જીવ અને શિવના મિલનની રાત્રી એટલે... મહાશિવરાત્રી
મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ્ શરણાગતમ્ ।
જન્મમૃત્યુજરા વ્યાધિ પિડિતં કર્મ બંદ્યનૈ ।।
શિવ એટલે કલ્યાણ શિવમાં કલ્યાણ-વિવેક અને વૈરાગ્ય સંપુર્ણ રીતે સમાવેલું છે. અર્થ આંત સમાવિષ્ટ છે.
અહર્નિશ જો ભગવાન શિવના નામનું સ્મરણ થતું રહે તો આપોઆપ વિવેકરૂપી ત્રીજુ નેત્ર ખુલી જાય છે અને સાથે અંતરચેતના દુર્ગુણોથી દુષ્ટ પ્રવૃત્તિઓથી વિમુખ થઈ વૈરાગ્ય તરફ થઈ જાય છે. ભગવાન શિવ સર્જક અને સંહારક પણ છે. તેમના હાસ્યમાં સૃષ્ટિ અને સમસ્ત સકારાત્મક્તાનું સર્જન છે અને તાંડવ નૃત્યમાં સંપુર્ણ નકારાત્મક અસુરતાનો સંહાર પણ છે.
ભગવાન શિવ આદિ-મધ્ય અને અંત છે તેથી જ તે નટરાજ પણ કહેવાયા છે. શ્રુતિમાં કહ્યું છે શિવજી ત્રિગુણાતિત એટલે સત્વ-રજ-અને તમસ ગુણોથી પર છે તેમનું એક નામ રુદ્ર પણ છે જે વિનાશક છે. કોઈ એમ પણ સમજે કે તે વિનાશના દેવ છે ? પરંતુ ગુઢ અર્થ જોઈએ તો રૂદ્ર સ્વરૂપે વિનાશ જરૂર કરે છે પરંતુ અનિષ્ટનો-દુષ્ટકર્મનો અને કલ્યાણકારી નથી તેનો જ શિવપુરાણમાં શિવના બે સ્વરૂપનું વર્ણન છે સગુણ તથા નિર્ગુણ આવા પરમ કલ્યાણકારી શિવની ઉપાસના શ્રેષ્ઠ છે.
પૌરાણિક કથા અનુસાર જંગલમાં એક શિકારીએ અનાયાશે શિવરાત્રીની રાત્રીએ બિલિના ઝાડ પર બેસી શિકારની શોધ કરેલી જેથી ચારે પ્રહરમાં નીચે શિવલિંગ હોવાથી પુજા થઈ ગઈ જેથી તેનું કલ્યાણ થયું. શિવરાત્રી એ શિવલિંગની વિધિવત્ પુજા કરવાથી અથવા પાર્થેશ્વર બનાવી પુજા કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે અને તે મોક્ષદાતા છે. તેથી મોક્ષ થાય છે અષ્ટાદયાયી રૂદ્રીનો પાંચમો અધ્યાય. "નમસ્તે રૂદ્રમન્યવ ઉતોતઈખવે નમઃ" ૧૧ વાર બોલવાથી એક રૂદ્રાભિષેક થાય છે. આવા મહાપર્વ પર કલ્યાણકારી ભગવાન શિવને કોટી કોટી પ્રણામ !!
- પુરાણી મહેન્દ્રમહારાજ