યક્તિ.

(૧૩) ક્ષમા: ક્ષમાવાન, સહિષ્ણુતા, રાક્ષસો હનુમાનજીને ખીજાવતા હતા ત્યારે તે હસતા રહ્યા - પુરા ક્ષમાવાન.

(૧૪) બ્રાહ્મણ: દૂત બ્રાહ્મણ હોવો જોઈએ એટલે કે તેનામાં બ્રહ્મત્વ હોવું જોઈએ હનુમાનજીને ખંભે જનોઈ ધારણ કરેલી દ્વિજ છે. ચારો જુગ પ્રતાપ તુમારા ચારેય યુગની અંદર ચારેય વરણનું બધું જ કામ, હનુમાનજીએ કર્યું એટલે હનુમાનજી બધું જ છે.

(૧પ) પરમ મર્મજ્ઞા: બીજાનાં મનની કે ભેદની ગુપ્ત વાતો ક્ષણભરમાં સમજનાર.

(૧૬) પ્રતિભાવન: હનુમાનજી મહારાજ - કાનન કુંડળ કુંચિત કેશા - કંચન વર્ણ વિરાજ સુવેસા - હતા તે પ્રતિભા સંપન્ન હતા. સુંદર હતા તેમની ચામડી સોના જેવી હતી દેખાવડા હતા તેમના વિગ્રહનું વર્ણન છે.

(૧૭) સાકારઃ એટલે સુંદર, રૂપવાન, હસમુખો દાદા રૂપવાન હતા. કાનન કુંડળ કુંચિત કેસા - કુંડળધારી દાદા અદભૂત લાગે છે. કોઈને પ્રશ્ન થાય કે, વાનર રૂપ કંઈ સુંદર હોતું હશે ?  હા હોય, માણસ કરતાં પણ સારા હોય. હનુમાનજી મહારાજનું શરીર પૂર્ણ વાનરનું નથી. આ એક માનવજાતીની વાનર કોમ હતી.

(૧૮) નિઃસ્પૃહ: મોટા મોટા જે માણસો છે એમની પૂંછ મોટી હોય છે એટલે કે તેમની પ્રતિષ્ઠા, ચારિત્ર સારી હોય તેને લોકો કહે છે કે તેની પૂંછ ઘણી મોટી છે. તેમજ હનુમાનજી મહારાજની પૂંછ તો આખા બ્રહ્માંડમાં ફેલાયેલી છે. એટલે જ લખાયું છે કે તે કેવા છે ? તો તે સાકાર છે. સુંદર છે એમનંુ પૂંછડું પણ એમની સુંદરતામાં ચારચાંદ લગાડે છે. દૂત નિષ્કલંક, નિઃસ્પૃહ, ર્નિલોભી હોય. હનુમાનજી મહારાજ એવા છે.

(૧૯) વાગ્મી: વાત કરવામાં કુશળ, વિશાળ શબ્દ ભંડોળ ધરાવનાર અને વિવિધ ભાષાઓનાં જાણકાર અનેક શાસ્ત્રોના જાણકાર નાના શાસ્ત્ર વિરક્ષણા પણ છે.

(ર૦) નાના શાસ્ત્ર વિરક્ષણ: અનેક શાસ્ત્રોને જાણનાર-સમજનારા

(ર૧) પરિચત્તાવગતાં: એકવીસમો ગુણ બીજાના ચિત્તની અંદર જે ચાલી રહ્યું છે તે જાણનારા એટલે જ ભગવાને આ ૨૧ ગુણ સંપન્ન હનુમાનજી મહારાજને શ્રેષ્ઠતમનું બિરૂદ આપેલું છે. આ ચિરંજીવી છે. ઉત્તમ ભક્તિનાં પ્રેરક છે. અને જ્યાં જ્યાં રામ કથાઓ થાય છે. ત્યાં ત્યાં તે મોજૂદ હોય છે.

આવ શ્રેષ્ઠભક્ત હનુમાનજીને આપણા સહના સાદર પ્રણામ

હે હનુમને હર સંકટ મે - માંથી સાભાર

- ડો.ઉમાકાંત જે. જોષી

Dharmlok

Google NewsGoogle News