જીવનમાં અમૃત એજ અમરપદની પ્રાપ્તિ .
જે માણસ પોતાની જ સત્યતામાં, સહજતામાં, સરળતામાં, સ્વભાવમાં સમતામાં, પ્રજ્ઞામાં, પરમ ચેતનામાં, સ્વ સ્વરૂપમાં, જાગૃતતામાં અને અંતરઆત્માના સત્યને ધારણ કરીને, જીવનને સત્વ સંશુદ્ધ કરી ધૈર્ય ધારણ કરીને પોતાના જ આત્મિક સત્ય પ્રમાણે વર્તે છે, આચરણ કરે છે, અને જીવનમાં, કર્તા ભાવ રહિત થઈ કર્મ કરે છે, અને સત્યના આધારે પુરુષાર્થ કરી પુષ્કળ કમાય છે, તેનો પ્રસન્નચિત્તે ઉપયોગ કરે છે, અને પોતે આ સિવાય બીજું કાઈ જ જાણતો જ નથી, તેજ જીવનની સંશુધ્ધતા પ્રાપ્ત કરીને અમૃત રૂપ આનંદ સાથે જીવે છે, અને અમર પદ અભય પદ ઉપલબ્ધ જીવનમાં કરે જ
આવો સંશુધ્ધ માણસ કોઈપણ પ્રકારની ભરવાડની જોકમાં પુરાતો નથી,, એજ સત્ય ધર્મનો પૂજારી છે, અને અમરપદનો અધિકારી બની શકે છે, કોઈ પણ પ્રકારના બાહ્ય ધર્મના ક્રિયા કાંડ કર્મ ક્રિયા તર્પણો કરાવતો નથી, પથરાને પૂજતો નથી,, પણ પોતાનું મન સત્વ તત્વ સત્ય સંશુધ્ધ કરી પ્રસન્ન ચિત્તે જીવે જાય છે, તેથી અમર પદનો અધિકારી બની જ રહે છે, કારણ કે તેણે પોતાની પ્રજ્ઞામાં સ્થિત થઈ અને જાગૃતતા ધારણ કરેલ હોય છે, ,એમ ભગવાન બુધ્ધ કહી જ ગયા છે, ક્રષ્ણ ભગવાને સમર્થન આપેલ છે, અને મહાવીરે આ રીતે જીવવા આદેશ આપેલ છે, ત્રણે પરમાત્માઓ આમાં સંમત છે,
આજના જોકમાં પૂરનાર આ બાબતમાં સંમત નથી, એટલું જાણો, કોનું માનવું તેમાં તમો સ્વતંત્ર છો, જોકમાં પુરાવું એટલે ભાડિયો કૂવો છે, જેમાં પાણી પણ નથી, તો બીજી બાજુ તમારે સમગ્ર જીવનને સંશુધ્ધિકરણ કરી ઊર્ધ્વી કરણ અને અમૃત પદ પ્રાપ્ત કરવાનું છે, પસંદગી તમારી, છે, તેમાં તમો પસંદ કરવામાં પૂર્ણ રૂપે સ્વતંત્ર છો, તેમાં ,પરમાત્મા હાથ નાખતો નથી, અને પૂર્ણ સ્વતંત્રતા એજ આનંદ શાંતિ ,સુખ અને અભય ની અવસ્થા છે,,
આમ સ્વાર્થ યુક્ત જ વ્યવહાર અને આચરણ હોવાથી તેઓમાં આત્મા જેવી કોઈ ચીજ હયાત હોતી જ નથી, જેથી આ આખી ટોળી દુખમાં જ સબડતી હોય છે, આમ સ્વાર્થને કારણે આત્માં જ મરી પરવાર્યો હોય છે તેથી પરમ જ્ઞાનમાં પણ સ્થિર નથી, આવા બધા જ મહા ઢોંગીઓ જીવનમાં ઢોંગ કરી પૈસા પ્રાપ્ત કરવા સિવાય કશું પણ પ્રાપ્ત કરી શક્તા નથી. અને ધનમાં ઢગલા પર બેસે ,અને દુખના મહા દરિયામાં સબડયાજ કરે, અને પોતાની જોકમાં માણસોને પુર્યા કરે છે, આ બધા જ વાચાળ હોવાને કારણે ભોળા, અજ્ઞાન, અવિદ્યામાં સ્થિર શંકાશીલ અને ભય ગ્રસ્ત લોકોને છેતરી શકે છે, તે સો ટકા સત્ય છે, પણ જોકમાં પુરનારા અને કથાકારોના મન સદાય સ્વાર્થ, લાભ લોભ કપટ યુક્ત જ હોય છે, અને સત્વ તત્વ અને સત્ય સંશુધ્ધ હોતા જ નથી. અને તેમનું જીવન પણ સંશુધ્ધ હોતું જ નથી, આત્મ સંયમ કે આત્મ જ્ઞાન પણ હોતું જ નથી, પણ અહંકાર અને રાગદ્વેષથી મન ભરેલ હોય છે,, તેમ છતાં પોતાની વાચાળતાને કારણે પોતાની જોકમાં બધાને પૂરી શકે છે, તે સત્ય હકીકત છે,,
વાદ વિવાદ કરીને તેઓ બધા જ તેમના જ જ્ઞાનને વિશાળ બનાવવાની તક જ ખોઈ નાખે છે ગુમાવી દે છે, અને અજ્ઞાનમાજ સ્થિર થાય છે, વાદ વિવાદનો અર્થ જ મન અહંકારથી ભરેલ છે, અને જ્યાં અહંકાર અને રાગ અને દ્વેષ અને વાસના વગેરે હોય ત્યાં જ્ઞાન હોય શકે જ નહિ, આમ આ અજ્ઞાનીઓ છે. આમ અજ્ઞાન એટલે જ દુખનો અવેડો છે,, આમ બધા જ અજ્ઞાનના અવેડામાં પડયા પડયા પોતાનું જ પૂર્ણ સત્ય છે, તે સાબિત કરવા વાદ વિવાદમાં ગાંગર્યા કરે છે, અને અજ્ઞાનમાજ પડયા રહે છે.
જ્યારે માનવ જીવનમાં સમાધાન, સમતા. પ્રજ્ઞા અહંકાર રહિતતા વાસના નિવૃત્તિ દ્વંદ્વથી મુક્તિ એ જ જ્ઞાન તેતો છે જ નહિ, હું જ સાચો એજ મહા અજ્ઞાન છે અને પાપ વૃત્તિ છે, આમ તેઓ ભલે સમગ્ર જીવનમાં નિરાંતે પાપ ને પ્રાપ્ત કર્યા જ કરે અને કરવા માટે મહેનત જિંદગી ભર કરતા રહે, અને જીવનમાં ભલે દાજતા જ રહે,
આપણે તેની જોકમાં પુરાવું નહિ એજ સત્ય ધર્મનું આચરણ આપણાં માટે બની રહે છે, આ બધાથી જે અળગો રહે છે, તેજ પોતાના સ્વ સ્વરૂપમાં સ્થિર થઈને પરમાત્મ સ્વરૂપ છે, દિવ્યતા ધારણ કરેલ છે, તેનામાં નિરંતર પરમાત્મા જ વસે છે, તેને પરમાત્માં જ ચલાવે છે, તેથી તેના જીવનમાં કોઈપણ પ્રકારનું પાપ કૃત્ય થતું જ નથી, તે સો ટકા અમર પદને પામે છે, ,આનું નામ છે સત્ય ધર્મ આચરણ અનુસરણ અને તેનું અમૃત રૂપ ફળની પ્રાપ્તિ ,,આજ જીવનનું સત્ય છે, જે પ્રાપ્ત થાય જ છે,, જ્યારે આપણાં જીવનમાં હજી સુધી હું કશું જ જાણી શક્યો નથી, જાણતો જ નથી, એવી લાગણી નો જ્યારે મનમાં ઉદય થાય એજ પરમ જ્ઞાનની નિશાની છે, જો હું મારા જ જ્ઞાનને જ જાણી શકું તોજ મે બધુ જ પ્રાપ્ત કરી લીધું એમ સમજવાનું છે, આજ પરમ જ્ઞાનની પ્રાપ્તિ છે, જ્યાં હું છે ત્યાં જ્ઞાન નથી.
- તત્વચિંતક વી. પટેલ