શિવલીંગની યુગાંતરથી વૈજ્ઞાનિક પૂજાનું વિજ્ઞાન
પ વિત્ર શ્રાવણ માસમાં જન્મ મૃત્યુ-કર્મના દેવતા તરીકે મહાદેવની પૂજા યુગાન્તરથી કરીએ છીએ. આ માટે આખુ બ્રહ્માંડનું વિજ્ઞાન-વિકાસ દેવતા સ્વરુપ બલ છે.
શિવાલયમાં શિવલીંગ એક અણુ રિએક્ટ છે. તેમાં જલ અભિષેક તથા દૂધ અભિષેક થતા પોતાની સ્વયંમ ઉર્જા દ્વારા એક ઉર્જા ઉત્પન્ન કરી વાતાવરણમાં પોઝીટીવ એનર્જી તથા સ્વયંમની પોઝીટીવ એનર્જી એક કરી બળ આપે છે.
શિવલિંગ મનુષ્યનો જન્મ આગલા જન્મનાં સંચિત કર્મના ફળ સ્વરુપ થયો છે. માનવ પોતાના કર્મમાં રહેલ બલ મેળવવા- ઇશ્વરીય શક્તિ પ્રાપ્તિ માટે પ્રાર્થના કરવા શિવાલય શિવપૂજા કરે છે. આ દ્વારા કર્મ-આપણી સોચ ઇચ્છા દ્વારા-પ્રકૃતિ બને છે. આ પ્રકૃત મૃત્યુ પછી પૂન: જન્મમાં આત્મા કર્મના હિસાબ મુજબ જન્મ ઇશ્વર આપે છે. ઇશ્વરનાં દરબારમાં ૧ પલનો હિસાબ રાખી માનવ આત્માને જન્મ આપે છે. આથી જ કહીએ છીએ કે ઇશ્વરનાં દરબારમાં અંધેર નથી દેર છે.
માનવ પોતાના સંચિત કર્મનો હિસાબ ઇશ્વરને આપે છે. ત્યારે આપણા શરીરમાં મન સ્વરુપ કરોડો જ્ઞાન તંતુ ગુપચુપ બેઠા છે. માનવ ૨% પણ ઉપયોગ પોતાની બુધ્ધી તથા પાવરનો નથી કરતું. આપણાં શરીરનાં જ્ઞાનતંતુ દ્વારા બુદ્ધિ-ઇચ્છા-સોચ- મનનો સંકલ્પ કરીએ છીએ. આ દ્વારા આત્મા વર્તમાન સમયનો સાક્ષી ભાવ બને છે.
માનવનો આત્મા અમાપ શક્તિ લઈ શરીરમાં જ્ઞાન તંતુને જીવીત અને બલ આપી રુધિર બનાવી. આપણી ઇચ્છા તૃપ્ત કરે છે. શરીરમાં રુધિર કોણ બનાવે છે. વિજ્ઞાન પાસે પ્રશ્ન ઉત્તર નથી. શરીરનો ક્રમવિકાસ કરી આત્મા- ઇચ્છા તૃપ્ત કરવા રુધિર બનાવે છે. શરીર વૃદ્ધિ-પોષણ આત્મા કરે છે.
માનવ શરીરમાં ૫૦% નેગેટિવ એનર્જી તથા ૫૦% પોજીટિવ એનર્જી છે. નેગેટિવ એનર્જી બાળવા માટે શિવાલયમાં અણુરિએકટ હોવાથી જાય છીએ. આપણી ઇચ્છા અનુસાર બ્રહ્માંડની શક્તિ મદદ કરી પોઝિટીવ એનજીને બલ મળે. આ દ્વારા આપણી પ્રકૃતિ બિંબમાં તે ઉત્પન્ન થાય. સારું વિજ્ઞાન સાથે માનવને બલ મળે. આ માટે શિવાલય-પ્રતિક તરીકે જન્મ-મૃત્યુ અને કર્મબલ માટે શિવલીંગ પૂજા આગવા વિજ્ઞાન સાથે યુગાન્તરથી ખગોળશાસ્ત્ર- પૃથ્વી વિકાસ-વિજ્ઞાન સ્વસ્ત આપી. બહુ જ આગળ છે. બાદમાં આત્મા ચેતના માટે શિવલીંગ પૂજા છે.
- પદ્યુમન શુકલ